એકતારો/નધણીઆતી નથી
Revision as of 11:01, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નધણીઆતી નથી|}} <poem> કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે કોઈ બીજો એ...")
નધણીઆતી નથી
કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે
કોઈ બીજો એના કાન,
હાથ આવ્યા એના આાથેય અગને
ઝોંટ દેતા ઝાઝા રાણ,
ઘેરે પૂળો ઘાસ તો છે નૈ;
નોધણીઆતી હાથ લાગી ગૈ! ૧.
તાણાતાણી બીચ બાંગ દેતી ધેનુ
ઢીંક દેવા યે નાદાર,
'દૂધ વિહોણી આ દેહને કારણ
શીદ માંડો તકરાર?'
પૂછે છે તો ગોકળી કે' છે,
'શું છે ખોટું! ચામ તો રે' છે!' ૨.
'જાણ સુજાણ ગોવાળીડા રે વીરા,
ગેલા મ થાવ ગમાર!
વાંભ સૂણો મારા ધીંગા ધણીની
આવતાં નૈ લાગે વાર,
સૂકા મારા ચામડા સાટે
જોજો લીલાં ચામ નો ફાટે!' ૩.