એકતારો/નધણીઆતી નથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નધણીઆતી નથી


કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે
કોઈ બીજો એના કાન,
હાથ આવ્યા એના આાથેય અગને
ઝોંટ દેતા ઝાઝા રાણ,
ઘેરે પૂળો ઘાસ તો છે નૈ;
નોધણીઆતી હાથ લાગી ગૈ! ૧.

તાણાતાણી બીચ બાંગ દેતી ધેનુ
ઢીંક દેવા યે નાદાર,
‘દૂધ વિહોણી આ દેહને કારણ
શીદ માંડો તકરાર?’
પૂછે છે તો ગોકળી કે’ છે,
‘શું છે ખોટું! ચામ તો રે’ છે!’ ૨.

‘જાણ સુજાણ ગોવાળીડા રે વીરા,
ગેલા મ થાવ ગમાર!
વાંભ સૂણો મારા ધીંગા ધણીની
આવતાં નૈ લાગે વાર,
સૂકા મારા ચામડા સાટે
જોજો લીલાં ચામ નો ફાટે!’ ૩.