એકતારો/અભેદને આરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અભેદને આરે


(વસંતતિલકા)


  • આ એક જાનવર ને વિદવાન બીજો,

એવા કુભેદ કરજો ન અમારી વચ્ચે;
ભાળે ન સામ્ય અમ બેઉની વચ્ચ અંધા
કાં કે અમે લઘુમતીઃ બહુસંખ્ય તેઓ! ૧

જ્ઞાની અમો ઉભય, રે નિરખો અમારાં
ડાચાં પરે જ શું ન અંકિત દિવ્ય પ્રજ્ઞા?
પ્રેમી અમે શું કમ એકબીજાથી? બોલો!
સૌંદર્ય શું ઉભયને નયણે ન સ્પષ્ટ? ર

દૂરત્વ એ જ દુ:ખ છે! પશુને મનુષ્યો
દૂરે ધકેલી સરસાઈ બડાઈ મારે,
રે માનવી અવર માનવને હટાવી,
સૌંદર્યશીલ, બહાદુર ઠરેછ પોતે. ૩

  • 'વૈજ્ઞાનિક અને વાંદરો’-બેઉના એક ચિત્ર પરથી.