એકતારો/હસતા હિમાદ્રિને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હસતા હિમાદ્રિને|}} <poem> તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને મનુષ...")
 
No edit summary
 
Line 13: Line 13:
હસો નહિ દેવ! પછી રૂદન રહેશે.
હસો નહિ દેવ! પછી રૂદન રહેશે.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = બજો બજો ગંભીર ઘોર આરતી
|next = ફાટશે અગ્નિથંભો ને—
}}

Latest revision as of 13:15, 27 January 2022


હસતા હિમાદ્રિને


તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને
મનુષ્ય માપે તમ ભવ્ય રૂદ્રતાને
હસો નહિ રુદ્ર! શબોની સીડી ઢાળી
અહીં મનુષ્યો તુજ શૃંગની અટારી
પરે વિમાનો ઊડવી, કરાલ તોપો
વછોડશે : ને ધ્રુજશે તમારી ખોપો.
હસો નહિ દેવ! પછી રૂદન રહેશે.