અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/વ્હાલેશરીનાં પદો ૬ (ટહેલ નાખી...)


વ્હાલેશરીનાં પદો ૬ (ટહેલ નાખી...)

હરીશ મીનાશ્રુ

ટહેલ નાખી વ્હાલેશરીએ ચૂમવાને
આભાં બનીને જુએ વ્રજ ને વૈકુંઠ
મારે રાતડિયા હોઠ બે ઝઝૂમવાને

પૃથ્વી જેટલડું મુંને દીધું માહ્યામાટલું રે
માંહ્ય વળી ઝૂરવાનું પૂર્યું આટઆટલું રે

કાજળને બદલે કાલિંદી આંજીને મારાં
નયણાં નીસર્યાં તે રૂમઝૂમવાને

વાટલડી જોઈ જોઈ હું વસંતવરણી થૈ
મહમદ મોહીને પવંનને હું પરણી ગૈ

બાંહ્યમાં પરોવી બાંહ્ય વહી ચાલ્યો ક્યાંય
હરિ પૂરણ પદારથમાં ઘૂમવાને