આત્માની માતૃભાષા/54: Difference between revisions

m
(Created page with "{{SetTitle}} {{Heading|ધારાવસ્ત્ર: વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર|અજિત ઠાકોર}} <poem...")
 
(3 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|ધારાવસ્ત્ર: વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસાર|અજિત ઠાકોર}}

<center>'''ધારાવસ્ત્ર'''</center>
<poem>
<poem>
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
Line 17: Line 18:
{{Right|દિલ્હી, ૧૯-૮-૧૯૭૫}}
{{Right|દિલ્હી, ૧૯-૮-૧૯૭૫}}
</poem>
</poem>
 
<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉમાશંકર, થોડીક રણકતી કવિતાના કવિ. વર્ષાકાળ એમને ગમતો કાળ. કવિને રણઝણાતો, અમથું અમથું અજ્ઞાતની ઝંખાએ વ્યાકુળ કરી દેતો કાળ. કવિનેય એની પતીજ પડી ગઈ છે: મારી ઋતુ વર્ષા છે એમ અગાઉ મેં કહેલું છે. ‘ધારાવસ્ત્ર’ કૃતિ ખ્યાલ આપશે કે એના રહસ્યને પકડવું એ કેટલું વસમું છે.’: વાતે ય સાચી છે. જે આપણી મુઠ્ઠીમાં પકડાતું નથી, એને પામવા આપણી ચેતના વિહ્વળ થઈ જાય છે. તેથી સ્તો ‘ધારાવસ્ત્ર’ વ્યક્ત દ્વારા અવ્યક્તના અણસારા આપતી રચના છે. જેમાં કવિચેતના અસ્તિત્વના બૃહદ્ મુદામય પ્રસારબિંદુએથી ઝરી હોય એવી કવિતાઓમાં આ કાવ્ય મુખડાની જેમ શોભે છે. કવિનેય એની જાણ છે. એટલે જ તો એમણે એ ગાળાની કવિચેતનાને વ્યક્ત કરતા આખાય કાવ્યસંગ્રહનું ‘ધારાવસ્ત્ર’ એવું નામકરણ કરી આ કાવ્યની અગ્રપ્રસ્તુતિ કરી છે.

Line 42: Line 43:
આમ ‘ધારાવસ્ત્ર’ કોઈ યોગીસદૃશ ગૃહસ્થ આંગણે આવે ન આવે ને સ્વકર્તવ્યની દિશામાં ગમન કરી જાય — એવી સાંસારિક ઘટનાનો અધ્યાસ રચતું, સજીવારોપણે કરી પ્રાકૃતિક ઘટનામાં સાંસારિક ઘટનાના ઇંગિત પ્રકટાવતું કદમાં લઘુ પણ ધ્વનિપરિમાણે ભૂમાસદૃશ કાવ્ય છે, તોષબુંદમાં આકાશને આળખી લેતી રચના છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 53
|next = 55
}}