ઇન્ટરવ્યૂઝ/કૃતિ-પરિચય

Revision as of 11:09, 4 May 2024 by Shnehrashmi (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> {{Heading|કૃતિ-પરિચય|‘ઇન્ટરવ્યૂઝ’}} {{Poem2Open}} આ સાહિત્યિક મુલાકાતોનો ગ્રંથ ગુજરાતી ભાષા-સાહિત્યમાં ઉત્તમ અને અપૂર્વ ભાત પાડનારો બની રહેશે. ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો સાથેના પ્રશ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃતિ-પરિચય

‘ઇન્ટરવ્યૂઝ’

આ સાહિત્યિક મુલાકાતોનો ગ્રંથ ગુજરાતી ભાષા-સાહિત્યમાં ઉત્તમ અને અપૂર્વ ભાત પાડનારો બની રહેશે. ગુજરાતના શ્રેષ્ઠ સાહિત્યકારો સાથેના પ્રશ્નોત્તર આપણા જમાનાનો યુગસંદર્ભ — ઉત્તમ કોટિનો દસ્તાવેજ બની રહેશે. ચિંતનનું રસાયણ, અનવદ્ય ‘રસવસ્તુ’ અને બળવાન ગદ્ય આ પુસ્તકનો શ્રી-સંકેત બની રહેશે.

—અજય રાવલ