એકતારો/પશુ-નકલની પ્રગતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પશુ-નકલની પ્રગતિ|}} <center>'''[મનહર]'''</center> <poem> પ્રભુતાની પ્રતિમા ક...")
 
No edit summary
 
Line 23: Line 23:
અસલ પ્રભુને તેં ય લૂંટેલો દેખાય છે! ૩.
અસલ પ્રભુને તેં ય લૂંટેલો દેખાય છે! ૩.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = એક ડાંગે એક ડચકારે
|next = અભેદને આરે
}}

Latest revision as of 13:22, 27 January 2022


પશુ-નકલની પ્રગતિ


[મનહર]


પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી?
હેરી હેરી આાંખો મેરી માનવીને ન્યાળે છે,
પશુની નકલ કરી અકલ દેખાડનારો
શકલ પોતાની દેવતાઈ હવે હારે છે. ૧.

જનાવરો કેરો આ તો જમાનાજૂનેરો ભય,
માનવ–સૃષ્ટિમાં ભીડાભીડ ભારી જામી છે!
નકલ કરીને આગે દેખાતો અકલવાન,
હવે તો એ નકલ અસલપણું પામી છે ૨.

પશુઓ પોકારે, પ્રભુ અમારી અસલીઆત,
પાશવતા અમારી તો આમ મારી જાય છે
નકલપણાનો તું ય દિસે છે ઉસ્તાદ કોક
અસલ પ્રભુને તેં ય લૂંટેલો દેખાય છે! ૩.