એકોત્તરશતી/૬૧. અપમાનિત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|અપમાનિત (અપમાનિત)}}
{{Heading|અપમાનિત}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 8:
તારા આસન પરથી તેમને તેં જ્યાં હડસેલી મૂક્યા, ત્યાં તારી શક્તિને પણ તેં અવહેલાપૂર્વક દેશવટો દીધો. ચરણે રોળાઈને તે જ્યાં ધૂળમાં વહ્યાં જાય છે, તે નીચાણમાં તું ઊતરી આવ, નહિ તો તારો ઉગારો નથી. આજે તારે બધાના જેવું જ અપમાન સહન કરવું પડશે.

જેને તું નીચે નાખે છે, તે તને નીચે બાંધી રાખશે, જેમને તેં પાછળ રાખ્યા છે, તે તને પાછળ ખેંચી રહ્યા છે. અજ્ઞાનના અંધકારની આડશ પાછળ તેં જેમને ઢાંકી રાખ્યા છે, તેઓ તારા મંગલ આડે ભયંકર આડશ રચી તારા મંગલને ઢાંકી રહ્યા છે. તારે તેમના જેવાં જ અપમાન સહન કરવાં પડશે.

સેંકડો સૈકાઓ થયાં તારે માથે અપમાનનો બોજો લદાતો આવે છે, તો પણ તું માનવમાં વસતા નારાયણને નમસ્કાર કરતો નથી; તો પણ તું આંખો ઢાળી જોઈ શકતો નથી કે તે હીન પતિતોના ભગવાન ધૂળમાં જઇને ઊભા છે? ત્યાં તારે સૌના સરખું જ અપમાન વેઠવું પડશે.  
સેંકડો સૈકાઓ થયાં તારે માથે અપમાનનો બોજો લદાતો આવે છે, તો પણ તું માનવમાં વસતા નારાયણને નમસ્કાર કરતો નથી; તો પણ તું આંખો ઢાળી જોઈ શકતો નથી કે તે હીન પતિતોના ભગવાન ધૂળમાં જઈને ઊભા છે? ત્યાં તારે સૌના સરખું જ અપમાન વેઠવું પડશે.  
તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જાતિના અહંકાર ઉપર અભિશાપ ચોડી દીધો છે. જો તું બધાને નહિ બોલાવે, હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, અને તારી ચારે કોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ, તો તારે મૃત્યુસમયે ચિતા-ભસ્મમાં તે સૌના સરખા થવું જ પડશે.

૪ જુલાઈ, ૧૯૧૦
૪ જુલાઈ, ૧૯૧૦

Latest revision as of 01:16, 18 July 2023

અપમાનિત

હે મુજ દુર્ભાગી દેશ, જેઓનું તેં અપમાન કર્યું છે, તેમના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. મનુષ્યના અધિકારથી તેં જેમને વંચિત રાખ્યા છે, જેમને સામે ઊભા રાખ્યા છે છતાં ખોળામાં સ્થાન દીધું નથી, તેમના બધાના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. મનુષ્યના સ્પર્શને રોજ રોજ દૂર રાખી રાખીને તેં માનવના પ્રાણમાં વસતા ઠાકોરની ઘૃણા કરી છે. વિધાતાના રુદ્ર રોષથી દુકાળને આંગણે બેસીને તારે બધાની સાથે વહેંચીને અન્નપાન ખાવાં પડશે. તે બધાના જેવું જ અપમાન તારે વેઠવું પડશે. તારા આસન પરથી તેમને તેં જ્યાં હડસેલી મૂક્યા, ત્યાં તારી શક્તિને પણ તેં અવહેલાપૂર્વક દેશવટો દીધો. ચરણે રોળાઈને તે જ્યાં ધૂળમાં વહ્યાં જાય છે, તે નીચાણમાં તું ઊતરી આવ, નહિ તો તારો ઉગારો નથી. આજે તારે બધાના જેવું જ અપમાન સહન કરવું પડશે. જેને તું નીચે નાખે છે, તે તને નીચે બાંધી રાખશે, જેમને તેં પાછળ રાખ્યા છે, તે તને પાછળ ખેંચી રહ્યા છે. અજ્ઞાનના અંધકારની આડશ પાછળ તેં જેમને ઢાંકી રાખ્યા છે, તેઓ તારા મંગલ આડે ભયંકર આડશ રચી તારા મંગલને ઢાંકી રહ્યા છે. તારે તેમના જેવાં જ અપમાન સહન કરવાં પડશે. સેંકડો સૈકાઓ થયાં તારે માથે અપમાનનો બોજો લદાતો આવે છે, તો પણ તું માનવમાં વસતા નારાયણને નમસ્કાર કરતો નથી; તો પણ તું આંખો ઢાળી જોઈ શકતો નથી કે તે હીન પતિતોના ભગવાન ધૂળમાં જઈને ઊભા છે? ત્યાં તારે સૌના સરખું જ અપમાન વેઠવું પડશે. તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જાતિના અહંકાર ઉપર અભિશાપ ચોડી દીધો છે. જો તું બધાને નહિ બોલાવે, હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, અને તારી ચારે કોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ, તો તારે મૃત્યુસમયે ચિતા-ભસ્મમાં તે સૌના સરખા થવું જ પડશે. ૪ જુલાઈ, ૧૯૧૦ ‘ગીતાંજલિ’

(અનુ. નગીનદાસ પારેખ)