ઉમાશંકરનો વાગ્વૈભવ/૧.સાપના ભારા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 55: Line 55:


<small>++ “આ નાટકોની સૃષ્ટિ જોઈને લખનારને કોઈ દોષદેખો અનિષ્ટચિંતક (સીનીક) ન ગણે એમ વિનંતી કરું છું. જિંદગી સૌને જૂજવા રૂપે જોવા મળે છે. એને જેવી જોવા મળી તેવી તેણે પૂરતી સહાનુભૂતિ રાખીને રજૂ કરી છે. બાકી જગતમાં બધું જ સુંદર હોય, બધું જ નિર્દોષ હોય, બધું નિર્દંશ હોય તો તો ઘણું સારું. છતાં જેમ છે તેમ પણ નિરાશાપ્રેરક તો નથી જ. કોઈ વાર ફૂલો જોઉં છું ત્યારે સહજ મનમાં થાય છે, ‘ફૂલો પણ છે !’ – ઉમાશંકર (‘સાપના ભારા’ની પ્રસ્તાવના)</small>
<small>++ “આ નાટકોની સૃષ્ટિ જોઈને લખનારને કોઈ દોષદેખો અનિષ્ટચિંતક (સીનીક) ન ગણે એમ વિનંતી કરું છું. જિંદગી સૌને જૂજવા રૂપે જોવા મળે છે. એને જેવી જોવા મળી તેવી તેણે પૂરતી સહાનુભૂતિ રાખીને રજૂ કરી છે. બાકી જગતમાં બધું જ સુંદર હોય, બધું જ નિર્દોષ હોય, બધું નિર્દંશ હોય તો તો ઘણું સારું. છતાં જેમ છે તેમ પણ નિરાશાપ્રેરક તો નથી જ. કોઈ વાર ફૂલો જોઉં છું ત્યારે સહજ મનમાં થાય છે, ‘ફૂલો પણ છે !’ – ઉમાશંકર (‘સાપના ભારા’ની પ્રસ્તાવના)</small>
{{Poem2Open}}
‘સાપના ભારા’માં ‘પડઘા’, ‘દુર્ગા’ અને ‘ગાજરની પિપૂડી’ – આ ત્રણ નાટકો બાદ કરતાં બાકીનાં બધાં નાટકોની ભોંય સ્પષ્ટ રીતે ગામડું છે. આ ગામડું કવિકલ્પનાનું કોઈ ગામડું – આદર્શ ગામ નથી, જે ગામડાનો આપણને સાક્ષાત્ – વાસ્તવિક પરિચય છે એ ગામડું છે. “આપણો સમાજ જ”, રામનારાયણ પાઠક કહે છે તેમ, “એવડો મોટો, એટલી બધી પરિસ્થિતિની વિવિધતાવાળો છે કે વિચક્ષણ જોનારને વૈવિધ્ય અને અનેક રસની સામગ્રી મળી રહે. શ્રી ઉમાશંકરે આ દૃષ્ટિનો પૂરતો લાભ લીધો છે. ‘સાપના ભારા’નાં આ નાટકોમાં લાગણી વિનાનાં ઘૈડિયાં આવે છે, તેવી જ કોડભરી યુવતીઓ આવે છે, બ્રાહ્મણો આવે છે, વાણિયા આવે છે, ઠાકરડા આવે છે, ઢેડ આવે છે, અભણ આવે છે, ભણેલા આવે છે, પતિત આવે છે, અને એ રીતે પુષ્કળ વૈવિધ્ય આવે છે.”<ref>‘પરિચય’; સાપના ભારા, ૧૯૬૫, પૃ. ૭.</ref>જેને કારણે આ સમગ્ર સંગ્રહને ‘સાપના ભારા’ નામ મળ્યું તે ‘સાપના ભારા’ એકાંકીમાં છ પાત્રો રંગભૂમિ પર આવે છે અને મેના અને નંદરામ સૂચિત પાત્રો છે. આ પાત્રો રંગભૂમિ પર દેખા દેતાં નથી; પણ તેમને વિશે અને લીધે નાટકમાં રંગભૂમિ પર ઘણું ઘણું બનતું જોવા મળે છે.
નાટકના આરંભમાં જ લેખક ગામડાના એક વાસ્તવિક દૃશ્યનું ઝીણવટભર્યું હૂબહૂ ચિત્ર આપે છે :{{Poem2Close}}
:નંદરામ પંડ્યાના ઘરની ચોપાડ (ઓસરી), આંગણું, આંગણામાં ત્રણચાર પેઢીથી ઊભેલો ખખડધજ લીમડો, તેની ડાળે લટકતાં પંખીઓ માટેનાં અનાજપાણીનાં શીકાં ને બહાર નીકળેલાં મૂળમાં બાંધેલાં રેલ્લાંપાંડુરાં.
:આટલું તખ્તાની બરોબર સામે ઉપલક દૃષ્ટિએ જોનારને પણ જણાઈ આવે. ચોપાડના એક ખૂણામાં રાતી માટીનો શંકુ આકારનો ઢગલો — સાચવણ માટે ઉપરથી લીંપી લીધેલો — પડ્યો છે. આગલી ભીંત અર્ધી ઈંટના ચણતરવાળી છે, અને ઉપરનો ભાગ ખડીથી ધોળેલો છે. એના પર અસ્પષ્ટ કઢંગાં ચિતરામણો પણ જણાય છે. ઝીણી કોતરણી-કારીગરીથી શોભતી બારસાખવાળા બારણાની અંદર જોતાં લીંપેલી પરસાળ દેખાય છે; અને પરસાળના આ બારણાની બરોબર સીધમાં જ કોઢનું બારણું દેખાય છે. બહારથી જોનાર બારીકીથી જુએ તો ઠેઠ અંદર કોઢની પછીતની ભીંત પાસે ઢોર બાંધવાના ખૂંટા અને કોઢના બારણાની બંને બાજુએ ટોલ્લા તળે કોડિયાં મૂકવાના ગોખલા છે ત્યાંથી ઢોળાયેલા ડોળિયાના રેલા જોઈ શકે.:
{{Poem2Open}}
કવિ-નાટ્યકારની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ આમાંથી સ્પષ્ટ રીતે સૂચિત થાય છે. વળી કવિનો વાસ્તવનિષ્ઠ – ફોટોગ્રાફિક દૃષ્ટિકોણ પણ આમાં સ્પષ્ટ જણાય છે. ઉમાશંકર એકાંકીમાં પાત્ર-પ્રસંગને સમુચિત એવા વાતાવરણ ઉપર ખૂબ ભાર મૂકે છે.<sup>{{Color|Blue|S}}</sup> આ વાતાવરણ જમાવવા તેઓ આંખકાનની શક્તિનો સારી પેઠે લાભ લેતા જણાય છે. નાટ્યલેખક જરૂર જણાય ત્યાં પાત્રનો, મનોભાવોનો તેના પહેરવેશ ઇત્યાદિનો પણ જરૂરી પરિચય આપે છે. અહીં ચાળીસેક વરસનાં પણ વૈધવ્ય અને ચિંતાથી નંખાઈ ગયેલાં ‘ડોસી’ ( ! )નો ખ્યાલ નાટ્યારંભે જ આપે છે. એ અંબાબાઈ એમના વેવાઈ નંદરામને ઘેર આવેલાં જણાય છે. આંગણામાં વાછરડાં ઉપર તાપ આવી ગયેલો જોતાં આ અંબાબાઈથી બેસી રહેવાતું નથી. એ તુરત ઊઠીને તડકામાંથી વાછરડાંને ચોપાડમાં હાંકી લઈ જાય છે. આછા કૂણા દિલવાળાં અંબાબાઈ પોતાની ગવરી ગાય જેવી દીકરીને સંસારના તાપમાંથી ઉગારવાની વાત તો દૂર રહી, પણ એના કરુણ અંજામનાં અનિચ્છાએ નિમિત્ત બને છે ! એ તો આ પરિસ્થિતિમાં નિગૂઢ રહેલી વિધિવક્રતા છે. નાટકનો પડદો ખૂલતાં જ અંબાબાઈનો ‘કોણ એ ?’ ઉદ્ગાર સાંભળવા મળે છે અને તેનો ઉત્તર આપે છે તેમની ભાણેજ લીલી. એ ‘ઊભી ઊભી મળવા આવી’ છે. લીલી વાછરડાંને પાણી પાવાના કામમાં ગૂંથાય છે. એ વખતે એક ‘રૂપાળી રેલ્લી’ના સંદર્ભમાં અંબાબાઈ બોલે છે :
{{Poem2Close}}
_________________
<small>S ‘એકાંકીમાં તો વાતાવરણ એ જ સર્વસ્વ છે.’ (શૈલી અને સ્વરૂપ, 1972, પૃ. 91) એ જ લેખમાં આગળ આ વાત વિસ્તારથી સમજાવતાં કહે છે : “વિષય-ઘટના-પાત્રપસંદગી સર્જકે જે ક્ષણ ઝબકારામાં કરી તે ક્ષણનું પોતાનું આગવું વાયુમંડલ પણ હોય છે. બલકે એ વાયુમંડલમાંથી જ પેલો ઝબકારો પ્રગટ્યો છે. વાતાવરણના પરિવેશમાં વિષય, ઘટના અને પાત્રને એકાંકીકારે ઉઠાવ આપવાનો છે. વાતાવરણને લીધે જ સામાન્ય ભાસતા નાના નાના ઉદ્ગારો, તુચ્છ લાગતાં નાનાં નાનાં કાર્યો પૂરાં અર્થગર્ભ બની રહે છે. ઉચિત વાતાવરણ સર્જવામાં સફળતા મેળવનાર એકાંકીકારે આંખ અને કાનની શક્તિઓનો પૂરેપૂરો લાભ લીધો હોય છે. વાતાવરણથી જ એકાંકી એક પ્રાણધબકતી, સજીવ, સાચી કૃતિ બને છે.” (શૈલી અને સ્વરૂપ, 1972, પૃ. 94)</small>
{{Poem2Open}}
<small>અંબાબાઈ : (લગભગ પોતાને જ) કેવી રૂપાળી રેલ્લી છે ! પણ મૂઆં એક આંચળ પણ રેલ્લી સારું મૂકતાં લાગતાં નથી. બિચારી...</small>{{Poem2Close}}
{{Poem2Open}}
– આ શબ્દો છે તો રેલ્લી માટે પણ એ મેનાના સંદર્ભમાંયે ઉપયોગી થાય છે. મેનાનાં સાસરિયાનું – ખાસ કરીને ધની વેવાણનું – માનસ અને મેનાની સ્થિતિનો કંઈક અંદાજ મેળવવામાં અંબાબાઈનું આ નિરીક્ષણ ઉપયોગી થાય છે. અંબા સ્પષ્ટ કહે છે :
પણ મૂઈ ધની વેવાણ ઘીનો શેરીકો ભર્યા કાજે રેલ્લીનો જીવ લેતી લાગે છે. આપણે ત્યાં હોત તો અત્યારે તો...
ને તુરત જ એના પડઘામાં લીલી કહે છે :
એ તો માશીબા, ગાયથી કાંઈ ક્હેવાય છે કે મને ફલાણે ઘરે જ રાખો ? દીકરી ને ગાય જ્યાં દોરે ત્યાં જાય !
આટલું બોલતાં લીલીના ગળે ડૂમો ભરાય છે અને વાછરડાં – રેલ્લી નિમિત્તે આરંભાયેલો સંવાદ ત્વરિત ગતિએ માનવવેદનાની ઘટનામાં પ્રવેશ કરે છે. અંબા વિધવા છે, લીલી પણ કજોડાનો ભોગ બનેલ જણાય છે અને મેનાની પણ એવી જ કફોડી હાલત છે. પંડ્યાનું ‘ઘર’ જોઈને – ‘ઉપાધ્યા’ની દીકરી ‘ઊંચા ઘરમાં’ આલવી રહી એ ખ્યાલથી ‘મલોખાના માળા’ જેવા નંદરામ પંડ્યાના ચિરંજીવી હરગોવન જોડે અંબાબાઈએ પોતાની દીકરી મેનાનું લગ્ન કર્યું. આ લગ્ન પછી વરસમાં જ મેના રાંડી. લીલી અંબાબાઈને તેથી જ કહે છે : “દીકરી પરણાવી ને તરત જ રાંડે ઇંનાથી અવલકુંવારી રહે તે શું ખોટું ?” જવાબમાં અંબાબાઈ કહે છે : “એ શું બોલી, ગાંડી ? માવતર ક્યાં લગી સાપના ભારા ગળે વીંટાળીને ફરે ?” લીલી ત્યારે કહે છે : “સૌથી સારું તો એ છે કે સુવાવડમાં જ દીકરીને ગળે ટૂંપો... !” ને આ વખતે અંબાબાઈથી સાંભળ્યું ન જતાં તેઓ બોલી ઊઠે છે : “હાય ! બૈરાંનો અવતાર !! બાપને ઘેર બલા ગણાઈએ... ! સાસરામાં શૂળી પર સૂવાનું!! ને દીકરીને મન દશમન જેવાં !!!”
અંબાબાઈ વિધવા થયેલી ચાલીસ વરશે, પણ ‘ડોસી’ જેવી લાગે છે એ બાબતે એની કરુણ અવસ્થાની નિર્દેશક છે. આ અંબાબાઈ જ અમુક અંશે, અમુક રીતે પોતાની દીકરી મેનાની કરુણ સ્થિતિ માટે જવાબદાર છે એ એમની જીવન-પરિસ્થિતિમાંની રહેલી વિધિવક્રતાનો નિર્દેશ કરે છે. પંડ્યાનું ઘર એટલે પોતે આડી ન ઊતરી, રતન ઉકરડે નાખી ન દેવાય – “ ‘ઉપાધ્યા’ની દીકરી ઊંચા ઘર વના ન અલાય” – એવા અંબાબાઈના ખ્યાલે મામા દોલતરામ જેટલો જ મેનાની અવદશામાં ભાગ ભજવ્યો છે એ અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. લીલી ‘બાળરાંડ’ જેવી તરવાડણ ‘મશલમાંન’ સંગાથે ચાલી ગઈ તેને માટે કંઈક સમભાવ –સહાનુભૂતિ દાખવતી ‘દેહ જાગે ત્યારે શું કરે ?’ એવો સચોટ પ્રશ્ન કરે છે ને ત્યારે અંબાબાઈ ‘મૂઈ જીભ કચડીને મરી કેમ નાં ગઈ ? જીવા તરવાડીનું ઘર બોળ્યું ! રાંડ નકટી !!’ – એવા ઉદ્ગાર કાઢે છે ને ત્યારે સમજાય છે કે ઊંડે ઊંડે તો દોલતરામનું જેવું રૂઢિગ્રસ્ત માનસ છે તેવું જ આ અંબાબાઈનું છે. પોતાના અજાણતાં ‘સ્ત્રીની દુશ્મન સ્ત્રી’ એવો પ્રતિકૂળ પાઠ ભજવવાનો અંબાબાઈને શિરે આવે છે. જણનારીને હાથે જ – જે હાથે મોટી કરી તે હાથે જ મેનાનું નિકંદન કાઢવાનું ઠરે છે; કેમ કે, વિધવા મેનાને એના સસરા નંદરામથી ગર્ભ રહી ગયો હતો અને હવે એ જીવે તો સાસરિયાં – પિયરિયાં બંનેયને સમાજમાં ઊજળે મોઢે ફરવું પણ મુશ્કેલ બની જાય. અંબાબાઈનો ભાઈ દોલતરામ પણ નાતજાતમાં આબરૂ, બાપદાદાનું કુળ ઇત્યાદિને માણસની જિંદગીથીયે વધારે મહત્ત્વ આપે છે. દોલતરામમાં મેનાના હૃદયની વેદનાને સમજવાની શક્તિ કે તૈયારી હોય એમ જણાતું નથી. કદાચ એને મન પણ પહેલી કુલની – ઘરની આબરૂ ને પછી બહેન, ભાણેજી આદિ સંબંધોની ગણતરી આવતી હશે. વળી “નહિ તો પછી રાતે, ‘બિચારી’ઓની વલે છે !” એમ ધમકી દેનાર દોલતરામના ચિત્તમાં સ્ત્રીઓ વિશે ખાસ ઊંચો ખ્યાલ હોય એમ પણ જણાતું નથી. એક બાજુ દોલતરામની ઉગ્ર કઠોર વાણી ને પછી તુરત જ આ ચતુર નાટ્યકાર આખાયે એકાંકીમાં ખૂબ જ દર્દસભર લાગતો ને એક જ વાર કંઈક આછો સંભળાવતો મેનાનો મંદ અવાજ ‘બા’ સંભળાવે છે. આ અવાજમાં શું શું ભર્યું હશે એની ભાવકે-પ્રેક્ષકે તો કલ્પના જ કરવાની રહી. એક બાજુ સમસ્ત પિયરિયાંનો ઠપકાનો જાણે કે બુલંદ અવાજ બની રહેતો દોલતરામ ને બીજી બાજુ સમસ્ત સાસરિયાંનો આક્ષેપાત્મક બુલંદ અવાજ બની રહેતી ધની – ધનબાઈ આ બંને દ્વારા અંબાબાઈ સામે જાણે આખો રૂઢિપરસ્ત સમાજ ઉપસ્થિત થાય છે. એ ખાસ ઉલ્લેખનીય છે કે અહીં નાટ્યકારે ધનબાઈ, દોલતરામ જેવાં પાત્રોને મેનાથી વેગળાં જ રાખ્યાં છે, અથવા બીજી રીતે કહીએ તો આવાં પાત્રોથી મેનાને અળગી કોઢમાં રાખી છે (૧૭૩)– ગાયોને રાખવામાં આવે એવી કોઢમાં, પણ આ તો ધનબાઈની કોઢ – જાણે કસાઈની જ કોઢ છેવટે તો બની રહેવાની છે. લેખકે મેનાને મૌન રાખીને એની કરુણાવસ્થાને ખૂબ ઉત્કટ રીતે વ્યંજિત કરી છે.
ધનબાઈ અત્યંત ઉગ્ર, કર્કશા સ્ત્રી છે, કદાચ એની આવી કર્કશતામાં એના પતિ નંદરામનોયે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે હિસ્સો હોય. ધનબાઈના સંવાદમાંથી જાણવા મળે છે કે એક વર્ષ અગાઉ પોતે જ્યારે જાત્રાએ ગઈ ત્યારે પડોશણ ગંગાએ પોતાના પતિ ‘ભોળા ભેમણ’ નંદરામને ભરમાવ્યા હતા. પોતે એ રીતે પતિથી સૂક્ષ્મ રીતે અવમાનિતા – ખંડિતા પણ ખરી. એ વેદનાએ એના આકળા સ્વભાવને વધુ આકળો બનાવ્યો હશે. નંદરામનું એની સાથે ખાસ જામતું હોય એમ જણાતું નથી, ને તેથી ધનબાઈને ટાળતો કે તેનાથી વેગળો રહેવા મથતો એ જણાય છે. ધનબાઈના સ્વભાવે ધનબાઈને ઓછી સજા કરી હોય એમ માનવાને કારણ નથી; બલકે એના કર્કશકઠોર સ્વભાવે જ આ વિષમ પરિસ્થિતિમાં કોઈક રીતે ભાગ ભજવ્યો લાગે છે. ધનબાઈની અકળામણ અવારનવાર ‘રાંડ કભારજા ! શંખણી, મારી શોક્ય’ જેવા ઉદ્ગારોમાં પ્રગટ થતી જણાય છે. ‘મારી શોક્ય’ એ શબ્દો આ એકાંકીમાં ને તેમાંય ખાસ કરીને છેવટના ભાગમાં તો ખૂબ મહત્ત્વના બની જાય છે. મેનાની સગી માએ મેનાને શીરામાં કાચ ખવડાવી દીધો તે પછી ધનબાઈ જ્યારે છેલ્લે ‘કોઈનું નામ લીધું ?’ એમ પૂછે છે ત્યારે અંબાબાઈ ‘નંદરામ વેવાઈ’નું નામ એ દે છે એમ જણાવે છે ને ત્યારે ધનબાઈ પથ્થર જેવી થઈ જાય છે ને કહે છે : “મારી શોક્ય ! રાંડ લુચ્ચી !!!” ધાણી ફૂટે એમ તડફડ બોલનારી ધનબાઈને માટે વધારે બોલવું મુશ્કેલ જણાય છે. અંબાબાઈ કે મેના જ નહિ ધનબાઈ પણ ઓછી દુ:ખી નથી. છતે પતિએ પતિ જાણે એના હાથમાં નથી. ગાય જેવી મેનાને રહેંસી નાંખવામાં આમ તો કોઈ ને કોઈ રીતે અંબાબાઈ, દોલતરામ, ધનબાઈ ને નંદરામ બધાંની જવાબદારી જણાય છે; પણ ખરી જવાબદારી તો છે માનવતાને ભરખી જતી કુળની આબરૂ, મોટપ આદિ વિશેની પરંપરાગત માન્યતાઓની. એ માન્યતાઓ છતાં વિવેકપુર:સર રસ્તો કાઢવાનું આ કેટલીક રીતે અજ્ઞાન ગ્રામજનોથી બની શકતું નથી, તેઓમાં આંધળી રૂઢિ, અનીતિ, અન્યાય આદિ સામે અડીખમ ઊભા રહેવાની પણ તાકાત નથી. નથી એ તાકાત મેનામાં; નથી નંદરામમાં, કે નથી એ તાકાત દોલતરામ, ધનબાઈ કે અંબાબાઈમાં. એમની કાયરતા – નિર્બળતા એની કડવી – ક્લેશકર સજા એમને ભોગવવી જ પડે છે. એ વિધિન્યાય છે ને કાવ્યન્યાય પણ છે જ.
આમ જુઓ તો આ એકાંકીમાં ખલપાત્ર કોઈ નથી. બધાં જીવતાંજાગતાં, કોઈ પણ ગામડામાં એમના અવતારો મળી શકે એવા વાસ્તવિક પાત્રો છે. એ પાત્રો માનવતાને આઘાત આપે એવું કેટલુંક કરી બેસે છે ને છતાં આ પાત્રો મનુષ્ય જ રહે છે. એમની જીવન વિશેની સમજણ સૂક્ષ્મ કે ઊંડી નથી, એમના નીતિ-અનીતિના ખ્યાલોમાં રૂઢિનો પ્રભાવ ઘણો છે. એમ છતાં આ પાત્રોને જાતિ – ધર્મ વગેરે યથાશક્તિ-મતિ પસંદ તો છે જ; પણ રૂઢિઓની સંકુલ જટાજાળમાં ફસાયેલાં આ માણસો ક્યારેક નીતિ-ધર્મને માટે અનીતિ – અધર્મને અજાણતાં નોંતરી બેસે છે. ને એ જ કરુણતા છે આ રૂઢિગ્રસ્ત સમાજની – એના હાડમાં ઘર કરી ગયેલા અજ્ઞાનરૂપી રોગની.
આ એકાંકીમાં ભાષાની કેવી તાકાત છે તેનો તો ડગલે ને પગલે અનુભવ થાય છે. જે થોડા શિષ્ટ સાહિત્યસર્જકોએ બોલી પાસેથી ઉત્તમ સર્જનકાર્ય કરાવ્યું છે તેમાંના એક ઉમાશંકર છે. એકાંકીક્ષેત્રે તો તેમની એ રીતની પહેલાઈ ખરી જ.<sup>{{Color|Blue|S}}</sup> ‘દેહ જાગે ત્યારે શું કરે ?’ એવી ઉક્તિઓનું સામર્થ્ય સ્પષ્ટ છે. ‘ઢોરાં આઢ્યાનાં કૂવે ગ્યાં છે’ જેવી ઉક્તિઓમાં શિષ્ટજનોને અજાણ્યા એવા ગ્રામીણ તળપદા શબ્દોયે આવે છે. ધનબાઈની જીભે તો તળપદા શબ્દો ધાણીની જેમ જાણે ફૂટે છે. ધનબાઈ ને અંબાબાઈ – એ બે વેવાણો વચ્ચેનો આ સંવાદ જ લેખકના ભાષાસામર્થ્ય – સંવાદસામર્થ્યનો સચોટ નમૂનો બની રહે છે :
{{Poem2Close}}
______________
<small>S નાટકોમાં બોલીપ્રયોગ ગુજરાતી નાટ્યવિદોને અજાણ્યો નથી. ‘ગુલાબ’ નાટકમાંનો સુરતી બોલીનો પ્રયોગ જાણીતો છે. વળી આપણા ત્રિઅંકી શિષ્ટ નાટક ‘આગગાડી’માંયે બોલીનું ચલણ ધ્યાનાર્હ છે, પરંતુ નાટકમાં બોલીપ્રયોગ બાબત ઉમાશંકર ચંદ્રવદનથી પહેલા છે.</small>
26,604

edits