ઇન્ટરવ્યૂઝ/કૃતિ-પરિચય


કૃતિ-પરિચય

‘ઇન્ટરવ્યૂઝ’

આ સાહિત્યિક મુલાકાતોનો ગ્રંથ ગુજરાતી ભાષા-સાહિત્યમાં ઉત્તમ અને અપૂર્વ ભાત પાડનારો બની રહેશે. ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો સાથેના પ્રશ્નોત્તર આપણા જમાનાનો યુગસંદર્ભ — ઉત્તમ કોટિનો દસ્તાવેજ બની રહેશે. ચિંતનનું રસાયણ, અનવદ્ય ‘રસવસ્તુ’ અને બળવાન ગદ્ય આ પુસ્તકનો શ્રી-સંકેત બની રહેશે.