અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/મન માને, તબ આજ્યો…

Revision as of 20:12, 28 January 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મન માને, તબ આજ્યો…

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

મન માને, તબ આજ્યો
         માધો, મન માને તબ આજ્યો રે.
આ ઘડીએ નહીં રોકું,
         રોકાયું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
                  વીંટળાયા અવકાશે,
         મનભાવન ઘર જાજ્યો રે. માધોo

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
         નહીં કહીએ કે ‘તેડો’,
કોી દન અહીં થઈ પાછા વળજ્યો,
         એટલું જાચે નેડો.
         બે ઘડી રોકાઈ જાજ્યો રે માધોo

મૂકી ગયાં જે પગલાં
         તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં, ધથાક, અમો તો
                           હરઘડીનાં વ્યાકુળ.
                  હર ટહુકો દરદે તાજો રે. માધોo
         મન માને તબ આજ્યો, માધો.





`ઉશનસ્' • મન માને, તબ આજ્યો માધો, મન માને... • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: ઐશ્વર્યા મજમુદાર