એકતારો/નધણીઆતી નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નધણીઆતી નથી|}} <poem> કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે કોઈ બીજો એ...")
 
No edit summary
 
Line 27: Line 27:
જોજો લીલાં ચામ નો ફાટે!' ૩.
જોજો લીલાં ચામ નો ફાટે!' ૩.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ધરણીને દેવ સમાં વરદાન
|next = મને વેચશો મા!
}}

Latest revision as of 12:22, 22 January 2022


નધણીઆતી નથી


કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે
કોઈ બીજો એના કાન,
હાથ આવ્યા એના આાથેય અગને
ઝોંટ દેતા ઝાઝા રાણ,
ઘેરે પૂળો ઘાસ તો છે નૈ;
નોધણીઆતી હાથ લાગી ગૈ! ૧.

તાણાતાણી બીચ બાંગ દેતી ધેનુ
ઢીંક દેવા યે નાદાર,
'દૂધ વિહોણી આ દેહને કારણ
શીદ માંડો તકરાર?'
પૂછે છે તો ગોકળી કે' છે,
'શું છે ખોટું! ચામ તો રે' છે!' ૨.

'જાણ સુજાણ ગોવાળીડા રે વીરા,
ગેલા મ થાવ ગમાર!
વાંભ સૂણો મારા ધીંગા ધણીની
આવતાં નૈ લાગે વાર,
સૂકા મારા ચામડા સાટે
જોજો લીલાં ચામ નો ફાટે!' ૩.