આત્માની માતૃભાષા/2: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 144: Line 144:

{{Poem2Open}}
{{Poem2Open}}
ઈ. સ. ૧૯૧૧માં કવિશ્રી ઉમાશંકર જોશીનો સાબરકાંઠા જિલ્લામાં બામણા ગામે જન્મ થયો હતો; તે માત્ર ૨૦ વર્ષના હતા ત્યારે આ કાવ્યની રચના થઈ હતી. એની રચના વિશે કવિશ્રી કહે છે તે સાંભળીએ: તે કહે છે કે વીરમગામ છાવણીના સૈનિકોના માહિતીપત્રમાં એક પ્રશ્ન હતો: “તમે આ લડતમાં શા હેતુથી જોડાયા છો?” કવિએ ત્યારે જવાબ આપ્યો હતો: “જીવનનું નિયામકતત્ત્વ પશુબળ નહીં; પણ પ્રેમ છે, અને ગાંધીજીની સ્વરાજ્ય માટેની લડતમાં પ્રેમનું બળ ને અહિંસાનું બળ અજમાવવામાં આવ્યું છે.” એટલે કવિ આ ગાંધીજીના યુદ્ધમાં જોડાયા છે. ‘વિશ્વશાંતિ’ કાવ્યમાં મૂળિયાં જેલમાં નંખાયાં છે. પ્રથમ તો તે ‘વિશ્વશાંતિ’ ઉપર નાટક લખવાનો વિચાર રાખતા હતા, ત્યાં તો તે ‘વિશ્વશાંતિ’ નાટક થોડુંક લખી ને છોડી દે છે; ને ‘વિશ્વશાંતિ’ ખંડકાવ્ય રચે છે: જેમાં એકાધિક ખંડક છે ને વૃત્તવૈવિધ્ય પણ છે; આ પૂર્વે કાન્તનાં ખંડકાવ્યોનું સ્વરૂપ હતું: તેમાં વૃત્તવૈવિધ્યનું લક્ષણ છે, ત્યાં તો પાત્રોની વૃત્તિ બદલાય છે તેમ વૃત્ત બદલાય છે. આપણે આ ‘વિશ્વશાંતિ'ને ખંડકાવ્ય કહીશું; ને હવે તપાસીશું. અહીં કવિની વૃત્તિ બદલાય ત્યારે છંદ બદલાય છે; સંસ્કૃતમાં ખંડકાવ્ય છે. દા.ત. ‘મેઘદૂતમ’ એ કાલિદાસનું ખંડકાવ્ય કહેવાય છે. પણ મને લાગે છે કે ‘ખંડકાવ્ય’નું સ્વરૂપ એકસરખું નથી; સંસ્કૃતના અભ્યાસી માત્ર ૨૦ વર્ષની ઉંમરે આ નવા જ પ્રકારનું ખંડકાવ્ય સર્જે છે; એ કાન્ત કે કાલિદાસને અનુસરતું નથી; પોતાનું નવું ને સ્વતંત્ર સ્વરૂપ શોધી લે છે. હજી ગુજરાતીમાં ખંડકાવ્યનું સ્વરૂપ ઠર્યું નથી; નવા નવા પ્રયોગોને હજી અવકાશ છે; ‘વિશ્વશાંતિ’નું વસ્તુવિધાન કાન્તના જેવું નથી. તેમાં છ ખંડો છે; પણ ઉઘાડ એક વિચારનો, જોરદાર વિચારનો છે; તે પ્રભાવક નીવડે છે; ખંડ ૧માં તે આમ પ્રભાવક રૂપે ઊઘડે છે: ‘મંગલ શબ્દ’ નામના આ પ્રથમ ખંડમાં તે આમ ઊઘડે છે:
ઈ. સ. ૧૯૧૧માં કવિશ્રી ઉમાશંકર જોશીનો સાબરકાંઠા જિલ્લામાં બામણા ગામે જન્મ થયો હતો; તે માત્ર ૨૦ વર્ષના હતા ત્યારે આ કાવ્યની રચના થઈ હતી. એની રચના વિશે કવિશ્રી કહે છે તે સાંભળીએ: તે કહે છે કે વીરમગામ છાવણીના સૈનિકોના માહિતીપત્રમાં એક પ્રશ્ન હતો: “તમે આ લડતમાં શા હેતુથી જોડાયા છો?” કવિએ ત્યારે જવાબ આપ્યો હતો: “જીવનનું નિયામકતત્ત્વ પશુબળ નહીં; પણ પ્રેમ છે, અને ગાંધીજીની સ્વરાજ્ય માટેની લડતમાં પ્રેમનું બળ ને અહિંસાનું બળ અજમાવવામાં આવ્યું છે.” એટલે કવિ આ ગાંધીજીના યુદ્ધમાં જોડાયા છે. ‘વિશ્વશાંતિ’ કાવ્યમાં મૂળિયાં જેલમાં નંખાયાં છે. પ્રથમ તો તે ‘વિશ્વશાંતિ’ ઉપર નાટક લખવાનો વિચાર રાખતા હતા, ત્યાં તો તે ‘વિશ્વશાંતિ’ નાટક થોડુંક લખી ને છોડી દે છે; ને ‘વિશ્વશાંતિ’ ખંડકાવ્ય રચે છે: જેમાં એકાધિક ખંડક છે ને વૃત્તવૈવિધ્ય પણ છે; આ પૂર્વે કાન્તનાં ખંડકાવ્યોનું સ્વરૂપ હતું: તેમાં વૃત્તવૈવિધ્યનું લક્ષણ છે, ત્યાં તો પાત્રોની વૃત્તિ બદલાય છે તેમ વૃત્ત બદલાય છે. આપણે આ ‘વિશ્વશાંતિ'ને ખંડકાવ્ય કહીશું; ને હવે તપાસીશું. અહીં કવિની વૃત્તિ બદલાય ત્યારે છંદ બદલાય છે; સંસ્કૃતમાં ખંડકાવ્ય છે. દા.ત. ‘મેઘદૂતમ’ એ કાલિદાસનું ખંડકાવ્ય કહેવાય છે. પણ મને લાગે છે કે ‘ખંડકાવ્ય’નું સ્વરૂપ એકસરખું નથી; સંસ્કૃતના અભ્યાસી માત્ર ૨૦ વર્ષની ઉંમરે આ નવા જ પ્રકારનું ખંડકાવ્ય સર્જે છે; એ કાન્ત કે કાલિદાસને અનુસરતું નથી; પોતાનું નવું ને સ્વતંત્ર સ્વરૂપ શોધી લે છે. હજી ગુજરાતીમાં ખંડકાવ્યનું સ્વરૂપ ઠર્યું નથી; નવા નવા પ્રયોગોને હજી અવકાશ છે; ‘વિશ્વશાંતિ’નું વસ્તુવિધાન કાન્તના જેવું નથી. તેમાં છ ખંડો છે; પણ ઉઘાડ એક વિચારનો, જોરદાર વિચારનો છે; તે પ્રભાવક નીવડે છે; ખંડ ૧માં તે આમ પ્રભાવક રૂપે ઊઘડે છે: ‘મંગલ શબ્દ’ નામના આ પ્રથમ ખંડમાં તે આમ ઊઘડે છે:{{Poem2Close}}
<poem>
“ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
“ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
ગજાવતો ચેતનમંત્ર આવતો!”
ગજાવતો ચેતનમંત્ર આવતો!”
</poem>
{{Poem2Open}}
૨૦ વર્ષના આ તરુણ કવિમાં આ મંગલ શબ્દના આગમન માટે ભારે કૌતુક છે. તે બહુ પ્રભાવકપણે પ્રભાવક શબ્દગુચ્છના પ્રભાવક છંદોલયમાં ઊપડે છે. જે મંગલ શબ્દ દૂરથી આવી રહ્યો છે એનું બયાન પણ એવું જ પ્રભાવક છે: ઉમાશંકરનો ‘મિશ્રોપજાતિ’ છંદ પ્રથમથી જ કેવાં “પ્રસન્નગંભીરપદા સરસ્વતી'’નું વરદાન પામેલો છે તે અનુભવી શકાય છે; જે શબ્દતત્ત્વ માટે કવિ આખી જિંદગી મથ્યા હતા તે તેના આરંભની પંક્તિમાં જ પમાય છે; ઉમાશંકરમાં થોડુંક નાનાલાલીય તત્ત્વ અનુસંધાન પામે છે; નાનાલાલના શબ્દનું પ્રૌઢ વિકસિત સ્વરૂપ ઉમાશંકરમાં અનુસંધાન પામી શક્યું છે; નાનાલાલમાં કાન્તના “ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ” જેવા તેજઘડ્યા શબ્દો ઠેરઠેર પમાય છે; એવું ઉમાશંકરની કવિતામાં પણ એ ‘નાદતત્ત્વ'નો ટોનલ વેલ્યૂ (Tonal Value) મહિમા અનુભવાય છે.

આ દૂરથી આવતો મંગલ શબ્દ (કહો કે ચેતનતંત્ર) કંઈ શતાબ્દીઓ પછી સંભળાય છે પાસે આવતો એને સત્કારવા ઉમાશંકરનો શબ્દલયછંદ બરાબર સજ્જ છે.
આ દૂરથી આવતો મંગલ શબ્દ (કહો કે ચેતનતંત્ર) કંઈ શતાબ્દીઓ પછી સંભળાય છે પાસે આવતો એને સત્કારવા ઉમાશંકરનો શબ્દલયછંદ બરાબર સજ્જ છે.