અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/શ્યામ

From Ekatra Wiki
Revision as of 11:41, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મેશ ન આંજું, રામ! લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ. એક ડર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મેશ ન આંજું, રામ!
લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ.

એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. — મેશ.

કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ. — મેશ.

(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)