અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/આપણી રાત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 31: Line 31:
{{space}}મને સાંભરે આપણી રાત, સખી!
{{space}}મને સાંભરે આપણી રાત, સખી!
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/મનોહર મૂર્તિ | મનોહર મૂર્તિ]]  | દેવે દીધી દયા કરી કેરી મને,]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /અર્પણ ('રાઈનો પર્વત') | અર્પણ ('રાઈનો પર્વત')]]  | જે પુષ્પનાં દલ ખોલીને રજ..]]
}}

Latest revision as of 10:46, 19 October 2021

આપણી રાત

'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

શરદ પૂનમની રઢિયાળી સદા
         મને સાંભરે આપણી રાત, સખી!
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
         મને સાંભરે આપણી રાત, સખી!

વદને નવજીવન નૂર હતું,
નયને પ્રણયામૃત પૂર હતું;
હૃદયે રસમાં ચકચૂર હતું;
         મને સાંભરે આપણી રાત, સખી!

ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;
કલ્પનાની ઇમારત કૈંક ચણી,
         મને સાંભરે આપણી રાત, સખી!

તારું સ્વાર્પણ અંતરમાં જ લહું,
કથા અદ્ભુત એ જઈ કોને કહું?
સ્મરનાં જલ માંહી નિમગ્ન રહું;
         મને સાંભરે આપણી રાત, સખી!

રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;
આશકોની અપૂર્વ દિવાળી હતી;
આખી ઉત્સવ માફક ગાળી હતી!
         મને સાંભરે આપણી રાત, સખી!

પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગેઅંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો!
         મને સાંભરે આપણી રાત, સખી!

હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
         મને સાંભરે આપણી રાત, સખી!
શરદ પૂનમની રઢિયાળી સદા,
         મને સાંભરે આપણી રાત, સખી!