અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/શ્યામ
Jump to navigation
Jump to search
◼
નિનુ મઝુમદાર • મેશ ન આંજું રામ! લેશ જગ્યા નહીં • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: વિભા દેસાઇ
◼
શ્યામ
નિનુ મઝુમદાર
મેશ ન આંજું, રામ!
લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ.
એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. — મેશ.
કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ. — મેશ.
(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)
નિનુ મઝુમદાર • મેશ ન આંજું રામ! લેશ જગ્યા નહીં • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: વિભા દેસાઇ