ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/સમૂહગાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 36: Line 36:


સમૂહ :
સમૂહ :
{{gap}}પ્રેમ અમારો મહાદેવ, ને અને પ્રેમના નંદી જી
{{gap}}પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી
</poem><br>
</poem><br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 06:49, 13 April 2024

સમૂહગાન


સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદી જી!

અવાજ ૧ :
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યાં છે
અટકળની આ વાત નથી, મેં થોડાં થોડાં ચાખ્યાં છે...
ઠેર ઠેર એની કાયામાં વમળ-વર્તુળો ઊઠે છે
ઊંડે તાણી જાય છે, મારા
શ્વાસો
ક્રમશઃ
તૂટે છે

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી

અવાજ ૨ :
મોડું-વ્હેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે
જળસમૂહને એક છોકરી તણખ્ખલાથી ખાળે છે
દીવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે?
મીણનો જથ્થો નષ્ટ થશે, પણ અજવાળાંઓ ફેલાશે

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી

અવાજ ૩ :
શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે!
રૂપ કોઈનું, અટકળથી પણ આગળ જઈને અટક્યું રે!
જાણે પંખી ડાળ મૂકીને, જાત હવામાં ફેંકે જી
અથવા દૈનિકમાંથી શીર્ષક, વાચક સુધી ઠેકે જી

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી