અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/નિરંતર

From Ekatra Wiki
Revision as of 16:59, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક નિરંતર લગન; {{space}}અમે રસ પાયા કરિયેં! એકબીજામાં મગન : {{space}}અમે બસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એક નિરંતર લગન;
         અમે રસ પાયા કરિયેં!
એકબીજામાં મગન :
         અમે બસ ગાયા કરિયેં!

કોઈ ચાંગળું લિયે, પવાલું
         કુંભ ભરે, જો રાજી!
કોઈ કરે છો ને મુખ આડું,
         ને ઇતરાજી ઝાઝી!
છાંય હોય કે અગન :
         અમે રસ પાયા કરિયેં!

સફર મહીં હો ઉજ્જડ વગડો,
         કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
         કે ઝરણાં ખળખળતાં,
હવે મુઠ્ઠીમાં ગગન!
         અમે બસ ગાયા કરિયેં!

(નિરંતર, ૧૯૭૩, પૃ. ૩)