અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/અમે રે અધવચ…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

Line 19: Line 19:
{{Right|(અંગત, ૧૯૮૨, પૃ. ૫૦)}}
{{Right|(અંગત, ૧૯૮૨, પૃ. ૫૦)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/Ame_Re_Adhavachche-Amar_Bhatt.mp3

રાવજી પટેલ • અમે રે અધવચ રણના વીરડા! • સ્વરનિયોજન: અમર ભટ્ટ  • સ્વર: અમર ભટ્ટ

Latest revision as of 19:42, 11 October 2022

અમે રે અધવચ…

રાવજી પટેલ

અમે રે અધવચ રણના વીરડા!
થોડા ખારા રે છઈએ — ખાટા રે છઈએ;
પગલું પડે અને વ્હેતા રે થઈએ… અમે રે.
અમારી આંખોમાં માળા બાંધશે;
એમાં પીંછાં રહેશે — પાછાં વ્હેતાં રહેશે;
થોડું અમથું વધેલું આભ હશે… અમે રે.
અમારા નિસાસા આસોપાલવ થશે,
થોડાં તોરણ થશે — રણનો છાંયો થશે;
દુઃખી કુંવરીનો સાચો વિસામો થશે… અમે રે.
અમને શરાપ લાગ્યા સામટા;
નથી લીલા રહેતા — નથી સૂકા થતા
સૂની આંખોમાં ઝાઝેરું ના ટકતા…
અમે રે અધવચ રણના વીરડા!
(અંગત, ૧૯૮૨, પૃ. ૫૦)

રાવજી પટેલ • અમે રે અધવચ રણના વીરડા! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ