અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુભાઈ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ /ઝંખે છે ભોમ (મેહુલા)

From Ekatra Wiki
Revision as of 10:00, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા! {{Right|}}ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઝંખે છે ભોમ પાણી પાણી ઓ મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી, ઓ મેહુલા!
તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા!
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ મેહુલા!
હજીયે ખડા ન ખેંચાણી? ઓ મેહુલા!
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
મેલી દિશાઉં ધૂંધવાણી… ઓ મેહુલા!
તોયે ના આરજૂ કળાણી? ઓ મેહુલા!
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
સીમે આ શોકસોડ તાણી ઓ મેહુલા!
તોયે ન પ્યાસ પરખાણી? ઓ મેહુલા!
ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચૂપ જોય
ચાંચો ઉઘાડી… બિડાણી… ઓ મેહુલા!
જાગી ન જિંદગીની વાણી? ઓ મેહુલા!
મારી માનવીની આંખ જોતી ક્ષિતિજે કરાળ
તારી ના એક રે એંધાણી, ઓ મેહુલા!
તારી કાં એક ના એંધાણી? ઓ મેહુલા!