અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપતરામ/એક ભોળો ભાભો

Revision as of 00:04, 1 June 2021 by Atulraval (talk | contribs) (Created page with "<poem> {{Center|'''(મનહર છંદ)'''}} એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી, હરણને હાંકે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

(મનહર છંદ)


એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષીને ઉડાવે છે;
જંગલી જનાવરોને બહુ બીવરાવવાને;
થીર રહી પોતે એક થાળી લૈ બજાવે છે;
એવે સમે ઊંટ આવી ખેતરમાં ખાવા લાગ્યો;
ભોળો ભાભો થાળી ઠોકી તેને બીવરાવે છે;
ત્યારે બોલ્યો ઊંટ મારે માથે તો ત્રંબાળુ ગાજે;
ઠાલો થાળી ઠોકે તે લેખામાં કોણ લાવે છે. ૧