ઇન્ટરવ્યૂઝ/સંસ્કૃતિની યાત્રામાં શ્રદ્ધા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
   
{{Poem2Open}}
{{Poem2Open}}
યશવંત ત્રિવેદી : આપનાં પાત્રો ખાસ કરીને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નાં સત્યકામ, રોહિણી વગેરે આપની અભીપ્સાઓ અને ગાંધીનિર્મિત એટલે દર્શકનિર્મિત આદર્શોનાં કઠપૂતળાં કોઈ કોઈ વિવેચકને લાગે છે. આપને આ સમાલોચનામાં સત્ય લાગે છે? આપ કોઈ પણ રીતે આ પાત્રોનો બચાવ, એક કલાકૃતિની સમગ્રતાના ઘટકરૂપે કરવા ઇચ્છો છો?

Line 24: Line 25:
પ્રશ્ન : આપના વિવેચનસંગ્રહ ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’માં કલાકૃતિને આપ જે રીતે પામો છો તેમાં નૈતિક મૂલ્યો વિશેનો પ્રતિભાવ તીવ્રતાથી પ્રગટ થાય છે. દૃષ્ટાંત લેખે ‘War and Peace’(યુદ્ધ અને શાંતિ)ની આપની દીર્ઘ (એંશી પાનાં) સમાલોચનામાં સત્ય અને નીતિમત્તા પ્રત્યેના અભિનિવેશમાં ‘વૉર ઍન્ડ પીસ’ કલાકૃતિ તરીકે ક્યાં અને કેમ ઊણું ઊતરે છે તેની ચર્ચા આપે કરી નથી. આપની દૃષ્ટિ માનવતા(Humanity)ના ઉચ્ચ લક્ષણકેન્દ્રી અને ગુણાત્મક વર્તાય છે. પણ આવી દૃષ્ટિ – માત્ર આ જ મૂલ્યદંડ – કલાકૃતિની સમગ્રતાના ઉપલક્ષમાં એકાંગી લાગે છે. ટોલ્સ્ટૉય અને ગાંધીજીની અસર(‘જીવન એ જ કલા’ના સિદ્ધાંતની સ્થૂળ દૃષ્ટિ)ને કારણે આપના વિવેચનની જેમ આપની નવલકથાઓ ખાસ કરીને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘બંધન અને મુક્તિ’ કલાની સમગ્રતામાં પ્રગટ થઈ શકી નથી એમ મને લાગે છે. આપના વિશાળ વાચન અને આ નવલકથાઓ પછીના કલાનુભવે હવે આપ કલાકૃતિ વિશે શો ખ્યાલ ધરાવો છો? બને તો જગતભરની એકાદ ઉત્તમ રચનાનો આપ આસ્વાદ કરાવશો? જેથી કલાકૃતિને પામવાની રીતનો ખ્યાલ આવે.

ઉત્તર : ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’માં જે નવલકથાઓને મેં જે રીતે ભરપૂર રસ લીધો છે તેમાંથી વાચકને રસાસ્વાદ કરાવવાનો મારો પ્રયત્ન છે. જ્યાં કલા નથી ત્યાં રસ ભાગ્યે જ સંભવી શકે. એટલે જો એ કૃતિઓમાંથી રસાસ્વાદ નિષ્પન્ન થઈ શક્યો હોય તો કૃતિની કલા વિશેની મારી ઝાંખી વિના તે અસંભવિત છે. તેમાં ‘ઘરે બાહિરે’ પર લાંબું વિવેચન છે અને ‘સરસ્વતીચંદ્ર’ને પણ તેમાં મૂલવેલ છે. નીતિની કોઈ ફુટપટ્ટીથી મેં રસાસ્વાદ કરાવેલ નથી. એટલે તો ‘યુદ્ધ અને શાંતિ’નું મથાળું મેં બદલીને ‘યુદ્ધમાંથી શાંતિ’ એવું રાખ્યું છે. એટલે કે સંઘર્ષ બહારનો કે અંદરનો તે કલાકૃતિનું અતિ મહત્ત્વનું તત્ત્વ છે. આ સંઘર્ષમાં આ બધી નવલકથાઓનાં પાત્રો ચડે છે, પડે છે, દુઃખના દરિયામાં ડૂબતાં ડૂબતાં કાંઠે નીકળે છે – તેમાંથી કોઈ નૈતિક સત્યની તારવણી નીકળતી હોય તો તેને માટે હું જવાબદાર ન ગણાઉં, પણ મૂળ કલાકારના ચિત્તમાં તે પદાર્થ હતો તેમ કહેવાય. અને જો તેમાં તેવું હોય તો તેમ ન કહેવું કે તેના પર પ્રકાશ ન ફેંકવો તે તેની કલાને અન્યાય કરવા જેવું થાય. આ અર્થમાં નીતિની વાત તારવણીરૂપે આવે તેથી કૃતિની કલાનો પરિચય ઓછો કે વાંકો-ચૂકો થાય તેવું હું લગીરે માનતો નથી. કૃતિમાં જો ન હોય તે જો વિવેચક લાવે તો ખોટું થાય. ઊલટું મેં તો આ બધી કૃતિઓમાંના બનાવો અને પાત્રનિરૂપણ – બંનેને વિગતે રજૂ કરીને તે કૃતિનો સાર બતાવવા કોશિશ કરી છે. અલબત્ત આ પ્રકારનો Approach (અભિગમ) કંઈક નવો હોવાથી વાચકને કોઈને એવું લાગવા સંભવ છે કે રસાસ્વાદ થાય છે, સાર પણ બરાબર નીકળે છે, તે છતાંયે કલાકૃતિનાં બધાં અંગો-પાંગોની ચર્ચા થતી નથી. મારો સ્વભાવ Analytical (પૃથક્કરણાત્મક) નથી, પણ Synthesis (સમન્વય) તરફ જનારો છે. જો કોઈ પૃથક્કરણપ્રિય હોય તો તેની પદ્ધતિ જુદી હોત, પણ તો Synthesisથી પ્રાપ્ત થતા આનંદથી વાચક સહેજે વંચિત રહી જાત.

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ને તો પૂરું થઈ જવા દેવું જોઈએ. પણ મારે એટલું જરૂર કહેવું જોઈએ કે મનુષ્યસ્વભાવ વિશે બે પ્રકારનાં પ્રતિપાદનો થતાં આવ્યાં છે. એક પ્રતિપાદન એવું છે કે મનુષ્યસ્વભાવ એક કાળા વસ્ત્રપટ પર ક્યાંક ક્યાંક ધોળાં છાંટણાં હોય તેવો છે. જ્યારે બીજું પ્રતિપાદન એનાથી ઊલટું છે. એ મતે મનુષ્યસ્વભાવ ઊજળા વસ્ત્રપટ પર અવારનવાર પડેલ કાળાં ધાબાં જેવો છે. મારી આસ્થા આ બીજા પ્રતિપાદનમાં છે. ઇતિહાસના અભ્યાસ અને અવલોકન પછી મને એ પ્રતિપાદન સ્વીકાર્ય લાગ્યું છે, નીતિશાસ્ત્રની આજ્ઞાઓને કારણે નહીં. ઇતિહાસ મનુષ્યે ઘડ્યો છે, ઉપરથી ઊતરી આવેલા દેવોએ નહીં અને એના પર લાંબી નજર ફેરવીએ તો પડતાં આખડતાં, સંધિ કે તહકૂબી કરતાં, મરીને બેઠાં થતાં કે બેઠાં થતાં મરી જતાં એણે જે કાચું માંસ ખાવાની અવસ્થામાંથી આજની અવસ્થાએ આવવાનો પુરુષાર્થ કર્યો છે તે કોઈ આંધળા પણ વાંચી શકે તેમ છે. ગુલામી નાબૂદ થઈ છે, સ્વાતંત્ર્યનો ક્રમશઃ વિસ્તાર થયો છે, રંગ, જાતિ, વર્ણના વાડાઓ ક્રમશઃ તૂટતા જાય છે, સહાનુભૂતિનું ક્ષેત્ર વિસ્તર્યું છે – આ હકીકતનો સ્વીકાર કોઈ સાહિત્યમાં કરે તો તે નીતિશાસ્ત્રને કારણે નહીં, પણ માનવજાતના બુનિયાદી અનુભવને કારણે. આ યાત્રા કોઈ સરળ યાત્રા નથી એ વાત પણ જે સાહિત્યકાર ભૂલે તે ગોથું ખાય છે. એથી તો ‘બંધન અને મુક્તિ’માં શેખરે ફાંસીએ ચડવું પડે છે. સુભગા છેલ્લી વેળાએ પણ તેને વરમાળા આરોપવામાં મોડી પડે છે. તેથી જ અમલાદીદી અને બોઝબાબુનો કાર્લને હાથે પરાજય થાય છે. મનુષ્યની આંતર કે બાહ્ય યાત્રામાં પરાજય મળ્યો જ નથી તેમ નહીં, પણ પરાજય પામવા છતાં તે બેઠો થયો છે તે મુખ્ય હકીકત છે એ અર્થમાં કવિ ઠાકુરની એ વાણીનો અત્યંત નમ્ર અનુયાયી છું. તેમણે કહ્યું છે કે ‘બાળક ચાલતાં શીખે છે ત્યારે એ કેટલીક વાર પડે છે તે મહત્ત્વની વસ્તુ નથી, પણ હરેક વાર તે બેઠું થાય છે તે મહત્ત્વની વસ્તુ છે.’

કલાની શક્તિ આ શ્રદ્ધામાં રહેલી છે. ભલે કોઈ વાર તે કલામાંથી નિરાશાના સૂર પ્રથમ સંભળાય તેવું આલેખન હોય પણ તે આલેખન પછી પણ એ નિરાશ થનારને બેઠો થવાની ચિનગારી આપવી જ જોઈએ, જેમ અશ્લીલનું આલેખન પણ વાચકને શ્લીલ તરફ ગતિ કરવા માટેનું વાહન બનવું જોઈએ. સુંદરમની વાર્તા ‘ખોલકી’ આનો એક નમૂનો છે.

Line 47: Line 48:
વળી ચરિત્ર-કીર્તન અને ઇતિહાસ-આલેખન પણ લલિત કૃતિ હોઈ શકે. ચિંતનની કૃતિ લલિત ન હોય તેવું હું નહીં કહું. ગિબનનો પ્રસિદ્ધ ઇતિહાસ Decline and Fall of Roman Empire આવી ચિંતનપ્રધાન કૃતિનો નમૂનો છે. ચિંતનપ્રધાન ગ્રંથોમાં ચિંતનની જાગરૂકતા આડખીલીરૂપ બને છે તેવું નિયમ તરીકે ન કહી શકાય. મનુષ્ય એટલે જ મનનશીલ પ્રાણી. પોતે જે પરિસ્થિતિમાં મુકાય તેના વિશે તે ચિંતન કરે જ નહીં, ભાવાવેશ અને કર્મ બે જ તેનાં અંગો હોય તેવું માનવું ઉચિત નથી. પણ આવું ચિંતન સપ્રમાણ હોય, અનિવાર્ય હોય અને સુલલિત હોય એટલું સારું. મારી કૃતિઓને આ મંતવ્યો પ્રમાણે જરૂર તપાસવી ઘટે.

  પ્રશ્ન : કલાકૃતિ એક સળંગ અને સતત પ્રક્રિયા છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં એ સતતતાનો અભાવ મને વર્તાય છે. આપ આ સ્વીકારો છો? કલાકાર તેના સર્જિત વિશ્વમાં – તેની સતતતામાં – લીલયા એકરૂપ હોવો જોઈએ. આટલી ખેવના આપે કરી નથી. નહિતર ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ એ આમેય જે યશપ્રાપ્તિ કરી છે તે સૈકાઓ સુધી ટકી રહેત! આપ કલાકૃતિમાં સતતતા અને સળંગતા વિશે શું વિચારો છો?

  ઉત્તર : મારી પોતાની કૃતિ વિશે હું કોઈ અધિકારપૂર્વક ઉચ્ચારણ કરું તે યોગ્ય નહિ ગણાય. પોતાના સંતાન તરફ જેમ માયા હોય તેમ પોતાની કૃતિ વિશે ગેરવાજબી માયા હોઈ શકે છે, પણ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ એક સુશ્લિષ્ટ નવલકથા થાય તે માટે તો આટલાં વર્ષો મેં એના જરૂરી અંકોડા ન મળે ત્યાં સુધી વીતવા દીધાં છે અને આગળ મેં કહ્યું તેમ કલાકૃતિને સર્જનનો પાયો તો એક અખંડ અને સપ્રમાણ ભાવાનુભવ છે, જે કૃતિમાં પ્રતિબિંબિત થવો જોઈએ. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના બે ભાગમાં આ સુશ્લિષ્ટતા ક્યાંય તૂટી હોય તો આવા ભાવાનુભવની ખામી ગણાવી જોઈએ. એમ હોય તો હું એવું ત્રીજા ભાગમાં ન રહે તેમ જરૂર ઇચ્છું.

  પ્રશ્ન : ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ પરથી અનેક રાત્રિઓ નાટક ભજવાયું. હવે તે પરથી ફિલ્મ તૈયાર થઈ રહી છે. ‘પરિત્રાણ’ નાટક ભજવાયું. ‘દીપનિર્વાણ’ પરથી હિન્દીમાં ફિલ્મ ઊતરવાની વાત ચાલેલી. આવા દરેક પ્રસંગે આપનો સર્જક શું અનુભવે છે? આપને શી અપેક્ષા રહે છે?

ઉત્તર : મારી અપેક્ષા કૃતિને એના આ નવા પરિવેશમાં ન્યાય મળે છે કે નહિ તે જોતા રહેવાની હોય છે. ઉપરાંત મારા કલ્પનાજગતને પ્રત્યક્ષ દેહમાં અવતરતું જોઉં ત્યારે કોઈક વાર અપવાદરૂપ પ્રસંગે કૃતિના વાચન કરતાં પણ વધારે આનંદ થાય છે. ખાસ કરીને ‘પરિત્રાણ’ નાટકના ‘શ્રીકૃષ્ણ’નું પાત્ર જોયું ત્યારે આવો અનુભવ થયો હતો. એને અર્થ એ થયો કે કોઈક વાર મૂળ કૃતિ કરતાં પણ અન્ય પરિવેશવાળી અનુકૃતિ વધારે ચડિયાતી હોઈ શકે અને એનું કારણ અન્ય પરિવેશોનું માધ્યમ વધારે ઇન્દ્રિયગત છે તે પણ હોઈ શકે.

પ્રશ્ન : આપની રચનાઓ પરથી એમ પ્રતીત થાય છે કે આપ ઈશ્વરમાં માનો છો. ઈશ્વરની અનુભૂતિ આપને થાય છે? આપ આ વિશે શું અનુભવો છો?

  ઉત્તર : આર્તભાવે ઈશ્વરને પ્રાર્થના કરીએ તો તે સાંભળે છે, મદદરૂપ થાય છે તેવું કોઈ કોઈ વાર અનુભવ્યું છે. ઈશ્વરની કરુણામાં મને શ્રદ્ધા છે, પણ એ વિશે બોલવું કે લખવું એ મારી મર્યાદા બહારની વસ્તુ છે.

પ્રશ્ન : સમાજકલ્યાણનાં ઉમદા કાર્યો આપ ચારેક દાયકાથી કરો છે. આટલા દીર્ઘ અનુભવ પછી એ વિશે કંઈ કહેવાની ઇચ્છા થાય છે? જો કે આપના સર્જકને આ સમાજકલ્યાણી ભાવનાએ અંશતઃ નુકસાન કર્યું છે એમ હું માનું છું. એ વૃત્તિને લીધે વ્યાસજીની જેમ અભદ્રને અને સમગ્રને આપ આલેખી શક્યા નથી. ભદ્ર, સુંદર, શીલમય અને આદર્શમયની ઉપાસના કરતાં આપ પેલા કુરૂપને આલેખી ન શક્યા. તેમાં આપને એક વ્યક્તિ(મનુભાઈ પંચોળી)ની ગમા-અણગમાની આંશિકવૃત્તિતા નથી લાગતી? સર્જકને તેની સકલતામાં આવી વૃત્તિઓ અવરોધે છે એમ આપને નથી લાગતું?

  ઉત્તર : મારાં જાહેર સેવાનાં કાર્યોએ મને લેખનકાર્યમાં ઊલટી મદદ કરી છે. દૃષ્ટાંત-લેખે મેં આંબલા, મણાર તથા સણોસરામાં મોટાં આંબાવાડિયાં અને ફળ-બાગો ન ઉછેર્યા હોત તો ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’નાં પ્રારંભિક પ્રકરણોનો સચ્ચાઈભર્યો મસાલો ન મળ્યો હોત. તેવી જ રીતે જો મેં પરદેશી સામ્રાજ્યવાદીઓની સામે લડતોમાં ભાગ ન લીધો હોત, હું જોખમી જીવન ન જીવ્યો હોત તો મારાથી ‘દીપનિર્વાણ’ ભાગ્યે જ લખાત. ‘પ્રેમ અને પૂજા’ તે રાજકોટ સત્યાગ્રહના અનુભવે પ્રેરેલ સર્જન છે. એ તો ઉઘાડી વાત છે કે આ અનુભવો તે તે નવલકથાઓમાં યથાતથ નથી - ન હોય, પણ તે અનુભવો વિના આ સર્જનની પ્રેરણા પણ ન હોત! અત્યારે લખાઈ રહેલી સૉક્રેટિસ પરની નવલકથા પણ દેશની ચાલુ રાજકીય પરિસ્થિતિના અનુભવોને અવલોકનના એક સંવેદનશીલ માણસ પર પડેલા પ્રત્યાઘાતોમાંથી થતું સર્જન છે. એટલે જાહેર સેવાના મારા જીવનમાંથી સાહિત્યસર્જનમાં મદદ મળી છે. જાહેર સેવામાં પણ ઘણાં નબળાં તત્ત્વોનો સામનો કરવો પડે છે. ત્યાં બધું Roses Roses (મખમલ મખમલ) નથી હોતું. સ્વાર્થ પ્રેરિત જૂથો, અદૂરદર્શિતા, મૂર્ખાઈ, ભોળપણ ઘણું ઘણું ત્યાં હોય છે. એટલે જે Ivory towerમાં બેસી રહે છે તેને કદાચ અભદ્રતા ન દેખાય, મારે તો રોજ તેની જોડે સમાગમ થાય છે. મારાં સર્જનોમાં અભદ્રતા કે કુરૂપતા નથી અને બધું સુશ્રી સુશ્રી છે તે મંતવ્ય પણ જે બધું ધ્યાનપૂર્વક વંચાય તો નિરાધાર છે તેમ દેખાય છે. દાખલા તરીકે મારી પહેલી પ્રસિદ્ધ થયેલી કૃતિ ‘જલિયાનવાલા’માં નાયકને અનિષ્ટ વિરોધી બળો ફાંસીએ ચડાવે છે. ‘1857’ લો તો તેમાં પણ તેનાં નાયક-નાયિકા બળવામાં નિષ્ફળ જાય છે, તેમને દગો દેવાય છે. ‘પ્રેમ અને પૂજા’માં સત્યાગ્રહના આગેવાન ભોળિયા અને વિરોધીઓ શઠ તરીકે ચીતરાયા છે. શઠો શરૂમાં ફાવે તેવું પણ છે. એટલે તમારું કથન મને તો વાજબી લાગતું નથી. જીવનની કડવાશનો પ્યાલો મેં પણ પીધો છે.

પ્રશ્ન : આનો અર્થ તો એ થયો કે આપ બાહ્ય પરિસ્થિતિઓને – બાહ્ય સંઘર્ષોને – આધારે જ પ્રેરાઈને લખો છો. વળી ‘પ્રેમ અને પૂજા’નું દૃષ્ટાંત લઈએ. પૂજ્ય નાનાભાઈ પ્રત્યેની આપની ભક્તિ આ નવલમાં પણ એવી ને એવી બેઠી નિરૂપાઈ છે. ભીતરી કશાકનું વિશ્વ કલાકારને આહ્વાન ન આપે, તે બહારના કશાકને આધારે આપને સર્જવાનું સૂઝે છે?

Line 67: Line 68:
ઉત્તર : બહારનું જગત અંદરના જગતને ધક્કો મારે છે. તેથી તો સર્જન થતું હોય છે. પણ કોઈ એમ કહે કે બહારના કંઈ પણ અનુભવ વિના માત્ર ભીતરના સ્વયમેવ ધક્કાથી કોઈ લખી શકે તો તે બરાબર નથી. એવું બની શકે કે બહારનો ધક્કો ઓછો અને ભીતરનો ધક્કો વધુ હોય. હકીકતમાં બહારનું જગત કલાકારના ચિત્તમાં પ્રવેશે છે, પણ તે તેવું ને તેવું બહાર આવતું નથી. કલાકારના સમગ્ર વ્યક્તિત્વનો તેની સાથે કોઈ અકથ્ય રાસાયણિક સંયોગ થાય છે. એટલે જ્યારે તે જગત બહાર આવે છે ત્યારે મૂળનું જગત હોતું નથી. નહિતર આપણે તેને સર્જન કહી શકીએ નહિ – સંગ્રહણ જ કહેવું પડે.

પ્રશ્ન : સણોસરાની લોકભારતી વિદ્યાપીઠના આપ નિયામક છો, સંનિષ્ઠ કેળવણીકાર છો. વળી આપે બે વખત શિક્ષણમંત્રી તરીકે પણ કામ કર્યું છે. કેળવણી વિશે આમૂલ પરિવર્તન કરવા આપ શું વિચારો છો? અભ્યાસક્રમમાં ધર્મને સ્થાન આપવા માટે આપનો શો ખ્યાલ છે?

ઉત્તર : કોઈ પણ નગર તેના નાગરિકોની સામૂહિક સમજદારી કરતાં વધારે ડહાપણવાળું હોઈ શકે નહીં. નગરના ડહાપણનું મૂળ નાગરિકોનું ડહાપણ છે. તે વાત જો ગળે ઊતરે તો સાચા શિક્ષણનું મહત્ત્વ સમજાય. આપણે લોકશાહી સમાજવાદની બહુ વાતો કરીએ છીએ, પણ લોકશાહીનો અર્થ સાથે મળીને સામાજિક સત્યની શોધ કરવી તે છે અને તે માટે સત્ય હજી કોઈને જડ્યું નથી. કઈ જગ્યાએ છે તેની કોઈને ખાતરી નથી. સંભવ છે કે તે મારામાં હોય, સંભવ છે કે તે બીજામાં હોય, સંભવ છે કે તે અત્યારે જે હાજર નથી તેમનામાં હોય. આ માટે નાગરિકોનો પરસ્પર પ્રત્યે એક પ્રકારનો આદર જ નહિ, પણ બંધુભાવ હોવો આવશ્યક છે. આપણી કેળવણીમાં આ સંસ્કાર આપીએ છીએ ખરા? નાત-જાતમાં વહેંચાયેલો આ સમાજ પહેલેથી બ્રાહ્મણોના શ્રેષ્ઠત્વમાં અને શૂદ્રની કનિષ્ઠતામાં માનતો આવ્યો છે અને તેથી શિક્ષણમાં પણ બુદ્ધિ તથા સ્મૃતિનું મહત્ત્વ, પરીક્ષા, હરીફાઈ, ઇનામો દ્વારા આપણે સ્થાપ્યું છે અને બીજું જે સમાજવાદની આજે ઝાઝી વાતો અને અમલ ઓછો થાય છે તેનો આખરે છેવટનો અર્થ તો એટલો જ છે કે માણસ માણસનું શોષણ ન કરે, પણ એકબીજાનું પોષણ કરે. આ વાત સમાજોપયોગી શ્રમનું ગૌરવ વધાર્યા સિવાય કેવી રીતે સિદ્ધ થઈ શકે? હું જે લઉં છું તેટલું પેદા ન કરું તો મારે કોઈની કાંધ પર બેસીને કોઈનું શોષણ કરીને જ જીવનવ્યહાર ચલાવવો પડે. આવા જીવનથી સમાજવાદ કેમ આવે? આપણું શિક્ષણ તો શ્રમનું સતત અગૌરવ અને વાસનાત્મક બુદ્ધિનું અકારણ ગૌરવ સ્થાપ્યા કરે છે. જ્યાં સુધી સામાજિક શ્રમ શિક્ષણનું સહજ અંગ ન બને ત્યાં સુધી કોઈ મૂળભૂત સુધારો શિક્ષણપ્રથામાં સંભવિત નથી. શ્રીકૃષ્ણ મહાન બુદ્ધિશાળી હતા, પણ બાલ્યાવસ્થામાં તેમણે ગોપ-ગોપીઓ સાથે જે છાણવાસીદાં કર્યા તેણે તેમને ધર્મ – સંસ્થાપનાનો મર્મ પૂરો પાડ્યો. એક યા બીજા પ્રકારે આજ લગી આપણે Slave Civilization (દાસસંસ્કૃતિ) સ્થાપ્યા કરી છે. આ બધી સંસ્કૃતિની સુશોભિત ઇમારતના પાયામાં કાં ગુલામ છે કાં શૂદ્ર કાં સર્વહારા (Proletariat). માક્સે એક જગ્યાએ આ વસ્તુને ભારે લાક્ષણિક રીતે કહી છે. તેણે કહ્યું છે : ‘આ સંસ્કૃતિ-આ બુર્ઝ્વા સંસ્કૃતિ – પેલા હિન્દુ દેવતા છે જે અમૃતનું પ્રાશન કરે છે પણ ખોપરીના વાસણમાં.’  

જ્યાં સુધી શ્રમનું ગૌરવ આપણે ન વધારીએ, બધા સમાજોપયોગી શ્રમનું, પછી તે બુદ્ધિનો હોય કે શરીરનો હોય પણ તેનું વળતર લગભગ સરખું ન કરીએ તથા બુદ્ધિમંતો એક અલગ વર્ગ તરીકે સ્વકેન્દ્રી બનતા ન અટકે ત્યાં સુધી મિલોવન જિલાસના ‘ન્યુ ક્લાસ’માં ચર્ચેલ કોયડો ઉકેલવાનો નથી. આ માટે નવી તાલીમને હું ઉત્તમ કેળવણીની પદ્ધતિ ગણું છું અને તેનો અમલ ન કરવાથી ભણેલ બેકારો, અસંતુષ્ટ ભણેલા, બુદ્ધિ અને શ્રમનો વિચ્છેદ, ઉત્પાદન-ક્ષમતાનો અભાવ, ઊંચાં અને ઊંચાં વેતનોની માગણી અને કેળવણીના ક્ષેત્રે એક પ્રકારની ધ્યેયહીનતા અને અરાજકતા ઊભાં થયાં છે.