અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલુભાઈ પટેલ/આવશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
:::::::::::::ઝેર સૌ પીવાને શંકર આવશે
:::::::::::::ઝેર સૌ પીવાને શંકર આવશે
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રાણજીવન મહેતા/સંધ્યા | સંધ્યા]]  | પર્ણરવ મહીં પડઘાતી સીમ સાંભળું.]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/બાવળ | બાવળ]]  | બાવળ, ઊંચો વધીને આકાશને ચીરી નાખ  ]]
}}

Latest revision as of 09:38, 23 October 2021


આવશે

બાલુભાઈ પટેલ

એક રણકો ફોન ઉપર આવશે;
લૈને સંદેશો કબૂતર આવશે.
આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.
જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.
આજ હું ઊભો છું એવી સરહદે;
બંને બાજુએથી લશ્કર આવશે.
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ;
ઝેર સૌ પીવાને શંકર આવશે