અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/શ્રાવણ નીતર્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી {{space}}પેલાં રેલી ચાલ્યાં રૂપ હો...")

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|શ્રાવણ નીતર્યો|બાલમુકુન્દ દવે}}
<poem>
<poem>
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
Line 31: Line 34:
{{Right|(કુન્તલ, પૃ. ૯૦)}}
{{Right|(કુન્તલ, પૃ. ૯૦)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/32/Aa_Shravan_Nitaryo-Kshemu_Divetia.mp3

બાલમુકુન્દ દવે • આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા  • સ્વર: કાજલ કેવલરામાણી અને અમર ભટ્ટ

{{HeaderNav2
|previous = હોળી મહિનાની વિજોગણ
|next = હરિનો હંસલો

Latest revision as of 20:59, 25 January 2022

શ્રાવણ નીતર્યો

બાલમુકુન્દ દવે

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.

આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટી મોતનમાળ હો કોઈ ઝીલો જી.

આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.

આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.
આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.

આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.

આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

(કુન્તલ, પૃ. ૯૦)

બાલમુકુન્દ દવે • આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: કાજલ કેવલરામાણી અને અમર ભટ્ટ