એકતારો/નધણીઆતી નથી

Revision as of 12:22, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નધણીઆતી નથી


કોઈ તાણે એનાં શીંગડાં ને તાણે
કોઈ બીજો એના કાન,
હાથ આવ્યા એના આાથેય અગને
ઝોંટ દેતા ઝાઝા રાણ,
ઘેરે પૂળો ઘાસ તો છે નૈ;
નોધણીઆતી હાથ લાગી ગૈ! ૧.

તાણાતાણી બીચ બાંગ દેતી ધેનુ
ઢીંક દેવા યે નાદાર,
'દૂધ વિહોણી આ દેહને કારણ
શીદ માંડો તકરાર?'
પૂછે છે તો ગોકળી કે' છે,
'શું છે ખોટું! ચામ તો રે' છે!' ૨.

'જાણ સુજાણ ગોવાળીડા રે વીરા,
ગેલા મ થાવ ગમાર!
વાંભ સૂણો મારા ધીંગા ધણીની
આવતાં નૈ લાગે વાર,
સૂકા મારા ચામડા સાટે
જોજો લીલાં ચામ નો ફાટે!' ૩.