અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિર્મિશ ઠાકર /આભ નાનું


આભ નાનું

નિર્મિશ ઠાકર

આભ નાનું
આમ સૃષ્ટિ બધી તમારી છે!

પ્રશ્ન: ‘કોના વડે નિખારી છે?’
‘કેમ તબિયત છે? આમ સારી છે!’
વાત બસ આ સ્તરે જ ધારી છે?

આભ નાનું ભલે ગણાઉં હું
પાંખ ક્યારે તમે પ્રસારી છે?
ધુમ્મસી વિશ્વ છો તમે જાણે!
તોય મારો પ્રવાસ જારી છે!
ધૂંધળી શક્યતાની રાતોમાં
કેમ ખુલ્લી હજીય બારી છે?
સ્મિતની આપ-લે ખરી જો કે
કોઈ નિસ્બત કદી વિચારી છે?
કવિલોક: જુલાઈ-ઑગસ્ટ, ૨૦૧૦