ઉમાશંકરનો વાગ્વૈભવ/૧.સાપના ભારા: Difference between revisions

m
No edit summary
 
(4 intermediate revisions by one other user not shown)
Line 240: Line 240:
<small>+ ‘અભિનેય નાટકો’માં 4 પુરુષપાત્રો અને 6 સ્ત્રીપાત્રો મળી કુલ દસ પાત્રોનો નિર્દેશ ધીરુભાઈએ કઈ રીતે કર્યો છે તે પ્રશ્ન છે. લેખકે ‘પડઘા’ એકાંકીને આરંભે આપેલ પાત્રસૂચિ પણ ભૂલભરેલી છે.
<small>+ ‘અભિનેય નાટકો’માં 4 પુરુષપાત્રો અને 6 સ્ત્રીપાત્રો મળી કુલ દસ પાત્રોનો નિર્દેશ ધીરુભાઈએ કઈ રીતે કર્યો છે તે પ્રશ્ન છે. લેખકે ‘પડઘા’ એકાંકીને આરંભે આપેલ પાત્રસૂચિ પણ ભૂલભરેલી છે.
</small>
</small>
{{Poem2Open}}
ગામડામાં દલુચંદ શેઠ નામનો ધીરધારનો ધંધો કરનાર વાણિયો છે. એને ઘેર વીરા ખાંટના વારાથી, ત્રણ પેઢીથી એક ઠાકરડા કુટુંબનું ખાતું ચાલ્યું આવે છે. હાલ રૂપા ખાંટ દલુચંદનો આસામી છે. રૂપા ખાંટને ત્યાં વેવાઈ મહેમાન થાય છે અને તેમની આગતાસ્વાગતા માટે જરૂરી દાણોપાણી ઘરમાં નથી. એટલે રૂપા ખાંટની પત્ની હેતીબાઈ ઘેર કેરી ખાવા જેવા ચાર છોકરાં છતાં, એમના મોઢામાંથી કેરી છીનવી લઈ, તેમનો ટોપલો ભરી દલીચંદ શેઠને ત્યાં ઠાલવવા અને જરૂરી અનાજ ઉધારે લઈ જવા આવે છે. નાટકની શરૂઆત આ બિન્દુથી થાય છે. લેખકે નાટકના આરંભમાં સુખદેવ અને શકરીનો સંવાદ યોજ્યો છે. સુખદેવ પચાસેક વરસનો બ્રાહ્મણ છે; બોલવામાં કુશળ ને કંઈક મજાકી પણ લાગે છે. વળી તે હસતાં હસતાં કેટલુંક સાચું પણ શેઠ-શેઠાણીને સંભળાવી દે છે. આમ તો સુખદેવ રંગલા કે વિદૂષકનું પાત્ર નથી; એ ઠાવકું પાત્ર છે. તેમ છતાં પ્રસંગોપાત્ત; રંગલા કે વિદૂષકની જેમ ટોળ-ટકોરેય કરવાની તક જવા દેતો નથી. સુખદેવનું પાત્રસર્જન લેખકની નાટ્યસૂઝનું દ્યોતક છે. વળી સુખદેવ તથા દલુચંદ શેઠના બીજી વારનાં પત્ની શકરી શેઠાણીના સંવાદ પરથી દલુચંદ શેઠની કૌટુંબિક સ્થિતિ પણ જાણી શકાય છે અને નાટક માટેની યોગ્ય ભૂમિકા પણ સાંપડી રહે છે. શકરી શેઠાણી પચીસેક વરસનાં છે; લેખકે એમને ઘરેણાંથી સુસજ્જ બતાવ્યાં છે. ખાસ નિર્દેશ તો એમના પગે રમજોડુ છે તેની ઘૂઘરીઓ વાગે છે તેનો તેઓ કરે છે. આ રમજોડ નાટકમાં મહત્ત્વનું કામ કરી જાય છે. આગળ પર રમજોડનો અવાજ હેતીબાઈનાં પગનાં કડલાં તરફ સૌનું ધ્યાન દોરે છે. આ રમજોડ ને કડલાંને જોડાજોડ મૂકી જોતાં જ પ્રતીકાત્મક રીતે નાટકનો એક રહસ્યાર્થ વ્યંજિત થઈ રહે છે. સુખદેવ શકરી શેઠાણીને પંડે કામ કરતાં જોઈ ગુમાસ્તો રાખવાનું સૂચન કરે છે ને શકરીબાઈ એ પોતાના હાથની વાત નથી એમ જણાવે છે. સુખદેવ દલુચંદ શેઠનાં આગળનાં પત્ની જમનાબાઈ દુકાનના કામથી જ ભાંગેલ થઈ ગયાનું જણાવી આડકતરી રીતે શકરી શેઠાણીને કદાચ ચેતવવાનું કામેય કરી લે છે. શકરીબાઈ સાત વરસથી પરણીને આવ્યાં છે. પણ ઘરમાં હજી દીકરે દીવો જોયો નથી. સુખદેવ આ વાત ભારપૂર્વક કહે છે. દલુચંદ શેઠનાં ધનલોભ-કંજૂસાઈનો તે નિર્દેશ કરે છે. વળી ઘરના માણસને જંપીને નહિ બેસવા દેવાની દલુચંદ શેઠની ટેવની તે ટીકા કરે છે. સુખદેવ શકરી શેઠાણીને મોઢામોઢ કહે છે : “મને તો થાય છે કે દલુ વાણિયો આ પચાસ હજાર ઉપર સાપ થશે !” ને ત્યારે શકરી શેઠાણી “શું તમેયે” એટલું જ ઠપકાભર્યું મોઢે બોલીને વિરમે છે. શકરીબાઈ દલુચંદ શેઠને પરણીને ખરેખર એમના અંતરતમમાં સુખી હોય એમ જણાતું નથી. એમનું લગ્ન માત્ર બાંધછોડ – ‘ઍડ્જસ્ટમૅન્ટ’ – છે. આમ શેઠ વગેરેનો પરિચય આપતી સુખદેવની શકરી શેઠાણી સાથેની વાતચીત દરમ્યાન હેતીબાઈ કેરીના ટોપલા સાથે પ્રવેશે છે. તેઓ ૩૫ વર્ષનાં છે. હાથે તો કાચલીનાં બલૈયાં છે, પરંતુ પગમાં રૂપાનાં કડલાં છે. (ઘરેણું શરીર પરથી ઊતરતાં ઊતરતાં હવે પગમાં જ બચ્યું છે થોડુંક) આ હેતીબાઈને ઘેર ખેતી છે, તેમણે ‘સાત વીસો મણ’ ઘઉં પણ થયેલા, પરંતુ ‘લક્કડહિમે’ તે સાફ કરી નાખ્યા. હેતી આગળ પર આ હિમના સંદર્ભે જ દલુચંદ શેઠને “એ, હિમ પડ્યું એમાં હું શું કરું ?” એમ જ્યારે તે કહે છે ત્યારે સંભળાવે છે : “અમારા આયખામાં જ હિમ પડેલું છે ! તમે શું કરો ?” દલુચંદ શેઠ પૈસા સિવાય કોઈનેય જાણે ઓળખતા નથી. તેઓ સંવેદનબધિર છે. શકરી શેઠાણીયે પૈસા જેવી તેમને વહાલી નહિ હોય. શકરી શેઠાણીયે ઠાકોરશા’એ કરેલી શેઠની ટીકાટિપ્પણી જ્યારે સુખદેવમુખે સાંભળે છે ત્યારે ગુસ્સા કે રોષથી કંઈક જુદો જ ભાવ અનુભવે છે. કદાચ ઠાકોરશા’ માટે શકરી શેઠાણીના મનમાં કંઈક સુંવાળો ભાવ પણ હોય. દલુચંદને બાર ગામ દૂઝતાં હોવાની ઠાકોરશા’ની વાત સુખદેવ શકરી શેઠાણીને સંભળાવે છે ત્યારે શકરીબાઈ લજ્જાથી નીચું જોઈને કહે છે કે “ઠાકોરશા’ને અમારી – અમારા ઘરની જ વાત આખો દહાડો ઊકલે છે તો ?” સુખદેવ ત્યારે કહે છે : “ઠાકોરશા’ને તમારી એટલી અદેખાઈ હશે !” ને એમ કહીને હસે છે ત્યારે શકરીબાઈ : “જાઓ, જાઓ... !” એમ બોલી પછી આ મર્મવચન કહે છે : “એમ તો મને પણ આખી દુનિયાની અદેખાઈ આવે છે, શું કરું ?” શકરીબાઈને ઘેર અઢળક ધન-ધાન છે, ઘર ભરેલું છે, પણ ખોળો ખાલી છે; અને હેતીને ચાર છોકરા પર એક દીકરી (પરણાવેલી) છે, એમને ખોળો ભરેલો છે તો ઘર ખાલીખમ છે. શકરીબાઈ તેથી જ ફરિયાદ કરે છે : “ઈશ્વરને ઘેર પણ ન્યાય છે કાંઈ ?” આ શકરીબાઈ સુખદેવની ભલામણથી હેતીબાઈને ચાલતોડી મણેક મકાઈ કાઢી આપવા જાય છે ને ત્યાં જ દલુચંદ શેઠ આવી લાગે છે. દલુચંદ શેઠ શકરીને મકાઈ કાઢી આપતાં રોકે છે અને તેઓ પોતાના આસામી પાસેથી કંઈક કામનું કઢાવી લેવાના ખ્યાલમાં હેતીની માગણી વધુ ને વધુ કઠોરતાથી ઠુકરાવતા રહે છે. હેતીની આજીજી – એના કાલાવાલા આગળ દલુચંદની અવિચલતા અમાનુષી જેવી જણાય છે. શેઠ ઠંડી ક્રૂરતાનું પ્રતીક જાણે બની રહે છે. દલુચંદે તો એક અર્થમાં હેતીને કડલાં કાઢી આપવાની ફરજ પાડી તે પહેલાં જ જાણે રહેંસી નાખી હતી. ને આમાં વિધિની વક્રતા તો એ છે કે જે શકરીબાઈ વિના કડલાં લીધે હેતીને મણેક મકાઈ આપવા તૈયાર થયેલાં તેમનાથી જ હેતીને કડલાં ગીરવે મૂકીને મકાઈ લઈ જવાનું સૂચન થઈ જાય છે ! ને એવું સૂચન સ્ફુરાવવામાં, આગળ નિર્દેશ્યું તેમ, શકરી શેઠાણીના પગની રમજોડનો ઝણકાર પણ કારણભૂત થઈ રહે છે ! આ શકરી શેઠાણી હેતીબાઈને કડલાં કાઢતાં જોઈ – સહી શકતી નથી. એ કહેય છે ખરાં : “રહેવા દો હેતીભાભી ! એ તો સહેજ કહેતી’તી એમાં... ?”
પણ સ્વમાની હેતીબાઈ દલુચંદે એને જે રીતે ઉતારી પાડી છે તે જોતાં હવે રોકાઈ શકે એમ નહોતું. શેઠાણી કે સુખદેવને આંતરિક રીતે હેતીને રોકવાની ઇચ્છા હોય તોપણ દલુચંદની ઉપરવટ તેને રોકી શકે એમ નહોતાં ને દલુચંદને તો કડલાં કઢાવવા જતી હેતીને રોકવાની દાનત જ નહોતી. જેવા છે તેવા દલુચંદ ચાર કેરી એમ ને એમ પોતાને કાઢી આપે એટલા તો સુખદેવને માટે ઉપયોગી હતા જ.
હેતી પખા સોનીને ત્યાં જાય છે ત્યારે પખોયે દલુચંદની ટીકા કરે છે. હેતી કડલું કાઢી દેવાની પખાને વિનંતી કરે છે ત્યારે સમભાવપૂર્વક રૂપા ખાંટને આ મામલો પતાવવા માટે સોંપવાની શીખ દે છે, પરંતુ પરિસ્થિતિ એવી છે ને વાત એટલે સુધી પહોંચી છે કે હેતીને હવે કોઈ હિસાબે ધાન લઈને ઘેર પહોંચવું છે. સોની નિરુપાય કડલું કાઢવા બેસે છે. આ વખતે હેતીને થાય છે :
‘ગામમાં કયે પગે ચાલીને ઘર લગણ જઈશ ! વેવાઈએ પગમાં નહિ દીઠાં હોય ! વાટમાં પગ ભાંગી પડે તો હાશ થાય ! ઓ રામ ! મોતે વેરી થયું !’
(પૃ. ૯૫)
પખો સોની હેતીબાઈ પ્રત્યેના સમભાવથી કાઢેલાં કડલાં તોલ કરવા કાંટે ચડાવે છે ત્યાં જ પેલો દલુચંદ હાંફળો હાંફળો આવે છે. તેને પખા સોનીએ કડલાં કાંટે ચડાવ્યાં એ જ ગમતું નથી ને તેમાં વળી તે હેતીને કડલાંનો તોલ (સત્યાશીભાર) ખરેખરો તે કહી દે છે ને ત્યારે તો શેઠ પખાને “તમારાથી સિત્તેર ભાર ન કહેવાયું ?” એમ ઠપકો દે છે, ને અડધા નફાની લાલચનોયે ઉલ્લેખ કરે છે. આ પખો સોની તો જુદી માટીનો ચીતરાયો છે. એ દલુચંદને કહે છે :
“આવાં ગરીબગુરબાંની આંતરડી કકળાવીને તમે જ ફાયદો ખાટતા રહો એટલે બસ ! કમાય છે એટલાનો તો તમારે ત્યાં ઢગલો વાળે છે, બાપડાં ! તોય ધરાતા નથી ? ભૂત થશો ભૂત !”
પખા સોનીના આ શબ્દોમાં “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે” એમ અભિશાપપૂર્વક કહેનાર ઉમાશંકરના અવાજનો પડઘો પણ સંભળાય. શ્રી દલાલ તો કહે છે કે આ ઉક્તિ “ ’૩૨ને બદલે ’૪૨માં પણ આ નાટક લખ્યું હોત તો ખુદ ઉમાશંકર આ રીતે ન લખત.” <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૭.</ref> પખા સોનીના આ શબ્દો પણ દલુચંદને ખાસ અસર કરી શક્યા હોય એમ જણાતું નથી. જ્યારે હેતીબાઈ લપસી પડ્યાની ને તેને માથામાં વાગ્યાની વાત દલુચંદના સાંભળવામાં આવે છે ત્યારે તે તુચ્છકાર સાથે કહે છે : “કહેવાય નહિ ! સાળી મરીયે જાય ? કાયટાનો જોગ થઈ રહેશે, આટલામાંથી ?” આ વખતે પખાની માનવતા પોકારી ઊઠે છે ને તે પોતાના દીકરા હરખાને બૂમ પાડી પોતાની પત્નીનાં કડલાં મગાવે છે ને ત્યારે દલુચંદથી બૂમ પડાઈ જાય છે : “હરખા... ! લે... ! આ...” લેખકે આ એકાંકીની છેલ્લી ઉક્તિમાં મનુષ્યસ્વભાવની ચમત્કૃતિ મૂકી છે. માનવતા કદાચ દલુચંદની ક્રૂર ધનરસિકતાને મહાત કરી શકે એવી હજુ બળવાન છે ખરી એમ અંતે લાગે છે. આમ દલુચંદના હૃદયદૈવતની ઈષત્ ઊજળી આશા બંધાતી હોવા છતાં હેતીબાઈ જીવશે કે કેમ એ નિશ્ચયપૂર્વક કહેવાની સ્થિતિમાં ભાવક-પ્રેક્ષક રહેતો નથી. આવી સ્થિતિમાં એકાંકીનું સમાપન કરવાની વિશિષ્ટ આવડત આ લેખક પાસે છે. આ લેખકના એકાંકીઓનું અનુરણન ઠીક ઠીક સમય ચિત્તમાં રહે છે. ડોલરરાય માંકડે ઉમાશંકરના ‘સાપના ભારા’નાં એકાંકીઓના ધ્વનિપ્રધાન અંતોની ખાસ નોંધ લીધી છે. તેઓ લખે છે: “જેમ કાવ્યમાં અંતર્ગૂઢ રહેતા ધ્વનિથી કાવ્યસંવેદનની મોહક ચમત્કૃતિ જન્મે છે, તેમ આ નાટકોમાં પણ નિગૂઢપણે સ્ફુરાયમાણ થતાં ધ્વનિતત્ત્વથી જ એની રમણીયતા વધે છે.” <ref>ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૬-૭, પૃ. ૧૮.</ref> ડોલરરાયના આ અભિપ્રાયની સંગીનતા ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’ જેવાં ઉત્તમ એકાંકીઓ જોતાં સદ્ય પ્રતીત થાય છે.
લેખકે આ એકાંકીમાં કડલાંનો ઠીક ઠીક કલાત્મકતાથી વિનિયોગ કર્યો છે. હેતીના પાત્રનિરૂપણમાં – ને તેમાંય દલુચંદના ટાઢા ચાબખા સામે પોતાનું સ્વમાન રક્ષવા કરતી હેતીના નાટ્યનિરૂપણમાં લેખકે મનુષ્ય સ્વભાવની ઊંડી પરખ અને સૂક્ષ્મ જીવનદૃષ્ટિનો પરચો કરાવી આપ્યો છે. લેખકે હેતીની વાણીમાં લોકબોલીની તાકાતનો જે પરચો આપ્યો છે તે હૃદ્ય છે; દા. ત., ‘શેઠના મેમાન તે અમારે તો માથાના મૉડ બરાબર છે તો” (પૃ. ૮૫), “આ હમણાંનાં કળજગનાં વરસ કાઠાં નીકળે છે. નકર અમારે ખેતરે એક મીઠા સિવાય બધું પાકતું (પૃ. ૮૬), “અમારા આયખામાં જ હિમ પડેલું છે ! તમે શું કરો ?” (પૃ. ૮૬), “ચાર છૈયાં છે તે ઇંયાંની ચાંચમાંય કાંઈ ઘાલવું જોયે ને ?” (પૃ. ૯૩), “પણ ઘંટીને તો આજથી તાવ આયો છે !” (પૃ. ૯૪), “હવે હળવીફૂલ તરણાને તોલે છું... લગરીક કોઈ ઠીઠિયા કાઢે તોય વાયરે ઊડી જાઉં એવી થઈ છું.” (પૃ. ૯૬), “મારા પગ વાઢી લીધા હોત તો આ દશામાં ઘેર જવું તો નો પડત ?” (પૃ. ૯૭) – આ બધી ઉક્તિઓ જે તે વાક્યસંદર્ભમાં કેટલી ભાવાભિવ્યંજક ને તેથી પ્રભાવક છે તે ભાવક સહેજેય અનુભવી શકશે.
આ નાટક વિશે બે સામસામા છેડાના અભિપ્રાયો મળે છે ! શ્રી ‘સરયૂ’ લખે છે કે, ‘ઍન્ડ, ઑલટુગેધર, ઇન ધિસ પ્લે ઑફ નાઇનટીન પેઝીઝ, યુ હેવ એ પરફેક્ટ લિટલ માસ્ટરપીસ.” <ref>માનસી, વર્ષ–૨, ગ્રંથ–૪, પૃ. ૭૫૨.</ref> બીજી બાજુની જયંતિ દલાલ લખે છે : “ ‘કડલાં’ એકાંકી કે નાટક કોઈનેય પહોંચી ન શકતી કૃતિ છે.”૩૪ <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૭.</ref> શ્રી દલાલે પોતાના અભિપ્રાય માટેનાં સ્પષ્ટ કારણો આપ્યાં હોત તો ઇષ્ટ થાત. એ વાત સાચી છે કે આ એકાંકી બે દૃશ્યોમાં વિભક્ત હોઈ એની ચુસ્તતા એટલા કારણે થઈને થોડી ઓછી લાગે, એની સળંગસૂત્રતા થોડીકેય વિક્ષિપ્ત લાગે. આમ છતાં લેખકે વૈવિધ્યપૂર્ણ પાત્રસૃષ્ટિ, સરસ ભાવપરિસ્થિતિ તથા ઉત્કૃષ્ટ સંવાદ-ભાષાથી તેમ જ જાગ્રત કલાદૃષ્ટિથી આ નાટકને ઠીક ઠીક સફળ તો બનાવ્યું છે. એક તબક્કે કાલાવાલા કરતી અને બીજા તબક્કે કડલાંને બચાવી લેવાની પરવાયે ન કરતી હેતીના નિરૂપણમાં લેખકની નાટ્યકળા સુપેરે કોળ્યાની પ્રતીતિ થાય છે.
આ નાટક લખવામાં માર્ક્સવાદના પ્રભાવે અનિવાર્યપણે કામ કર્યું છે એમ માનીને ચાલવાની જરૂર નથી. કોઈ પણ સંવેદનશીલ લેખકહૃદયને આ વિષમતાઓ જો એ લેખકની માનવ્યલક્ષી ગતિ હોય તો સ્પર્શ્યા વિના રહે એમ નથી. વળી “એક બાજુથી ‘રૉ’ પ્રત્યે અભાવ થતો જાય છે અને બીજી બાજુથી માનવીએ માનવીના શા હાલ કર્યા છે એ માટેનો પુણ્યપ્રકોપ વધતો જાય છે.” એની ખેંચતાણ અનુભવતા લેખકમાનસના પ્રતીકરૂપે પણ ‘કડલાં’ને જોવાની જરૂર ખરી ? ‘પુણ્યપ્રકોપ’વાળી વાત તો ઠીક પણ “ ‘રૉ’ પ્રત્યેના અભાવ”ની વાત તારવવી જોખમી ને તેથી મુશ્કેલ છે. શ્રી દલાલ લેખકમાનસનાં વલણો નક્કી કરવાની દિશામાં જાય છે ત્યારે તે યાત્રા રસિક છતાં ઘણી જોખમી ને ક્યારેક પ્રશ્નપ્રેરક પણ બની રહે છે ! ‘કડલાં’ બાબતની એમની લેખકમાનસચિકિત્સા માટે સ્પષ્ટ ને વધુ પ્રમાણો–આધારોની અપેક્ષા રહે છે.
આમ તો અગાઉનાં પાંચ નાટકો કોઈ ને કોઈ પારિવારિક – સ્ત્રી-પુરુષ-સંબંધાદિ પ્રશ્નો સાથે સંકળાયેલ જણાય છે. કડલામાં સ્પષ્ટ રીતે આર્થિક પ્રશ્ન – શોષણનો પ્રશ્ન કેન્દ્રસ્થ બને છે.<sup>{{Color|Blue|S</sup> ને તેથી આ નાટકમાં અગાઉનાં નાટકોથી, અંતસ્તત્ત્વ સંબંધે ભિન્નતા છે ને બે દૃશ્યોને કારણે બાહ્ય સ્વરૂપે ભિન્નતા છે. આમ છતાં આ નાટક ‘એકાંકી’ના વર્ગમાંથી બાદ થતું નથી. કેટલીક અત્રે સૂચવી છે તેવી ત્રુટિઓ છતાં તેનો એકાંકી તરીકે ટકવાનો દાવો નકારી શકાય એમ લાગતું નથી.
‘પડઘા’ એક અંક, એક દૃશ્ય ધરાવતું, ૮ પુરુષપાત્રો અને ૫ સ્ત્રીપાત્રો <sup>{{Color|Blue|+</sup> ધરાવતું સામાજિક એકાંકી છે. તેનું વાતાવરણ મુંબઈ શહેરના એક માળાનું છે. સમગ્ર નાટક બાલમાનસની સાથે સંકળાયેલું છે. એનું વસ્તુ આમ તો સામાન્ય છે. મુંબઈની કોઈ પેઢીમાં મહેતાજી હોય એવા એક પુરુષ અને મૂળ ગામડાની પણ મુંબઈમાં આવી હોવાથી ટાપટીપ કરી પતંગિયા જેવી બનેલી તેની સ્ત્રી – એમ બે જણ બાળકોને ધાકધમકીથી ઘેર એકલાં છોડી નાટક જોવા જાય છે. છોકરાંઓ તેમના ગયા કેડે ‘દેશ દેશ’ – ‘મુંબઈ મુંબઈ’ રમે છે. એમની રમતમાં મોટાઓનું અનુકરણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમાં મોટેરાંઓના જીવનના સીધા પડઘા પડતા જાય છે. કિશોરાદિ બાળકોની રમતમાં કિશોરને જવાબદાર પતિ તરીકે પાઠ ભજવવાનો આવે છે ને તે “અમારા જેવડાં થાઓ ત્યારે તમેય...” એમ એના પિતા નાટક જોવા જતી વખતે બોલેલા તેમ જ બોલે છે, ને લેખકે ત્રાગડો એવો રચ્યો છે કે બરોબર આ જ ક્ષણે કિશોરનાં પિતા-માતા પેલો પુરુષ અને તેની પત્ની ખેલ ચૂકી ગયાથી ગુસ્સે થઈને – નિરાશ થઈને પાછાં ફર્યાં હોય છે. પુરુષ દાદર ચઢતાં જ પોતે બોલેલ એવું જ વાક્ય પોતાના પુત્ર કિશોરના મોઢેથી સાંભળી કદાચ એણે પોતાના ચાળા પાડ્યા એવી ગેરસમજ કરીને અવિચારીપણે લપડાક મારી દે છે ને કહે છે : “કમબખ્ત ! એક તો અમને ખેલ ચુકાડ્યો, ને હજી ચાળા જ પાડ્યા કરે છે ?” (પૃ. ૧૧૦)
સ્ત્રી ‘ઠંડા’ અવાજે દીકરી લલીને “લે’લી લલી ! આ મંમમ!” કહે છે, ને એકાંકી ત્યાં પૂરું થાય છે. લલી તો કિશોરને એના પિતાએ ગાલ પર જે મંમમ આપ્યું, તેનો જ વિચાર કરતી હશે ને ?
આ એકાંકીમાં “બાલ્યજીવનની રમતો દ્વારા બાળમાનસમાં કવિ આપણને ડોકિયું કરાવી આપણને પ્રસન્ન કરે છે.” <ref>અનુરણન, પૃ. ૧૪૯–૧૫૦.</ref> એટલું જ નહિ પણ વિચારતા કરી મૂકે છે એમ કહેવું જોઈએ. ચૌદમા રતનની વાતો કરતો, ખેલ ચુકાયો તેથી ગુસ્સે થઈ બાળકના બોલવાને ખોટી રીતે ઘટાવી તેને લપડાક મારતો પિતા કે બાળકોનાં સૂક્ષ્મ મનોવલણો નહિ સમજતી ને વિલાસ-મનોરંજનથી આકર્ષાઈ પોતાનું સ્વત્વ પણ ગુમાવતી જતી માતા – એમનો બાલઉછેરના સંદર્ભે વર્તાવ જોતાં ને એ વિશે વિચાર કરતાં એક વિષાદપ્રેરક અનુભવ પણ અહીં આપણને થાય છે.
રા. વિ. પાઠક ‘પડઘા’માં મા-બાપો છોકરાંને ખોટાં વચનો દઈ તેમને ખોટી રીતે દબાવી કેવાં વિકૃત કરે છે તેનું પણ ચિત્ર હોવાનું જણાવે છે. તેઓ લખે છેકે “આ ચિત્રનો સૌથી રમૂજી અને તે સાથે કરુણ અંશ તો છોકરાં શહેરમાં રહ્યાં રહ્યાં ગામડાનાં દૃશ્યો રાત્રે ભજવે છે એ છે !” <ref>‘પરિચય’; સાપના ભારા, પૃ. ૧૫.</ref> ‘પડઘા’માં એક સાથે શહેરમાં ગામડું અને ગામડામાં શહેર દેખાતું હોવાનું તેઓ જણાવે છે. રા. વિ. પાઠક છોકરાં ગામડાંના દૃશ્યો ‘રાત્રે’ ભજવતાં હોવાનું જણાવે છે. લેખકે સાંજનો સમય આમ તો આપ્યો હોવાનું જણાવે છે, જોકે રાત પડે – અંધારું થાય તે પહેલાં નાટ્યઘટનાઓ પૂરી ન થઈ હોય એવો અર્થ લેવો હોય તો લઈ શકાય, પરંતુ તે અનિવાર્ય નથી.
શ્રી ‘સરયૂ’ આ નાટકની ગૂંથણી ‘બહુ સારી’ નહિ હોવાની ફરિયાદ કરે છે. એમને આ નાટકનું લખાણ ‘ઉતાવળિયું ને અસંબદ્ધ’ જણાય છે, ને તેથી ‘પડઘા’ને જો લેખક નવેસરથી લખે તો વધારે સુશ્લિષ્ટ ગૂંથણીથી ને સહેજ (સહજ ?) વિકાસથી સરસ બનાવી શકે” એમ તેઓ માને છે. <ref>માનસી, વર્ષ–૨, ગ્રંથ–૪, પૃ. ૭૫૨–૭૫૩.</ref> શ્રી દલાલ આ નાટક વિશે લખે છે : “કટાક્ષને સસ્તો બનાવ્યા વિના ઘરમાં ડોકરાં ને બહાર છોકરાનું એક સરસ ચિત્ર આપવા સાથે શહેરી જીવને આણેલી વિકૃતિ અને આળપંપાળને પણ જીવંત કરી છે. એને નાટકમાં ગાંઠવાનો યત્ન સ્તુત્ય, નિરક્ષણ વેધક, કાને ઝીલેલા પડઘા પ્રશસ્ય પણ અંત આવતાં સમેટવાની ઉતાવળ દેખાય છે. એક મોહક અને પ્રામાણિક ચિત્ર જોવાનો સંતોષ જરૂર પ્રાપ્ત થાય પણ અંત શિથિલ.” <red>કવિનો શબ્દ, પૃ. ૧૫૭.</ref> નાટકના સંદર્ભમાં આ બંનેય અભિપ્રાયનો વિચાર કરતાં એટલું તો લાગે છે કે આ નાટક કેટલીક રીતે વિશિષ્ટ હોવાથી આકર્ષક છે; છતાં વધુ માવજત, વધુ એકાગ્રતા નાટ્યલેખક પાસે માગી લે છે. આ એકાંકી ‘સુંદર અભિનેય નાટક’ <ref>ડૉ. ધીરુભાઈ ઠાકર; અભિનેય નાટકો, પૃ. ૧૦૯.</ref> હોવાની ક્ષમતા ધરાવે છે. પાત્રબાહુલ્યનો નિર્દેશ જંયતિ દલાલ કરે છે, આમ છતાં પાત્ર-આયોજન વધુ સુવ્યવસ્થિત રૂપે થવું ઘટે. એમાં આવતાં કૉલેજિયનનાં પાત્રો “બહુધા નિરર્થક પાત્ર-ઉમેરણ” <ref>ડૉ. મહેશ ચોક્સી; ‘ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ’, પૃ. ૩૦૧.</ref> રૂપ હોઈ ખુશીથી ટાળી શકાય. આ નાટકમાં કવિએ મનોવૈજ્ઞાનિક સૂઝ પણ ઠીક બતાવી છે. બાળકો રમત કરતાં કરતાં – એમની કલ્પનાની સૃષ્ટિમાં વિહરતાં વિહરતાં વચમાં તત્ક્ષણની વાસ્તવિકતાનો ખ્યાલ જે રીતે સંવાદમાં અભિવ્યક્ત કરે છે તે આકર્ષક છે. આ નાટકનું વસ્તુ જે તે વયકક્ષાનાં બાળકોને માટે સમજવું-ભજવવું ભારે પડે કે નહીં એ પ્રશ્ન છે. આમ છતાં બાલ-અભિનેતાઓને ભજવણી માટે અવકાશ આપે એવું તો આ નાટક જરૂર બન્યું છે. ઉમાશંકરના સફળ નહિ તો વિશિષ્ટ નાટક તરીકે આ નાટકને યાદ રાખવું જ પડે.
‘દુર્ગા’ એક અંક ને એક દૃશ્ય ધરાવતું, તેમ જ ‘સાપના ભારા’માંનું ઓછામાં ઓછાં પાત્રો – ૧ સ્ત્રીપાત્ર અને ૨ પુરુષપાત્રોવાળું ‘બધાથી જૂદું પાડી જાય એવું’ <ref>‘પરિચય’; સાપના ભારા, પૃ. ૧૫.</ref> સામાજિક એકાંકી છે. ધીરુભાઈ એને ‘સુંદર અભિનેય તત્ત્વવાળું વિચારગર્ભ નાટક’ <ref>અભિનેય નાટકો, પૃ. ૯૨.</ref> કહે છે. આ નાટકમાં નગરનું વાતાવરણ છે.
નાટકના આરંભમાં દુર્ગાને ‘એક જ દે ચિનગારી’ આરતપૂર્વક ગાતી બતાવવામાં આવી છે. નિ:સંતાન ગૃહિણી દુર્ગાની આ ગીત ગાતાં જે તન્મયતા છે તે નોંધપાત્ર છે. ‘ચિનગારી’નો અર્થ સમગ્ર નાટ્યસંદર્ભમાં દુર્ગાની પુત્રૈષણાને અનુલક્ષતો વિશિષ્ટ થઈને રહે છે. આ દુર્ગાનો પતિ હરનાથ સશક્ત અને ચપળ, ભલો અને સહનશીલ, સિદ્ધાંતનિષ્ઠ ખાદીધારી પચીસ વર્ષનો યુવાન સેવક છે. તે ઉદારચરિત અને વિનોદવૃત્તિવાળો છે. તે દુર્ગા સાથે મીઠી મજાક કરતાં સંભાષણમાં ઊતરે છે. તે દુર્ગાને હળવી રીતે ‘સૂકા સેવકની પત્ની’ હોવાનું જણાવે છે. દુર્ગા હરનાથ પર જરાતરા ચિડાયેલી રહેતી જણાય છે. કદાચ એના મનમાં ઊંડે ઊંડે કોઈ અસંતોષનું તત્ત્વ હોય ! હરનાથ ‘એક જ દે ચિનગારી’ ગીત – ભજન રોજ રોજ દુર્ગા ગાતી હતી તે વિશે કહે છે ત્યારે દુર્ગા કહે કે “એ મારી નિત્યનવી પ્રાર્થના છે. હું મારે મારા જીવનની માગણી એમાં ગૂંથી શકું છું. તમે એક દિવસ જરૂર હારશો અને કુદરત ને હું જીતીશું.” દુર્ગાની આવી વાતથી હરનાથને દુ:ખ થાય છે. તે દુર્ગાને કહે છે : “અરે ! તું ‘એક જ દે !’ કાં કહે છે ? તું તો સાક્ષાત્ ભારતમૈયાનું સ્વરૂપ છે. તેત્રીસ કોટિ તારાં જ સંતાન છે ને ? આવો ભયંકર અર્થ તું ગીતામાં વણી શકે છે એ જોઈ હું કંપું છું.” અને આમ દુર્ગા અને હરનાથની વચ્ચે વિવાદ શરૂ થઈ જાય છે. હરનાથ આદર્શવાદી યુવાન છે. દુર્ગા હરનાથના આદર્શ સુધી પહોંચી શકેલી નથી. એની એવા કોઈ આદર્શે પહોંચવાની અંતરની અભીપ્સા હોય એમ પણ કળાતું નથી. એનાં રસરુચિ હરનાથથી જુદાં જણાય છે. હરનાથ તો કહે જ છે કે “તારી તૈયારી જ મોળી છે.” હરનાથ જેલને મહેલ કરનારો, જંગલમાં મંગલ માનનારો દૃઢ સંકલ્પબળવાળો ‘યુવાન’ છે. પોતે ધ્યેય નજર સમક્ષ રાખીને જ દુર્ગાનો વિચાર કરવાવાળો છે. દુર્ગાને એનું કઠોર નિયમપાલન પણ ખૂંચતું જાય છે. ઘેર એક પુરુષ મહેમાન છે ને ત્યારે ફરવા જવાનું મુલતવી રાખવાનો અપવાદ કરવા હરનાથ તૈયાર નથી. હરનાથ “એ ઊઠશે, દાતણપાણી કરશે ત્યાં સુધીમાં હું આવી જઈશ” એમ પણ કહે છે. વળી મહેમાન ચા પીતા હોય તો મૂકી આપવાનું અને પોતાને ચાનું વ્યસન ન હોય માટે સામાને ચા પીતાં સંકોચ થાય તેવું ન બને એની કાળજી લેવાનુંયે તે સૂચવે છે. દુર્ગા ઘરમાં પેલા પુરુષ મહેમાન જ હોય તે પરિસ્થિતિમાં એક કલાક કેમ કાઢશે તેની અમૂંઝણ અનુભવે છે ને ત્યારેય હરનાથ માનસિક નરવાપણું પ્રકટ કરતાં કહે છે : “તું હજી ગામડિયણની ભીરુતા છોડી શકતી નથી. એમની સાથે બેસી બોલીશ-ચાલીશ તો તને કંઈ ઉપાડી નહિ જાય ?” (પૃ. ૧૧૫) દુર્ગા હરનાથને “લાજો જરી” કહીને મહેમાનનું ઇંગિત કરી આવું ન બોલવા સૂચન કરે છે. આમ કહેતી વેળાએ આ આવેલા મહેમાન સાથે એક વાર પોતાનું નક્કી થયાની નાટ્યદૃષ્ટિએ – ભાવદૃષ્ટિએ મહત્ત્વની એવી વીગત પણ તે કહી દે છે ને હરનાથ તે વીગતના અનુસંધાનમાં “તો હજુય ક્યાં... ?” એમ એ સંબંધ બાબત હજુયે અવકાશ હોવાનો હળવી રીતે નિર્દેશ કરવા જાય છે ત્યારે દુર્ગા બેભાન જેવી થઈ હરનાથને ઉપાલંભ આપે છે. દુર્ગાની ના છતાં હરનાથ પોતાના નિયમાનુસાર સવારે લટાર મારવા નીકળી પડે છે ને તેથી દુર્ગા ક્રુદ્ધ થઈ “હું તો તમને પરણી છું કે તમારા વ્રતોને ?” એમ બબડે છે. દરમ્યાન બિહારી જાગી ગયો હોય છે.
આ બિહારી, લેખક જણાવે છે તેમ, છવ્વીસ-સત્તાવીસ વર્ષનો છે. તેનો ‘દેખાવ શહેરની ધમાલોને સમજવાની શક્તિ ધરાવનાર ગ્રામવાસી જેવો’ છે. આ બિહારી જાગી જતાં હરનાથના જવા વિશે પૃચ્છા કરે છે. હરનાથના આદર્શપરાયણ જીવનને બિરદાવે છે, જ્યારે દુર્ગા તો નિયમપાલનના સંદર્ભે ‘આખો દિવસ ઘડિયાળ સામું જો જો કર્યા કરવાના’ વલણ સામે નાપસંદગી વ્યક્ત કરે છે. બિહારી જ્યારે હરનાથ જેવા ‘જાત ઉજાળનાર’ની પ્રશંસા કરે છે ત્યારે દુર્ગાથી પોતાનાં કરમ ફૂટી ગયાનું ઇંગિત થઈ જાય છે. આથી બિહારીને નવાઈ લાગે છે. બિહારીને મન તો હરનાથને દુર્ગાનાં લગ્ન ‘આદર્શ લગ્ન’ હોય છે; જ્યારે દુર્ગા તો હરનાથને પરણીને અસંતુષ્ટ હોય એવી લાગણી વ્યક્ત કરતાં કહે છે : “આ મહાન પુરુષો જોડે નાની સ્ત્રીઓએ જીવતર કેમ કાઢવું ?” હરનાથ જેવા લોકો પરણતા શા સારુ હશે ? – એવો પ્રશ્ન પણ એને થાય છે. દુર્ગા હરનાથ બાબતે આક્રોશપૂર્વક કહે છે :
{{Poem2Close}}
<poem>
“એમની પહેરાવી ખાદીઓ પહેરી, ચા-પાણી છોડ્યાં, અંત્યજોને આપણા ગણ્યા, પણ આ તો, કહે છે, સાવ છેલ્લે પાટલે જઈને બેસું ! હું તો ચોખ્ખું કહું, મહાત્માની બૈરી થવાનું મારું ગજું નથી !...” (પૃ. ૧૧૯)</poem>
{{Poem2Open}}
દુર્ગા સરલાને કનુ-ગોપાળ એ બે સંતાનો હોવાથી એમને પરમ ભાગ્યશાળી માને છે. દુર્ગાની અસંતુષ્ટ મનોદશાનું કારણ સમજતાં હરનાથ સાથેના પોતાના અતિ નૈકટ્યના સંબંધે બિહારી તેને સમજાવવાનો પ્રયાસ કરવાનું જણાવે છે; અને એને અનુષંગે કહે છે કે “હું એને સીધો સવાલ કરીશ કે પોતે પત્નીનો પતિ રહેવા ન માગે તો બીજો મેળવી આપે.” આ શબ્દો પછી દુર્ગા ને બિહારી કંઈક લપસણી – જોખમી ભૂમિ પર ચાલે છે. ‘દુર્ગાને માટે હવે રસ્તો કયો’ – એ પ્રશ્ન બંનેને મૂંઝવે છે ને હરનાથે કરેલી ભૂલ સુધારવાના ઉપાય વિશે ચિંતન ચાલે છે. દુર્ગા ‘ભૂલ સુધારવા’ માટેના પ્રયાસમાં બિહારીની હિંમત પણ શોધે છે; ને બિહારીયે કંઈક વિચિત્ર ભાવ અનુભવતો જણાય છે. બિહારી બીજી સુધારણાઓના કરતાંયે સંસારસુધારા પર ભાર દેવા માગે છે. ને એ બાબતેય હરનાથની ઉદારતા દુર્ગાને પરેશાન કરનારી જણાય છે. દુર્ગા-બિહારી બંને કંઈક વિચિત્ર ભાવાવસ્થામાં સરે છે, પરંતુ કશુંયે સ્ખલન થાય – અનિષ્ટ થાય તે પૂર્વે જ હરનાથનો પ્રવેશ થાય છે. દરમ્યાન બિહારીની નજર દુર્ગાએ લીધેલા ફાનસના અજવાળે પ્રકાશતી ગાંધીજીની તસવીર પર જાય છે અને ‘વિશુદ્ધિનું શોધન’ તુરત જ આરંભાઈ જાય છે, હરનાથના પ્રવેશ સાથે જ આ પ્રક્રિયાનું પણ આરંભાઈ જવું એ નાટ્યદૃષ્ટિએ અર્થપૂર્ણ બાબત બની રહે છે. હરનાથ દુર્ગાની આકાંક્ષા પૂછે છે, જેની આમ તો એને ખબર છે જ. દુર્ગા પ્રગટ રીતે કહેતાં જરી ખમચાય છે ત્યાં બિહારી “બે... નાં... ત્ર...ણ...”નો નિર્દેશ કરે છે તે ત્યાં જ કોઈ બાઈએ અનાથાશ્રમના ઓટલે છોડી દીધેલ બાળક, જે હરનાથ શાલમાં વીંટાળી લાવ્યો છે તે રડે છે ને હરનાથ આ બાળકની પ્રાપ્તિમાં ઈશ્વરની પ્રાપ્તિ માની “દોઢ અબજને તારાં કરી શકતી નથી, તો લે આ એક જ – ને તારું કર !” એમ કહે છે ને પછી ચંડી મટી દુર્ગા થવાનું સૂચન કરે છે. દુર્ગા છેવટે ‘દુર્ગા’ બને છે. બિહારી દુર્ગાના પક્ષે કંઈક કહેવા ઇચ્છે છે પણ દુર્ગા તેને રોકતાં પોતાની નબળાઈ ખંખેરી નાખી ઉત્કૃષ્ટ સંકલ્પબળ દાખવતાં જણાવે છે : “એમ તો મેં સાત વરસ એમની સામે ગાળ્યાં છે.”
નાટકના અંતમાંનો દુર્ગાનો આ ઉદ્ગાર એનું ઉન્નયન જ નહિ, હરનાથનો વિજય પણ સિદ્ધ કરે છે. હરનાથનું સત્ય અને સત્ત્વ નિરર્થક ગયાં નથી. એ પ્રભાવશૂન્ય રહ્યાં જ નથી એની સચોટ પ્રતીતિ અંતે થઈને રહે છે.
આ એકાંકીનું વસ્તુ લેખકને તત્કાલીન ગાંધી આદર્શવાળા હવામાનમાંથી મળ્યું હશે એમ ધારણા બાંધી શકાય. રા. વિ. પાઠક જેવા વાર્તાકારો પણ ‘બે મિત્રોની વાર્તા’ જેવામાં કંઈક આવી જાતના વસ્તુને વાર્તામાં અજમાવતા જણાય છે.
શ્રી ‘સરયૂ’ આ નાટકના સંદર્ભમાં લખે છે : “આદર્શો અને ‘હ્યુમન અર્જ’ એ બે વચ્ચેનું સનાતન યુદ્ધ નાટકકારે બહુ સરસ રીતે ચીતર્યું છે. ને બિહારીનો પ્રસંગ વચ્ચે વણી લઈ એને ઓર બહલાવ્યું છે... એકંદરે આ સંગ્રહનાં ૧૧ નાટકોમાંનું આ એક ઉત્તમ કહી શકાય.” <ref>‘સરયૂ’; માનસી, વર્ષ–૨, ગ્રંથ–૪, પૃ. ૭૫૩–૪.</ref> આ પછી દુર્ગાના પાત્ર વિશે લખતાં જણાવે છે : “ઇટ ઇઝ સો ઇન્ટેન્સલી હ્યુમન ! ઍન્ડ ફૉર ધૅટ વૅરી રીઝન, ગ્રેટ !” એકંદરે તો ‘સરયૂ’નું મંતવ્ય અનુકૂળ છે તેમ છતાં આ નાટક બાબતમાં શ્રી દલાલનો જે અભિપ્રાય છે તેની ઉપેક્ષા કરવી મુશ્કેલ છે. શ્રી દલાલ “ ‘દુર્ગા’ ઘણીબધી રીતે ઉમાશંકરના નાટ્યલેખનમાં સીમાસ્તંભ છે” એમ જણાવે છે. ‘આ એક નાટક અને બીતાં બીતાં કહીએ તો ‘ત્રણને ત્રીસે’ (‘શહીદ’ સંગ્રહમાં) સિવાય ઉમાશંકરે (૧૬૦)ૉઇડને પોતાના કોઈ નાટકની નજીક આવવા દીધા નથી” <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૮.</ref> એ પણ તેઓ કહે છે ને તે સાથે આ નાટકમાં “વસ્તુ વાસ્તવિક, ઉકેલ સૂઝાળ અફલાતૂની” <ref>એજન, પૃ. ૧૫૯.</ref> એમ માર્મિક વાત પણ કરે છે. ઉમાશંકરે આ નાટકમાં જે રીતે જીવનના એક મહત્ત્વના પ્રશ્નને સમેટી લીધો છે તેમાં તેમને વિશેષતા જણાય છે અને તે ચર્ચાયોગ્ય હોવાનું પણ લાગે છે. આ નાટક ઉમાશંકરનો નાટક પર ‘હાથ બેસી ગયો હોવાની’ પ્રતીતિ આપે છે, પણ એમાં ચાતુરીયે કેટલો ભાગ ભજવ્યો તે જોવાનું પણ ભાવકોને રહે છે. શ્રી દલાલ એક સચોટ પ્રશ્ન આ નાટકની દુર્ગાના અનુસંધાનમાં પૂછે છે : “કોઈ પણ નારી પુત્રૈષણા વ્યક્ત કરે છે ત્યારે એ ખરેખર શું વાંછે છે ?” કદાચ એના ઉત્તરનો વિચાર કરતાં આ નાટકના અંત વિશે કંઈક અસંતોષ રહી જવાનો સંભવ નકારવા જેવો નથી. નાટકમાં અંતમાં અવનવા પ્રકારના ડોકિંગનો પ્રયોગ થયો હોવાનું તેમનું મંતવ્ય ધ્યાનાર્હ છે.
ડૉ. ચંદ્રકાન્ત મહેતા આ નાટકને બીજાં નાટકોથી કદાચ ‘ભાવનાલક્ષી નાટક’<ref>અનુરણન, પૃ. ૧૪૯.</ref> હોવાને કારણે જુદું પડી જતું માને છે. આમાં ભાવનાલક્ષિતા આમ તો હરનાથના પાત્ર પૂરતું મર્યાદિત છે, દુર્ગાને તો એમાં ખેંચાવું પડે છે. બિહારીને હરનાથની ભાવનાપરાયણતા માટે માન છે, પણ પંડે તે નાટકના સમય સુધી તો ભાવના પર જીવન જીવી શક્યો નહોતો. ભવિષ્યની વાત અલગ છે. લેખકની ખૂબી તો ભાવનાની સાથે જ દુર્ગાની માનવીય અપેક્ષા – આવશ્યકતા સાથેની જે ટકરામણ છે તે બતાવવામાં છે. લેખક આ નાટક દ્વારા બ્રહ્મચર્ય જેવી કોઈ ભાવનાનો વિજય બતાવવા ઇચ્છે છે એમ નથી, તેઓ તો કલ્યાણકર્તા હરનાથ પોતાના દાંપત્યજીવનમાંયે કેવો દુર્ગતિથી બચી જાય છે તેનું કદાચ વાસ્તવિક ભાન કરાવવા માગે છે. હરનાથ –દુર્ગાને ઈશ્વરનું પીઠબળ પેલા અનાથ બાળક દ્વારા જાણે મળી રહે છે. દુર્ગાનું બળ, પોતાને નિર્બળ બનાવે એવી ઘાંટીમાંથી હેમખેમ પસાર થઈ જઈ, સમજપૂર્વક હરનાથની પડખે ઊભા રહેવાના અડગ નિર્ધારમાં પ્રગટ થાય છે. દુર્ગા નાટકના આરંભે હતી તેથી વધુ તેજસ્વી ને બળવતી અંતે પ્રતીત થાય છે ને તેમાં હરનાથની રચનાત્મક શક્તિનો હિસ્સો ઓછો નથી, એમ પણ લાગે છે. પોતાની નબળાઈ સામે ઝૂઝવાનો, ઝૂઝતાં ઝૂઝતાં ટકવાનો ને એ પર પ્રસંગોપાત્ત, વિજય મેળવવાનો મનુષ્યનો જે આંતર ગુણધર્મ, તેનો સાક્ષાત્કાર પણ અહીં થઈ રહે છે. ‘શેર માટીની ભૂખ’ પ્રગટ કરતી એક સ્ત્રીની વેદના એ આમ તો જાણીતું વસ્તુ છે. પણ એકંદરે લેખકે કૌશલ્યપૂર્વક તેને નાટ્યરૂપમાં ઢાળ્યું છે.
ઉમાશંકરનાં જે કેટલાંક નોંધપાત્ર નાટકો છે તેમાં આ નાટક હરનાથ–દુર્ગાનાં પાત્રવૈશિષ્ટ્ય ને કુશળ રજૂઆતશૈલીને કારણે સહેજેય સ્થાન પામે એવું છે.
‘ગાજરની પિપૂડી’ એક અંક, એક દૃશ્ય ધરાવતું, કેવળ છ પુરુષપાત્રોવાળું સામાજિક એકાંકી છે. રા. વિ. પાઠક તેને ‘કટાક્ષચિત્ર’ કહે છે. આ એકાંકીનું વાતાવરણ શહેરી છે. એમાં પ્રમોદ, કપિલ, શશિકાન્ત, વસંતાદિ યુવાન પાત્રો છે. લેખકે આ પાત્રોમાં કલાત્મક રીતે વિભિન્નતાનું તત્ત્વ નિરૂપ્યું છે. શશિકાન્ત જેવાં પાત્રો નમૂનારૂપ (‘ટાઇપ’) લાગે. આમ છતાં લેખકે આ યુવાનોનો સૂક્ષ્મ સ્વભાવભેદ નિરૂપવામાં ઊંડી કલાસૂઝ દાખવી છે. પ્રમોદ, કપિલ, શશિકાન્ત આદિ પાત્રો કશુંક કરીને આગળ આવવા માગે છે અને તેથી છાપું કાઢવાની યોજના વિચારે છે. આ વિચારણામાં શેખચલ્લીનું તત્ત્વ લેખકે ઠીક રીતે બતાવ્યું છે. અહીં દરેક યુવાન વાત ભાવના-વિચારની, પરિવર્તન-ક્રાંતિની કરે છે; પણ અંદરખાને તો પોતાનું જ હિત વિચારે છે. સાહસની વાત કરે છે, પણ જોખમના વિચારમાત્રથી ડરે છે. વસંત જ્યારે છાપાની યોજના પોલીસની આંખમાં કણીની માફક ખૂંચી હોવાની વાત કરે છે ત્યારે કપિલ એમાં છાપાના તંત્રી તરીકે પોતાનું નામ પ્રગટ કરવા રાજી નથી. કપિલ ને શશિકાન્ત બેયની સ્વાર્થપરાયણતા – આત્મરતિ ઠીક ઠીક ધ્યાન ખેંચે છે. આ યુવાનોમાં જે છીછરાપણું છે તેને લેખકે ઠીક ઠીક ઉપસાવ્યું છે. છેવટે તો આ એકબીજાને ટેકે આગળ આવવાના મનસૂબા સેવતા વિફલ સ્વપ્નસેવીઓને પદ્માકર ઠીક સપાટા લગાવે છે. પદ્માકર દરેકને કડવું લાગે તે રીતે સત્ય સંભળાવે છે ને અંતભાગમાં છાપાનું નામ રાખવા બાબત સૂચન કરતાં કહે છે : “ત્યારે નામ કહું ? ‘ગાજરની પિપૂડી’ ! ચાલે ત્યાં લગી ચલાવજો ! તમારું લાંબું ચાલે એમ લાગતું નથી ! – નહિ તો પછી ચાવી ખાજો...”
આ નાટકનું વસ્તુ યુવાનોને સ્પર્શતું હોઈ ઉલ્લેખનીય છે; પરંતુ નાટ્યદૃષ્ટિએ આ કૃતિ નિષ્ફળ છે. શ્રી ‘સરયૂ’ નોંધે છે તેમ, ‘થીમ’ સારું છે છતાં એનું ‘એક્ઝિક્યુશન’ સારું નથી. એમાં ચબરાકીભરી વાતચીત (‘ક્લેવર કૉન્વરસેશન’)ના ચમકારા છે, પરંતુ નાટ્યચમત્કૃતિ નથી. આ નાટક બડીબડી અર્ધદગ્ધ વાતો કરીને છૂટા પડતા કૉલેજિયનોના એક વર્ગનો નમૂનો (‘ટાઇપ’) રજૂ કરે છે.<ref>માનસી, વર્ષ–૨, ગ્રંથ–૪, પૃ. ૭૫૨–૩.</ref>
જયંતિ દલાલ આ નાટકને ‘મૌગ્ધ્યભરી ચાતુરી’નું નાટક લેખે છે. <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૯.</ref> મહેશ ચોક્સી આ એકાંકીને ‘હળવા એકાંકી’ તરીકે ઓળખાવે છે. એમાંની ‘શૈલી-વિશેષતા’ તથા “પદ્માકારનું આત્માભિવ્યક્તિ જેવું ‘કોરસ’ ઢબનું પાત્રાયોજન” એમને નોંધપાત્ર લાગ્યું છે. વસ્તુત: પદ્માકર જે રીતે પ્રથમ પરિચયે જ વર્તે છે તે કેવળ પાત્રોને જ નહિ પ્રેક્ષકને પણ જરા ‘વધારે પડતું’ ને તેથી કંઈક આઘાતજનક લાગે તો નવાઈ નહીં. આમ જોકે શેખચલ્લીમાં રાચતાં અન્ય પાત્રોના વિરોધમાં ‘અતિ વ્યવહારકુશળ’ એવા આ પાત્રની આયોજના નાટ્યદૃષ્ટિએ અનુકૂળ જણાય છે ખરી.
ઉમાશંકરનું ‘ઢેડના ઢેડ ભંગી’ એક અંક અને ત્રણ દૃશ્યો તેમ જ સાત પુરુષપાત્રો અને એક સ્ત્રીપાત્ર ધરાવતું સામાજિક નાટકના પ્રકારનું ‘ગંભીર એકાંકી’ છે. <ref>ડૉ. ધીરુભાઈ ઠાકર; ‘અભિનેય નાટકો’, પૃ. ૩૮.</ref> જયંતિ દલાલ આ કૃતિને સ્પષ્ટ રીતે એકાંકી તરીકે સ્વીકારતા નથી. તેઓ આ કૃતિમાં ઉમાશંકરે “લઘુનાટકના એક નવા પ્રકારનું ખેડાણ – મંડાણ નહીં ખેડાણ – કરે છે” એમ જણાવે છે. <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૯</ref> “એકાંકી પર જેનો હાથ બેસી ગયો છે, નાટકની જેની સૂઝ સૂક્ષ્માતિસૂક્ષ્મ થઈ છે, એવા ઉમાશંકર એકાંકી પ્રતીત થયા પછી સાવ ભોળાભાવે લઘુનાટક તરફ જાય છે.” – એવું એમનું નિરીક્ષણ છે. શ્રી દલાલે એકાંકી અને લઘુનાટક વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી છે અને તદનુસાર ‘ઢેડના ઢેડ ભંગી’માં ‘પ્રિમાઇસ’ એક ન રહ્યું હોવાનું એમને જણાયું હોય. એમણે આ નાટકમાં શિથિલ અનુબંધ જણાયો લાગે છે. એમાં સંવેદન પૂરતું એકાગ્ર ન હોવાની લાગણીયે એમની જણાય છે. લઘુનાટકમાં ટુકડા પાડીને ‘એપિસોડિક ટ્રીટમૅન્ટ’ અપાતી હોય છે ને તેનું દર્શન એમને આ કૃતિમાં થયું જણાય છે. <ref>એજન, પૃ. ૧૬૦.<ref> ‘ઢેડના ઢેડ ભંગી’ આમ શ્રી દલાલની નજરે લઘુનાટકનો એક પ્રયોગ – એક પ્રયત્ન છે. એ દૃષ્ટિએ ‘સાપના ભારા’માં ઉમાશંકર કેવળ એકાંકીકાર તરીકે નહીં પણ લઘુનાટ્યકાર તરીકે પણ ઉપસ્થિત થયા છે એમ કહેવું પડે. જોકે શ્રી દલાલ ઉમાશંકર ભોળાભાવે એકાંકીથી લઘુનાટક તરફ જાય છે એમ દર્શાવી, એમની આવી ગતિને કારણે એકાંકીએ તેમ જ ખુદ નાટકે કશુંક ગુમાવ્યાની વાત પણ કરે છે. તેઓ ‘ઢેડના ઢેડ ભંગી’ને “એકાંકી કરતાં લઘુનાટક તરફ વિશેષ ઝોક” ધરાવતું નાટક પણ લેખે છે ને ‘શહીદ’ કરતાં તેને ઓછું સહન કરવું પડ્યાનું જણાવે છે. આમ શ્રી દલાલ ‘ઢેડના ઢેડ ભંગી’ના શુદ્ધ એકાંકી-સ્વરૂપ વિશે સાશંક છે.
શ્રી દલાલની એકાંકીમાં એક જ ‘પ્રિમાઇસ’ હોવાવાળી વાત ‘ઢેડના ઢેડ ભંગી’માં જળવાઈ નથી એ એક અર્થમાં સાચું છે, તો બીજા અર્થમાં ? ને વળી જે પ્રકારની આ નાટકની માવજત છે તે જોતાં એમાં એકાંકીથી કંઈક વિશેષ હોવાની લાગણીયે થાય છે ખરી ! અને આ નાટકના સ્વરૂપ વિશે શ્રી દલાલને જે પ્રશ્નો થાય છે તેમાં કંઈક વજૂદ હોવાનીયે પ્રતીતિ થાય છે. આશ્ચર્ય તો અન્ય નાટ્યવિવેચકોને આવા પ્રશ્નો કેમ નહિ થયા એનું છે.
આ નાટકનું વિષય-વસ્તુ આભડછેટના દૂષણને લગતું છે. આભડછેટનું દૂષણ ઢેડમાંયે કેવું ઘૂસી ગયું છે તેનું અહીં માર્મિક દર્શન કરાવવામાં આવ્યું છે. ‘ભંગી તો ઢેડનોય ઢેડ’ આ વાત લેખકને ઉપસાવવી છે; અને તે માટે બ્રાહ્મણ અને ઢેડ અને તે પછી ઢેડ અને ભંગી, આ બંનેય ભૂમિકાએ જે સામાજિક વિષમતા છે તેનું દર્શન કવિ કરાવવા મથે છે. બંનેય ભૂમિકાની સહોપસ્થિતિ આ પ્રશ્નના સંકુલ પરિમાણને ઉપસાવી આપે છે.
નાટકના પહેલા દૃશ્યનો આરંભ અમાસની ઘેરાતી રાતે, સંધ્યાકાળના જામતા અંધારામાં થાય છે. નાટકને માટે આ વાતાવરણ રહસ્યસૂચક છે. એક ઢેડ યુવાન કચરો અને રાંડીરાંડ ધનીનો છોકરો ગોકળિયો છાનામાના તળાવે પાણી ભરવા જાય છે. ઢેડ ભગત વાલિયો પણ એમાં જોડાય છે. કચરાને તળાવનું પાણી ‘ઘી જેવું’ જણાય છે ને ત્યારે વાલિયો એમની હવાડાનાં ઢોરાંની લાળ પીવી પડે – એ દશાનો ઉલ્લેખ કરે છે. તેઓ જામતા અંધારામાં છૂપી રીતે પાણી ભરીને લઈ જવા જાય છે ત્યાં જ ઓમકાર નામનો એક સનાતની બ્રાહ્મણ ડોસો રેલ્લી શોધતો આવી લાગે છે. તેણે લગાવેલ ડીફાથી કચરાનું માટલું તૂટી જાય છે ને દસેક ડગલાં માંડ ગયેલો છોકરો ભયથી કે ઠેસથી પડી જાય છે ને તેનુંય માટલું ભુસ્સ કરતું તૂટી જાય છે. દરમ્યાન ડોસો તળાવ પર આવી લાગી “આ તળાવ પર તો ભૂતડાંય સાળાં ભારે જામ્યાં છે તો !” કહી, ઢેખાળા જેવું કંઈક લઈને જ્યાં મારવા જાય છે ત્યાં કચરાથી “જોજો બાપુ મારતા !” એમ બોલાઈ જાય છે. વાલિયો ભગત કચરાને આમ બોલવા માટે ઠપકો દે છે અને બંને નાસી જવા કરે છે ત્યાં ઓમકાર ડોસાને ઢેડ હોવાની ખાતરી થાય છે. પેલા ધનીના છોકરાની ચીસ પણ સંભળાય છે ને તેથી કચરો-વાલિયો ભાગતાં અટકી પડે છે; ને ડોસાની પ્રત્યક્ષ આવી લાગે છે. ઓમકાર ડોસો આ ઢેડને ઢોરઢાંખરથીયે કમજાત લેખે છે ને જુવાન કચરાને કહેવું પડે છે કે “બાપજી, અમને ઢોરના લેખામાં તો ગણો !” ડોસાને આવા શબ્દોમાંયે ઢેડની બેદઅદબી વરતાય છે. કચરો ડોસાની સાથે જીભાજોડીમાં ઊતરે છે તે જીવનના વિષયમ અનુભવોએ પ્રૌઢ એવા પેલા વાલિયા ભગતને ઉપાધિકાર જણાય છે. વાલિયો વિલક્ષણ દલીલ કરતાં કચરાને કહે છે : “તું માણસ તો પછી આ ઓમકરાબાપુ તેય માણસ ! તારામાં ને એમનામાં ફરક જોતો નથી ?” આમ વાલિયો પોતે જે માનતો નથી તે તેને કહેવું પડે, ને કચરો સાચું કહેતો હોવા છતાં તેને રોકવો પડે ને પોતાના અવતારની પોતે જ નિંદા કરવી પડે એ વિષમતા લેખક સરસ રીતે પ્રગટ કરે છે. આ વાલિયો ઢેડમાં ‘ભગત’ થયો છે તેય ઓમકાર ડોસાને ખૂંચતું લાગે છે. આ સંવાદ દરમ્યાન ધનીનો છોકરો પડીને કણસે છે તે તરફ દોડવાનું ઓમકાર ડોસાને તો સૂઝે જ શાનું ? કચરો એ બાજુ દોડે છે. કચરાને એ છોકરો બેભાન થયેલો જણાય છે ને વાલિયાને બૂમ પાડી બોલાવે છે. છોકરાને મોઢે પાણી છાંટવું પડે એવી સ્થિતિ છે. ઓમકાર ડોસો પહેલાં તો પાણીને અડવા દેવાનીયે ના પાડે છે પણ પછી એમની માણસાઈ જાગતાં થોડું પાણી લેવાની રજા આપે છે, જોકે જે રીતે રજા આપે છે તેમાં એમનું માણસાઈભર્યું તેમ જ સનાતની એમ ઉભય વલણોનું વિલક્ષણ મિશ્રણ જોવા મળે છે. કેટલીક રીતે જડ એવા ઓમકાર ડોસા પોતે પણ પોતાની જડ સનાતન રૂઢિઓનો ભોગ બનેલા જ છે ને તેનું દર્શન પણ અહીં ખાસ નોંધપાત્ર બની રહે છે. ઓમકાર ડોસાને તો ઢેડ વર્ણમાં ‘ગોકળિયો’ નામ હોય એ પણ અકળાવનારી વાત લાગે છે !
નાટકના પહેલા દૃશ્યમાં બ્રાહ્મણ દ્વારા જે પીડાય છે તે જ ઢેડ લોકો બીજા દૃશ્યમાં ભંગીજનોને પીડનારા હોવાનું સૂચન મળે છે. પહેલા દૃશ્યમાં અમાસ હતી, તો આ દૃશ્યમાં અજવાળી ચૌદસ છે. ઢેડ લોકોએ ઉજળિયાત વર્ણના – ખાસ કરીને બ્રાહ્મણોથી ત્રાસીને દસ દિવસમાં પાણી માટે એક કુવેડી ખોદી કાઢી. આ કૂવાનું પાણી લેવા જો ભંગી જાય છે તો ઢેડ લોકો તેથી ગુસ્સે થાય છે એનો નિર્દેશ બાલા ભંગીની ઉક્તિમાંથી મળી રહે છે. બાલો મેરુને કહે છે : “પણ મોટાભા, એ વળી બામણથીય ચોખ્ખા થઈ પડ્યા છે !” લેખકની કળા ભંગીઓવાળા આ બીજા દૃશ્યમાં ભંગીઓને ત્રાસ આપવા માટે કચરો. વાલિયો વગેરે ઢેડ લોકોને પ્રત્યક્ષ રજૂ નહીં કરવામાં રહેલી છે. ઓમકાર ડોસાને જ જેમ ઢેડ લોકો સન્મુખ તેમ આ ભંગી લોકો સન્મુખ તેઓ ઉપસ્થિત કરે છે અને એ રીતે વસ્તુસંકલનાની પોતાની શક્તિનો તેઓ પરચો આપે છે. બીજા દૃશ્યમાં ઢેડની કૂખમાં ઓમકાર ડોસાને પડવાનું થાય – એ પીડાય એમાં કાવ્યન્યાય (‘પોએટિક જસ્ટિસ’) પણ ખરો ! ઓમકાર ડોસો ઢેડની કુવેડીમાં પડે ને એનો જીવ-ઉગારો ભંગીઓ દ્વારા થાય – એ ઘટના-કલ્પનામાં નાટ્યાત્મક તત્ત્વ સારી રીતે પ્રતીત થાય છે. મેરુ ને બાલો ઢેડની કૂઈએ છાનામાના પાણી ભરવા આવે છે. ત્યારે ઓમકાર ડોસાને “મને બહાર કાઢો ને બાપ જરી ?” એવો ક્ષીણ ઘર્ઘર અવાજ સંભળાય છે. બાલાને દયા આવે છે ને તે ઓમકાર ડોસાને મેરુની મદદ લઈ કાઢે છે. બાલો ઓમકાર ડોસાને ઉગારવાની તક પોતાને મળી તેથી ધન્યતા અનુભવે છે, પણ સામે પક્ષે ઓમકાર ડોસા એથી છંછેડાય છે. બાલો જ્યારે કહે છે : “હવે તો અડ્યા છો તો... તો પગને કાદવ માથે અડાડીને ઊગરી જાઉં.” ત્યારે ઓમકાર ડોસા “મને અડો નહિ ! સાળા ભંગિયા !” એમ સંભળાવે છે. ઓમકાર ડોસાએ રૂઢિ આડે જાણે મનુષ્યસહજ ભાવસંવેદન અનુભવી શકવાની તાકાત ગુમાવી છે. બાલો ઓમકાર ડોસાને ‘તમારા પગના પગરખાનું તળિયું છું’ એમ કહે ને ઓમકાર ડોસો એ બોલવા પાછળના બાલાના ભક્તિભાવ-સદ્ભાવની નોંધ લેવાની તો દૂર રહી ઉપરથી તોછડી રીતે તેની સાથે બોલે-વર્તે એ નાટ્યદૃષ્ટિએ સચોટ પરિસ્થિતિ છે. માનવીયતાના હ્રાસનું એક રીતે એ ભારે ઉદ્વેગકર નિરૂપણ છે. જેમ કચરો, તેમ મેરુ કંઈક પાણીવાળો જુવાન છે ને તે “ક્યાં ભેંસનાં શીંગડાંમાં ભરાયા ?” એમ ઉપાલંભ પણ દે છે. ઓમકાર ડોસો એમનો ભત્રીજો વલ્લભ આવે છે ત્યારે તેની સાથે જે વાતચીત કરે છે તે પરથી એમનું નગુણાપણુંયે પ્રગટ થાય છે. ભ્રષ્ટવેડાના જડ ખ્યાલો આડે બાલા-મેરુએ કરેલી મદદની એમને મન કશીયે કિંમત નથી. ઢેડની કૂઈમાં પડ્યો પોતાને વાંકે ને છતાંય ઢેડ પર ગુસ્સે થઈને એમની આ કૂઈને પણ પુરાવી દેવાના સંકલ્પ સુધી તેઓ પહોંચે છે. “અમારે વાંકે એમને શા માટે મારો છો ?” એવો ખાનદાનીભર્યો પ્રશ્ન બાલાને થાય છે, પણ ઓમકાર ડોસામાં ખાનદાનીનું જાણે લોહી ન વહેતું હોય એમ લાગે છે. ને એટલું ઓછું હોય તેમ, આ આભડછેટનો દુષ્ટ રિવાજ આવતી પેઢીઓ માટે પણ ટકવાનો હોય એમ નવી પેઢીના વલ્લભ સુધી એ વારસામાં સચવાતો – લંબાતો જોવા મળે છે. ખરું બ્રાહ્મણપણું તો બ્રાહ્મણ ડોસા ઓમકારમાં નહીં પરંતુ ભંગી બાલામાં પ્રતીત થાય છે !
ત્રીજા દૃશ્યમાં પૂનમની રાતનું વાતાવરણ છે. બાલાની ઝૂંપડીમાં દીવો નથી. તે ચાંદનીના અજવાળે ટોપલી ગૂંથી રહ્યો છે. ઘરમાં ખાવાના વાખા છે. ભનિયો ને ગલિયો કશું ખાવાનું નહોતું તો માના હાથનો માર ખાઈને સૂઈ ગયા, ને એનો નિર્દેશ કરતી માતા હીરીની વેદાન અહીં હીરી–બાલાના સંવાદમાં ઉત્ટકપણે અનુભવાય છે. ગામમાં દેવતા નહીં મળતો હોવાનો કડવો અનુભવ અહીં રજૂ થયો છે; ને સંભવ છે કે ગામના માથાભારે વલ્લભોની નાત – બ્રાહ્મણની નાત એમની ઝૂંપડીનું સુખેય હરી લે – દેવતા ઝૂંપડીમાંયે મૂકે. હીરી કહે છે :{{Poem2Close}}
<Poem>
“જે ગામમાં દેવતા ન મળે ત્યાં રહીને તે શું... ? ત્યાંથી એટલેથી દેવતા અહીં તે શીદ હવે, ઝૂંપડીમાં મૂકવા... ?” (પૃ. ૧૬૩)</Poem>
_______________
<small>S ઉમાશંકરનું અગ્રંથસ્થ છેલ્લું ‘એકાંકી’ તે ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ ‘ધનતરેશ, સંવત 2010માં લખાયેલ છે. ગ્રંથસ્થ અગ્રંથસ્થ મુદ્રિત એકાંકીઓની કુલ સંખ્યા 24ની થાય છે.</small>
<small>+ ઉદાહરણ તરીકે જુઓ ગુલાબદાસ બ્રોકરનો ‘ગુજરાતીમાં એકાંકી’ લેખ – (‘રૂપસૃષ્ટિ’માં 1962, પૃ. 93–94); જશવંત શેખડીવાળાનો લેખ, ‘ગુજરાત દર્શન–1’ (‘સાહિત્ય–1’), 1972, પૃ. 127 વગેરે.</small>
{{Poem2Open}}
ને એના આ શબ્દોમાં ભેંકાર ભાવિનો સંકેત તો છુપાયેલો છે. વળી એ સંકેતને પુષ્ટ કરે એવી વાતો પણ પછી ઢેડ વાલિયા ભગત દ્વારા બાલો ભંગી જાણવા પામે છે. ગામના પંચે મસાણ-સાલ્લા ને ધોતિયું કાંટ પર નહીં નાખતાં મડદા પર બાળી નાખવાનો નિર્ણય કર્યો ને એ રીતે નાગાંભૂખ્યાં રહેતાં ભંગીજનોને આડકતરી રીતે થતી થોડી-શી સહાય પણ છીનવી લીધી. વાલિયા ભગત પાસેથી આ વાત જાણતાં હીરી સ્વગત પોતાને વેદનાપૂર્વક કહે છે : “આયખા પર હવે હીરીબાઈ, રાખોડી ઢાંકજો !” ને જ્યારે ભંગિયાની ઝૂંપડીનો હોમના અગનને ભોગ આલવાની વાત હીરી જાણે છે ત્યારે તે કહે છે : “આમ તો કોઈ દેવતા આપતું નથી તો... હીંડો, દેવતા તો મળશે !” હીરી પારાવાર વેદનામાંથી પસાર થાય છે. એમની કરુણ દશાને બુલંદ કરતો ચંદ્ર પણ ગ્રહણની દશાને પામે છે. “જુઓ ! ચંદરમા પણ હોલાણા” એમ હીરી કહે છે ત્યારે બાલો દર્દભરી રીતે કહે છે :
{{Poem2Close}}
<poem>
“આપણા આયખા પર પણ હમેશનું ઘૈણ ઘેરાયેલું જ છે ને?... ઘૈણ મેલાતી વેળા, નાગાંપૂગાં છોકરાં કાજે ગાભાં ભીખી આવત, તેય ચૂક્યાં... હવે... આપણું નસીબે હોલાવા માંડ્યું !” (પૃ. ૧૬૬)
</poem>
{{Poem2Open}}
આભડછેટનો ખ્યાલ માઝા મૂકે છે ત્યારે ક્યાં પહોંચે છે, માનવતાને તે કેવો ગ્રસી જાય છે તેનું મનોવેધક ચિત્ર લેખક અહીં આપે છે. લેખકે રૂઢિગ્રસ્ત માનસનું ચિત્ર આપતાં આપતાં એ જ માનસમાં ઊંડે ઊંડે હજુયે ટકેલા માનવતાનાં ઉન્મેષોનેય બરોબર પકડ્યા છે. અન્યથા દુષ્ટ નહીં છતાં, રૂઢિજડ એવું માનસ કેવું માનવતાવિરોધી સિતમનું વાતાવરણ જ સર્જે છે તેનું અહીં સરસ આલેખન છે. લેખકે આ નાટકમાં આભડછેટનો પ્રશ્ન ચર્ચતાં, એ પ્રશ્ન સાથે સંકળાયેલ સમાજમાનસને પણ ઉપસાવવાનો સતર્ક પ્રયાસ કર્યો છે ને તેથી આ પ્રશ્નનની રજૂઆતને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થવાની મજાની તક સાંપડી છે.
શ્રી ‘સરયૂ’એ આ નાટક વિષે લખતાં અસ્પૃશ્યોના મનમાં રહેલી લઘુતાગ્રંથિ (‘ઇન્ફિરિયૉરિટી કૉમ્પલેક્સ’) અને વાલિયાની ભંગીઓ તરફની ગુરુતાગ્રંથિ (‘સુપિરિયૉરિટી કૉમ્પલેક્સ’)નું ઉમાશંકરે સરસ ચિત્રણ રજૂ કર્યું હોવાની નોંધ લીધી છે. તે સાથે આ નાટકના ત્રીજા દૃશ્યને “સોનાના કળશ સમું” ઉત્તમ લેખ્યું છે. અંતના ભાષા-સંવાદ સંદર્ભે લખતાં તે કહે છે : “ઇન ધ લાસ્ટ ફ્યૂ લાઇન્સ – ધે આર ઑલમોસ્ટ અ પોઇમ ઇન પ્રોઝ – ધ ડ્રામેટિક રાઇઝિઝ ટુ વન્ડરફુલ હાઇટ્સ” આ અંતમાં ‘માસ્ટર સ્ટ્રોક’ હોવાનું તેમનું મંતવ્ય છે. કરુણરસને કવિએ – નાટ્યકારે ખૂબ તીવ્રતાથી અહીં પ્રગટ કર્યો હોવાની તેમની લાગણી છે.
લેખકે આ નાટકમાં ગ્રહણના પ્રતીકનો તેમ જ સમય-વાતાવરણનો કલાત્મક રીતે વિનિયોગ કર્યો છે. નાટકના પહેલા દૃશ્યમાં ખરતા તારાનું સૂચન ગોકળિયાના મૃત્યુનું સૂચન હશે ? – પ્રશ્ન છે. લેખકે આ નાટકમાં અંધકાર – પ્રકાશની લીલાનો કાર્યસાધક રીતે લાભ લીધાનું જણાય છે. રા. વિ. પાઠકે આ નાટકની છેક અછડતી નોંધ કેમ લીધી – એ પ્રશ્ન છે. આ નાટકનું શીર્ષક ‘ઢેડના ઢેડ’ એટલું જ હોત તો વધુ સારું ન લાગત ?
'''‘વિરાટ જનતા’''' ઉમાશંકરનો ‘નવો કૌતુકમય પ્રયોગ’<ref>રા. વિ. પાઠક; ‘પરિચય’; સાપના ભારા, પૃ. ૧૭.</ref> છે. લેખક આ નાટક અંગે આરંભમાં જણાવે છે
{{Poem2Close}}
<poem>
“આ નાટક આગળનાં નાટકોની પ્રસ્તાવનારૂપે છે. પ્રસ્તાવનાનો આ એક અખતરો છે. તે એ રીતે કે સંગ્રહનાં બીજાં નાટકોમાં જે જે સૂચિત (રંગભૂમિ પર જે દેખા દેતાં નથી, પણ જેમને વિષે અને લીધે ઘણું ઘણું બને છે એવાં) પાત્રો છે તેમને એક નવા જ પાત્રની આસપાસ ભેગાં કરી જીવન અને સાહિત્યનું સંઘર્ષણ બતાવવા પ્રયત્ન કર્યો છે.”
{{Right|(સાપના ભારા, પૃ. ૧૬૭)}}
</poem>
<br>
{{Poem2Open}}
નાટકમાં દસ પાત્રો છે; તે ઉપરાંત બાલા ભંગી આદિના શેરીઓમાંથી અવાજો આવે એવીયે યોજના છે. આ એકાંકીમાં ભણેશરી સિવાયનાં જે પાત્રો આવે છે તે અનુક્રમે ‘સાપના ભારા’, ‘ઊડણ ચરકલડી’, ‘પડઘા’, ‘ગાજરની પિપૂડી’, ‘કડલાં’, ‘બારણે ટકોરા’ અને ‘ઢેડના ઢેડ ભંગી’માંથી લીધેલાં છે. શા માટે અમુક નાટકોમાંથી અમુક સૂચિત પાત્રો લીધાં તેનો લેખક કોઈ ખુલાસો કરતા નથી. નંદરામ કે વિઠ્ઠલ ઠાકર મહત્ત્વનાં સૂચિત પાત્રો છે ને તે અહીં નાટકમાં આવ્યાં છે, પરંતુ પરભુ ગોર જેવું મહત્ત્વનું સૂચિત પાત્ર અહીં આવ્યું નથી. એ નાટકમાંનું પૂનમલાલ જેવું સામાન્ય સૂચિત પાત્ર આ ‘વિરાટ જનતા’માં રજૂ થાય છે. આમ તો ‘સાપના ભારા’ની સમગ્ર પાત્રસૃષ્ટિ વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવે છે. ‘શિવબાલ’ જેવા શહેરી પાત્રનો લેખકે યોગ્ય રીતે ભણેશરીની સામે શ્રોતા તરીકે – એની સાથે વિવાદ કરનાર તરીકે વિનિયોગ કર્યો છે. શિવલાલ સાહિત્યનિષ્ઠ છે, સાહિત્યને ખાતર જીવનમાં એને રસ ન હોય એવું એનું પાત્રવિભાવન અહીં જણાય છે, ભણેશરીને સાક્ષાત્ જીવનમાં વધુ રસ છે. લેખક પોતે જ ભણેશરી વિશે લખતાં કહે છે :
{{Poem2Close}}
<poem>
“ભણેશરી ગામની જ પેદાશ છે, મોટી મોટી ચોપડીઓ વાંચતો દેખાતો હશે કે મોટી મોટી વાતો કરતો હશે, એટલે તો એને સો ભણેશરી કહે છે. ભણેશરી સાહિત્ય કરતાં સીધી સેવાને વધારે પસંદ કરતો લાગે છે...”
{{Right|સાપના ભારા, પૃ. ૧૬૭–૮)}}
</poem>
<br>
{{Poem2Open}}
આ ભણેશરી આગળ નંદરામ, વિઠ્ઠલ ઠાકર, મથુર ને ભોગીલાલ, રૂપાજી વગેરે આવે છે. નંદરામ ને વિઠ્ઠલ ઠાકર બંનેય સરખા અપરાધી હોવાનો લેખકનો અભિપ્રાય જણાય છે. નંદરામે પરણેલા દીકરાના મર્યા પછી એની વહુ સાથે જાતીય સંબંધ બાંધ્યો. તો વિઠ્ઠલ ઠાકરે પોતાના દીકરા કેશુને બદલે પોતે મુરતિયા બનીને ચંદણીને વહુ બનાવી ઘરમાં આણી. ભણેશરી, નંદરામ, વિઠ્ઠલ ઠાકર, મથુર, ભોગીલાલ, રૂપાજી વગેરે માટે સલાહસૂચન, માર્ગદર્શન, ઉત્સાહ-આલંબનાદિનો આધાર છે. નંદરામ કહે છે : “ભણેશરીને ઘેર દનમાં દસ વાર આવીએ તોય ઓછું ! દિલને દિલાસો મળે છે. રાતવરત વાણીને વિસામો આપે છે.” (સાપના ભારા, પૃ. ૧૬૯) આ ભણેશરી ‘ટેમ પર સલાહ લેવા થાય’ એવો હોવાનું વિઠ્ઠલ ઠાકરનું મંતવ્ય છે. ‘એવા માણસથી તો ગામની શોભા’ હોવાનુંયે તેમને જણાય છે. આ ભણેશરી મથુરને ‘ભડભડિયો’ છતાં ‘આપણી પડખે ઊભો રહે’ તેવો લાગે છે. ભણેશરીને ગામડાંના લોકોની પરિસ્થિતિનો બરોબર અંદાજ છે. તેઓ પીડિત ને પતિત – બંનેય હોવાનું એનું નિદાન છે. ભણેશરી આવેશમાં ન્હાનાલાલીય છટાથી પોકારી ઊઠે છે : “સુણજો હે જગતના લોકો, જનતા દુ:ખી છે.” ભણેશરીને ગામડાના લોકજીવનનું સત્ય આ રીતે સાક્ષાત્કૃત થયું છે. ભણેશરી ગામડાંના લોકો સાથે ‘ચાલવા’માં માને છે, ભલે પછી એમની પાછળ પરોણો લઈને ચાલવાનું હોય. તે ગામડાંનાં લોકોના ખભે ચડીને સાથ આપવાના શોખને અવહેલે છે. ભણેશરીને ગ્રામજનોનો સાથસહકાર મળ્યો છે, તે એમનો પ્રશંસાપાત્ર પણ થયેલ છે; પરંતુ તે બરોબર જાણે છે કે પોતે ઠંડો છે, નિષ્ક્રિય છે ત્યાં લગી આ સાથસહકાર, આ પ્રશંસા છે. અને આ બાબતની ખાતરી બાલા ભંગીના બે દીકરા ભનિયા-ગલિયાને ભોજન માટે ઘરમાં પ્રવેશ આપે છે ત્યારે થઈને રહે છે. નંદરામ ભાગી જાય છે. નંદરામને પોતાના છિનાળવા કરતાં ભણેશરીના ભંગિયાવેડા વધુ ખતરનાક લાગે છે ! પૂનમલાલ જે ભણેશરીના રસોડામાં રાંધવાનું કામ કરતા હતા તેય એંઠે હાથે પોટલું લઈને ભાગે છે. ભણેશરી એમને લોટો લેતા જવા કહે છે ત્યારે તેય “એ મારે ન ખપે ભ્રષ્ટતાવાળો” એમ કહીને છોડી જાય છે. ભોગીલાલ ને વિઠ્ઠલ ઠાકર પણ ભણેશરીને ઉપાલંભ દેતાં તેને છોડી જાય છે. બીજા ગામલોકોય ભંગીનાં છોકરાંને ઘરમાં ઘાલવા બદલ ભણેશરીને ધાકધમકીઓ આપે છે. રૂપાજીયે હવે એ ભણેશરીની સહાય લેવા તૈયાર નથી, ને આ બધાની પરાકાષ્ઠારૂપ બીના તો છે બાલો ભંગી ભણેશરીને ‘પેલા ભવના વેરી’ ગણે છે તે. બાલો ભંગી પોતાનાં જ છોકરાં પ્રત્યે માનવતાથી પ્રેરાઈ ઉદાત વર્તન દાખવનાર ભણેશરીને “અમ લોકનું ભલું દેખતા હો તો કરી આવું કરશો માં !” – એમ જણાવે છે. ભણેશરીને આવા બધા અનુભવોનો અંદાજ ગામડામાં આવીને રહ્યો ત્યારથી જ કદાચ છે. આ નાટકમાં ભણેશરીને છેલ્લે છેલ્લે મનોમન પ્રશ્ન થાય છે : “ત્યારે અત્યાર સુધી શું હું એનું ભલું નહોતો દેખતો ? શિવબાલને કહું છું કે સાહિત્યથી સેવા થઈ શકે એ ભ્રમ છે, ને અહીં સીધી રીતે સેવા કરવા જઈએ છીએ તો એ પણ ભ્રમ જ લાગે છે.” ભણેશરીને જે જનતાની પ્રગતિની ફિકર લાગી છે તેને સાહિત્ય કે સેવા બેમાંથી એકેયની પડી છે કે નહિ એ પ્રશ્ન છે. આ નાટકનો અંત, લેખક કહે છે તેમ, એવા ગૂંગળાવનારા પ્રશ્નના સૂચનથી થયો છે. જે “વિરાટ જનતા”ની ભણેશરી સેવા કરવા માગે છે એ વિરાટ જનતા ભણેશરીની અવહેલના કરે છે. લેખકે પણ આરંભની નોંધમાં ભારપૂર્વક જણાવ્યું છે : “વિરાટ જનતા તો આ અમારો ઉદ્ધાર કરવા નીકળી પડ્યો છે એમ કહીને પોતાના હિતૈષીઓને પણ હસવાની જ. આવી પરિસ્થિતિ છતાં એ જનતાની સેવા જારી રાખવી તેમાં સાચા સેવકની કસોટી છે.” ભણેશરી સાહિત્ય કરતાંયે ‘કાર્યની કઠોર ભાષા’નો વધારે મહિમા કરે છે. એ કહે છે : ‘...પણ જે જનતાને તમે તમારા લખાણની સામગ્રી બનાવો એને માટે એને ગમતી કે અણગમતી પણ કાર્યની કઠોર ભાષા વાપરી શકો નહિ ત્યાં સુધી એની ઉપર અધ્ધર તમારા સ્વર્ગમાંથી શબ્દકોશની પુષ્પાંજલિઓ વરસાવ્યે જવી એ તમારું ને એ જનતાનું બંનેનું અપમાન નથી ?... સાહિત્ય ન સર્જવું એમ હું કહેતો નથી પણ જો આખી પ્રજા માટે તમે સર્જન કરતા હો તો એ પ્રજાને પણ સર્જવી જોઈએ ને ?”
આ આખા નાટકમાં ભણેશરીના સર્જનમાં ઉમાશંકરની જે વૈચારિક ભૂમિકા રહેલી છે તે ખૂબ મહત્ત્વની છે. શ્રી દલાલ જેવા સમાજચિંતકે આ નાટકની વૈચારિક ભૂમિકાની જરૂરી નોંધ કેમ ન લીધી એનું આશ્ચર્ય છે. ૨૨ વર્ષનો યુવાન લેખક જે વૈચારિક ભૂમિકાએથી – ભણેશરીની દૃષ્ટિથી આમજનતાનું – વિરાટ જનતાનું આંતરનિરીક્ષણ કરે છે તે સાચે જ રસપ્રદ છે. આમ છતાં નાટ્યકલાની દૃષ્ટિએ નિષ્ફળ હોવાથી આ નાટ્યપ્રયોગની, અન્યથા જે મૂલ્યવત્તા છે તેનીયે, આપણા વિવેચકોયે ઉપેક્ષા કરી !
આ નાટ્યપ્રયોગ એક રીતે વિશિષ્ટ છે. લેખકનો એને કલાત્મક બનાવવાનો પ્રયત્ન સ્પષ્ટ છે. આરંભમાં ભણેશરીને શિવબાલને તેડવા સ્ટેશને મોકલી, એની ગેરહાજરીમાં એના પર અન્ય પાત્રો દ્વારા પ્રકાશ પાડવાની પદ્ધતિ આકર્ષક છે. વળી ભણેશરીની સામે મૂકવા શિવબાલ જેવા સૂચિત પાત્રની પસંદગી કરી તે પણ યોગ્ય છે. શિવબાલની સાહિત્યિક વૃત્તિ ઉપસાવવાની એમની રીત પણ આસ્વાદ્ય છે. ભણેશરી–શિવબાલનો સંવાદ નાટકમાં એક બૌદ્ધિક ભૂમિકાનું નિર્માણ કરે છે. એ ભૂમિકાએ સંવાદ ‘સાહિત્યિક’ શિષ્ટ ભાષામાં ચાલે છે. ભણેશરીનો રૂપાજી આદિ સાથેનો સંવાદ બીજી સેવાકાર્યગત ભૂમિકાનું નિર્માણ કરે છે. એ ભૂમિકાએ થતો બોલીનો વિનિયોગ નાટકને વાગ્વ્યવ્યવહારની દૃષ્ટિએ રસપ્રદ બનાવી રહે છે. શિવબાલ દ્વારા પ્રતિનિધાન પામતા ભદ્ર નાગરસમાજ સામે રૂપાજી જેવાં પાત્રો દ્વારા પ્રતિનિધાન પામતા ગ્રામીણ સાધારણ સમાજનું હોવું અને એ બે વચ્ચે વિચાર-ક્રિયાનાં વમળો ચાલવાં – એમાંથી ઠીક ઠીક નાટ્યરસ નિષ્પન્ન થાય છે.
શ્રી ‘સરયૂ’ આ નાટ્યપ્રયોગને જેટલો કૌતુકમય ને અપૂર્વ લેખે છે તેટલો સફળ લેખતા નથી. એમને લાગે છે કે “ઇટ ઇઝ એન ઓરિજિનલ આઇડિયા માર્ડ બાય અ નોટ પરફેક્ટ એક્ઝિક્યુશન.” તેમણે ભણેશરીનાં કાર્યોમાં ‘મોટિવેશન’નો અભાવ જણાય છે, સંપૂર્ણ હેતુ એમાં જડતો નહીં હોવાની તેમની ફરિયાદ છે. <ref>માનસી, વર્ષ – ૨, ગ્રંથ – ૪, પૃ. ૭૫૫.</ref> જોકે ભણેશરીનાં કાર્યોમાં ‘મોટિવેશન’ શોધવાની નાટ્યદૃષ્ટિએ અનિવાર્યતા ખરી કે કેમ એ પ્રશ્ન છે.
‘સાપના ભારા’માં આ નાટક છેલ્લે આવ્યું તેથી ‘હાઉ ડિસઍપોઇન્ટિંગ’ એવી ન પડવી જોઈતી છાપ મન ઉપર રહી જતી હોવાની શ્રી ‘સરયૂ’ની ફરિયાદ વિશે શું કહેવું ? છેવટે તો સમગ્ર સંગ્રહનું જ મૂલ્યાંકન થવાનું. આખો સંગ્રહ ઉત્તમ-વિશિષ્ટ નાટકોના અભૂતપૂર્વ સંચયરૂપ છે. ‘વિરાટ જનતા’ને ‘મૌગ્ધ્યભરી ચાતુરી’નું જ નાટક લેખવું બરોબર છે ? આમેય ‘ચાતુરીનું નાટક’ કહેવું હોય તો ‘વૈદગ્ધ્યભરી ચાતુરી’નું નાટક કહેવું ઘટે. વિશિષ્ટ નાટ્યપ્રયોગ લેખે તો તેનું મૂલ્ય રહેશે જ.
‘સાપના ભારા’ એકાંકીસંગ્રહનો સૌ નાટ્યવિવેચકોએ ઉમળકાથી સત્કાર કર્યો જણાય છે. આ સંગ્રહે ઉમાશંકરને સમર્થ એકાંકીકાર તરીકે સુપ્રતિષ્ઠિત કર્યા. આ એકાંકીઓ, શ્રી દલાલ કહે છે તેમ, ઉમાશંકરની આર્દ્રતા અને સંવેદનનો સારો એવો કાર્ડિયોગ્રામ પૂરો પાડે છે. <ref>કવિનો શબ્દ, પૃ. ૧૫૧.</ref> ‘સાપના ભારા’ની સૃષ્ટિ ઉમાશંકરના અનુભવની સૃષ્ટિ છે.૫૫ <ref>નિરંજન ભગત; કવિનો શબ્દ, પૃ. ૯૫.</ref> એમાંનાં પાત્રોમાં સહનશીલતા, ખુમારી, જીવનનું ઝેર પચાવવાની શક્તિ વગેરે ધ્યાનપાત્ર છે. ઉમાશંકરે વ્યક્તિ–સમષ્ટિના પારસ્પરિક સંબંધોમાંથી, વ્યક્તિચેતનાના મુક્ત આવિર્ભાવ સામે સ્થગિત સામાજિક રૂઢિઓના સંઘર્ષમાંથી નાટ્યક્ષમ વસ્તુ ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે. માનવમાં નિહિત સત્યની વૈવિધ્યપૂર્ણ ગતિલીલામાં એમનો રસ ઉત્કટ છે. તેથી ઉમાશંકરની નજર વાસ્તવિક ક્ષર સૃષ્ટિનું નિરૂપણ કરતાં પેલા અક્ષર તત્ત્વને પણ ધ્યાનમાં રાખે છે અને તેથી એકંદરે એમનાં એકાંકીઓમાં વ્યાપક જીવનસંદર્ભમાં સ્ફુરતા માનવસત્યનો યત્કિંચિત્ સાક્ષાત્કાર થઈને રહે છે. ‘સાપના ભારા’નાં એકાંકીઓમાં લેખક વાસ્તવિક તેમ જ ભાવનાજગતના પ્રશ્નો લઈને ચાલે છે. જોકે આ એકાંકીઓ એકંદરે તો વાસ્તવનો ગહન-ઊંડો સ્પર્શ આપી રહે છે. એકાંકીકાર ઉમાશંકરને જરૂર પડી છે ત્યારે કવિ ઉમાશંકરે કેટલીક વાર સુંદર સાથ આપ્યાનાં ઉદાહરણો પણ ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ ચરકલડી’, ‘શલ્યા’, ‘કડલાં’ આદિ કૃતિઓમાં મળી રહે છે. વસ્તુત: એક જ ઉમાશંકર કવિયે છે તેમ નાટકકાર છે. એમનામાં કવિ ને નાટ્યકાર વચ્ચેના અવિનાભાવિસંબંધનો આ એકાંકીઓ સરસ રીતે સંકેત આપે છે.
{{Poem2Close}}