એકોત્તરશતી/૭૦. માધવી


માધવી

કેટલા લાખ વરસાની તપસ્યાના ફળરૂપે ધરાતલ ઉપર આજે આ માધવી ફૂટી છે. આ આનંદછવિ યુગયુગથી અલક્ષ્યની છાતીના પાલવમાં ઢંકાઈ રહેલી હતી. એ જ રીતે મારા સ્વપ્નમાં કોઈ દૂરના યુગાન્તરમાં વસન્તકાનનના કોઈ એક ખૂણે કોઈ એક સમયના (કોઈ) મુખ ઉપર સહેજ હાસ્ય ખીલી ઊઠશે—એ આશા અત્યંત છૂપી છૂપી મારા મનમાં રહેલી છે. ૧૦ જાન્યુઆરી, ૧૯૧૫ ‘બલાકા’

(અનુ. ઉમાશંકર જોશી)