અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/ઉપવને આગમન (તમારાં અહીં આજ પગલાં): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 67: Line 67:
જેને વિશે તીવ્ર અનુરાગ હોય તેના આગમનનો સંકેત ભાવવિભોર બનાવી દેનારો હોય છે. એવે વખતે બીજું બધું ગૌણ બની જાય છે. વિચારો સમેટાઈ જઈને એકકેન્દ્રી બનવા મથે છે. પ્રિયજન સિવાયની દુનિયા નગણ્ય બની રહે છે. જેના તરફ મમત હોય તે સર્વથી ચડિયાતું ભાસે છે. તેના સંદર્ભમાં બાકીનું બધું ઊતરતું થઈ જાય છે. અહીં કવિ જેને ઊતરતું થઈ જતું દર્શાવે છે તે બધું એટલું મહિમાવંતું છે કે જેની અપેક્ષાએ એ ઊતરતું છે તેનો મહિમા ઑર વધી જાય છે, એ ચડિયાતું જે કોઈ છે તે ‘તમારાં’ એવા સંબોધનથી અહીં પહેલા શબ્દમાં જ સૂચવાઈ જાય છે.

એના આગમનની એંધાણી સહુને મળી ગઈ છે અને તે સાથે જ ડાળીઓએ અને ફૂલોએ પોતાની શરણાગતિ સ્વીકારી ઝૂકી જવાનું પસંદ કરી લીધું છે. ફૂલ અને ડાળીના સૌંદર્યથી પણ અદકું એવું ઐશ્વર્ય લઈને કોઈ આવી રહ્યું છે તેવો સંકેત અહીં હૃદયંગમ રીતે વ્યંજિત થયો છે. ડાળીઓની ગરદન અને ફૂલોની નજર જેવાં મનુષ્યસંબંધી લક્ષણોને પ્રકૃતિમાં સરકાવી દઈ કવિએ અસહજ છતાં અનાયાસ તેવું સાદૃશ્ય નિપજાવી આપ્યું છે. અહીં આ વ્યાપ્તિ એ સહુને લાગુ પાડી શકાય છે જેઓ પોતાની સુંદરતાનો ગર્વ કરે છે. તેને માત કરનાર જે કોઈ છે તેનું આગમન કવિએ આવનાર સમક્ષ બિરદાવી રહ્યા છે. પાંદડીઓના પડદા પાછળથી કળી શરમાતી જઈ બધું જોઈ રહી છે તેવા નિરીક્ષણમાં કવિએ પોતાની કાવ્યાત્મક દૃષ્ટિનો ચમત્કાર દેખાડ્યો છે. આ સુંદર અને નકશીદાર કલ્પન રમણીય એવી એક ચેષ્ટાને પળવારમાં સાકાર કરી દે છે. આવનારની સુંદરતા કેવી હશે કે કળી જેવી કળી પણ પ્રયત્નપૂર્વક શરમાવાની ચેષ્ટા કરીને પોતાનું લાવણ્ય પુરવાર કરવા મથી રહી છે! લજ્જાભાવ થકી પોતાને નિખાર આપવાનો તેનો પ્રયત્ન વૃથા છે તેવું અહીં આપોઆપ જ સમજાઈ જાય છે, કારણ કે કવિ તરત જ ઉમેરે છે કે વાતાવરણ પર જે નયનોની અસર થઈ છે તેને અતિક્રમીનેય તેવો પ્રભાવ પાડી શકે તેવું અહીં કોઈ નથી. આ વ્યતિરેક એટલો તો સ્વાભાવિક રીતે અહીં થયો છે કે આપણે અહીં કવિની આ કાવ્યકળાને જ સૌથી ચડિયાતી કહેવા પ્રેરાઈ જઈએ!

વળી એક બીજું સુંદર કલ્પન નીપજાવતાં કવિ પરોઢે પથરાયેલા મોતી સમાં ઝાકળબિંદુઓની પથારીની વાત માંડે છે. વળી આ સેજ બિછાવવાનું સરળ છે તેવું નથી તેમ ઉમેરતાં કવિ કહે છે કે તેને માટે રાતોની રાતો લોહીનું પાણી કર્યું છે. આ સેજ ભલે ઘડીભરની રહી હોય પણ તેને બિછાવવા માટે કરેલું તપ અનન્ય છે અને તેથી તે વૈભવી શય્યા છે, એક બાગ સ્વાગત માટે આનાથી વધુ તૈયારી બીજી શી રીતે કરી શકે? હૃદય સ્વયં બાગ બની ગયું હોય અને તેમાં વસંતની સવારી આવી રહી હોય તે રીતે પ્રિયતમાનું આગમન કવિને સભર સભર બનાવી મૂકે છે. એને મુખે કેવળ ‘પધારો’ એ શબ્દ જ રમી રહ્યો છે પણ અંદર તો કંઈ કેટલીયે કલ્પનાઓ હિલોળી રહી છે. કવિ ન્હાનાલાલે વસંતની સાક્ષીએ હરિનાં વધામણાં કરતાં ગાયેલું:
વળી એક બીજું સુંદર કલ્પન નીપજાવતાં કવિ પરોઢે પથરાયેલા મોતી સમાં ઝાકળબિંદુઓની પથારીની વાત માંડે છે. વળી આ સેજ બિછાવવાનું સરળ છે તેવું નથી તેમ ઉમેરતાં કવિ કહે છે કે તેને માટે રાતોની રાતો લોહીનું પાણી કર્યું છે. આ સેજ ભલે ઘડીભરની રહી હોય પણ તેને બિછાવવા માટે કરેલું તપ અનન્ય છે અને તેથી તે વૈભવી શય્યા છે, એક બાગ સ્વાગત માટે આનાથી વધુ તૈયારી બીજી શી રીતે કરી શકે? હૃદય સ્વયં બાગ બની ગયું હોય અને તેમાં વસંતની સવારી આવી રહી હોય તે રીતે પ્રિયતમાનું આગમન કવિને સભર સભર બનાવી મૂકે છે. એને મુખે કેવળ ‘પધારો’ એ શબ્દ જ રમી રહ્યો છે પણ અંદર તો કંઈ કેટલીયે કલ્પનાઓ હિલોળી રહી છે. કવિ ન્હાનાલાલે વસંતની સાક્ષીએ હરિનાં વધામણાં કરતાં ગાયેલું: {{Poem2Close}}
‘આ વસંત ખીલી શતપાંખડી, હરિ આવો ને!
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ હવે તો હરિ આવો ને!’
<poem>

</poem>
{{Poem2Open}}
આવી તીવ્ર આરત પછી થતું પ્રિયતમાનું આગમન હૃદયને સર્વોત્કૃષ્ટ પ્રસન્નતા બક્ષનારું હોય તે સમજી શકાય તેમ છે. અહીં કવિ એ રીતે પ્રિયતમાના આગમનને નીરખે છે. જેમ બાગ માટે વસંતઋતુ પ્રિયતમા હોય અને તેની પરમ પ્રતીક્ષાને અંતે તેનું આગમન થયું હોય તેમ અહીં પણ કવિનું બાગ બાગ હૃદય પુલકિત થઈ ઊઠ્યું છે.

અત્યાર સુધી ગુલાબોને પરેશાન કરતા ભમરા હવે તમને નિહાળી તમારા તરફ ધસી ગયા છે અને એટલે ગુલાબોની કોમળ કાયાને હવે ભય રહ્યો નથી તેમ કહેતા કવિ વ્યંજનાની ઉત્કૃષ્ટ ભંગિમા પ્રગટાવી પોતાની ઉત્તમ કાવ્યકળાનો અહીં પરિચય કરાવે છે. અહીં ભાગ્યે જ એ સ્પષ્ટ કરવાની જરૂર પડે કે પ્રિયતમાનું સૌંદર્ય ગુલાબો કરતાં પણ અધિક છે. અતિશયતા પણ આપણને સમુચિત લાગવા માંડે છે તેમાં કવિતાનો ચમત્કાર છે. પ્રિયતમાની આંખોની સુંદરતાને પરાસ્ત કરવા માટે પણ તેથી અધિક સુંદર એવું કોઈ નથી તે વાતે કવિ અર્થાત્ કાવ્યનાયક હરખાઈ ઊઠે છે.