એકતારો/પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
અમિયલ રહેવું જે હાય દુલ્લા! ઘૂંટીને દોય પીજો સંગે. ૪.
અમિયલ રહેવું જે હાય દુલ્લા! ઘૂંટીને દોય પીજો સંગે. ૪.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ‘ગરીબોદ્વાર'ની ચાલાકીઓ
|next = કાંતનારાં
}}

Latest revision as of 12:25, 22 January 2022


પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને


પાણીમાં ડાંગ મારનારા, લાજીને હવે છેટા રે’જો,
પોતાના દેશમાં પહોંચી, સાચી અમારી વાતો કે'જો. ૧.

દેશીડા પાતકી! પધારો, ભારગીરથી છે આંગણ રેલી,
એક જ ધરતીના તમે જાયા, મા પાપીઓને ધોશે પ્હેલી. ર.

વીતેલી રાતનાં કુસ્વપ્નાં, સંભારવા ન થંભો ભૈયા!
વાયાં છે વાણલાં કનકનાં, પાંખોને ધોઈ લેજો ભૈયા! ૩.

અમૃત ને ઝેરના ઘડુલા, સિંધુ વલોવી કાઢ્યા સંગે,
અમિયલ રહેવું જે હાય દુલ્લા! ઘૂંટીને દોય પીજો સંગે. ૪.