અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/વાસંતી મિજાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઉદિત થતાં જ... તરુકૂંપળની ટશર જોઈ; શું ચાળા પાડતું કોઈ? — એવા સંદેહ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વાસંતી મિજાજ|ભાનુપ્રસાદ પંડ્યા}}
<poem>
<poem>
ઉદિત થતાં જ...
ઉદિત થતાં જ...
Line 24: Line 26:
{{Right|પરબ, મે ૨૦૧૪}}
{{Right|પરબ, મે ૨૦૧૪}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/ઉપરકોટ અવલોકતાં  | ઉપરકોટ અવલોકતાં ]]  | ડૂસકું ભરવા મોઢું પહોળું અતીત રહે કરી... (પ અડધો + હો)]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ સોમનાથ દવે/આપણા મલકમાં | આપણા મલકમાં]]  | આપણા મલકમાં માયાળુ માનવી .‌]]
}}

Latest revision as of 10:11, 22 October 2021

વાસંતી મિજાજ

ભાનુપ્રસાદ પંડ્યા

ઉદિત થતાં જ...
તરુકૂંપળની ટશર જોઈ;
શું ચાળા પાડતું કોઈ? —
એવા સંદેહથી વિસ્મિત — લજ્જિત
અરુણ વિશેષ થયો ‘અરુણ’!
ગૂજગોષ્ઠિ કરતું કોઈ યુગલ તરુણ —
(ઉદ્યાની એકાંતમાં
વાસંતી રોમાંચમાં!)
સંગાથીનું સુણતાં મધુર વચન
ઢળ્યાં મુગ્ધાનાં નયન!
કપોલે ઊપસતું રતુંબલ કંપન!
હવે તો સૂર્ય લાલપીળો થતો
સમગ્ર ઉદ્યાન પર ફેરવતો વક્ર લોચનો
ઉગ્ર બની સર્વત્ર છવાયો!
પણ...
ત્યાં ખૂણે ઊભેલા ગુલમોરે
રવિચક્ષુ સામે લાલઘૂમ નજરે જોયું!
હવે દિવાકર આંતરબાહ્ય ઘવાયો
ને... પોતાનો પ્રથમ પ્રહર સંકેલી
દિવસભરના આસમાની
પંથે પંથે ધીરે ધીરે સર્યો!

પરબ, મે ૨૦૧૪