એકતારો/દ્યો ઠેલા!


દ્યો ઠેલા!


દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા,
હમ્બેલા! હમ્બેલા! હમ્બેલા!

ઊંચી છે વાટ
વંકા છે વાટ
અંધારી રાત : દ્યો ઠેલા!
ઉંઘો ના, યાંત્રિકો, દ્યો ઠેલા! ૧.

દ્યો ઠેલા, ગાડી છે વેરાને;
દ્યો ઠેલા, ભાને કે બેભાને;
ભીડાવો ખંભા સુ ખંભાને
દ્યો ઠેલા, દ્યો ઠેલા, દ્યો ઠેલા! ર.

યંત્રોના યાંત્રિકો હારેલા
થાકેલા, પીધેલા, બ્હેકેલા,
સેતુઓ ભાંગીને સૂતેલા,

પડિયા છે, પડવા દ્યો, દ્યો ઠેલા!
હમ્બેલા! હમ્બેલા! દ્યો ઠેલા!
હોંશીલા! જોશીલા! દ્યો ઠેલા! ૩.