ઓખાહરણ/કડવું ૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૮|}} <poem> {{Color|Blue|[ઓખા રિસાઈને ચાલ્યા ગયેલા પતિને મહેલમાં...")
 
No edit summary
 
Line 7: Line 7:
::::'''રાગ સામેરી'''
::::'''રાગ સામેરી'''
જાગી જાગી રે રામા રસભરી, તપાસે સેજ ફરી ફરી.  
જાગી જાગી રે રામા રસભરી, તપાસે સેજ ફરી ફરી.  
મુખે કરડતી આંગલડી, ‘મેં તો વણસાડ્યું થોડાને કાજે રે,  
મુખે કરડતી આંગલડી, ‘મેં તો વણસાડ્યું<ref>વણસાડ્યું-બગાડ્યું</ref> થોડાને કાજે રે,  
મેં મુઈએ મુખ મચકોડ્યું, બીડી ના ખાધી તે દાઝે રે;’ – જાગી ૧
મેં મુઈએ મુખ મચકોડ્યું, બીડી ના ખાધી તે દાઝે રે;’ – જાગી ૧

Line 26: Line 26:

મીટ માંડો ને ખટપટ છાંડો, ન બોલો તો કંઠ નાખું વાઢી રે,
મીટ માંડો ને ખટપટ છાંડો, ન બોલો તો કંઠ નાખું વાઢી રે,
બીડી માટે થયાં મન ખાટાં, કહો તો મુખનું તંબોલ લઉં કાઢી રે; – જાગી ૭
બીડી માટે થયાં મન ખાટાં, કહો તો મુખનું તંબોલ<ref>તંબોલ-પાન</ref> લઉં કાઢી રે; – જાગી ૭

અનેક ઉપાય કીધા કન્યાએ, ન બોલ્યો નાથ, ને આશા ભાગી રે,
અનેક ઉપાય કીધા કન્યાએ, ન બોલ્યો નાથ, ને આશા ભાગી રે,

Latest revision as of 08:02, 2 November 2021

કડવું ૮

[ઓખા રિસાઈને ચાલ્યા ગયેલા પતિને મહેલમાં શોધી વળે છે, નિરાશ થતાં મનોમન પોતાની જાતને ઠપકો આપી રડવા લાગે છે.]

રાગ સામેરી
જાગી જાગી રે રામા રસભરી, તપાસે સેજ ફરી ફરી.
મુખે કરડતી આંગલડી, ‘મેં તો વણસાડ્યું[1] થોડાને કાજે રે,
મેં મુઈએ મુખ મચકોડ્યું, બીડી ના ખાધી તે દાઝે રે;’ – જાગી ૧

લડથડતી ચાલે, ને પાલવ ઝાલે, નયણે આંસુ ઢાળે રે,
કરે સાદ સ્વામીને સંભારે, ભ્રમરભોળી ભાળે રે; – જાગી ૨

ધબ ધબ કરતી નારી તપાસે બારી, દીઠી તે ભોગળ ભીડી રે,
જુએ ચારે ખૂણે, ને મસ્તક ધૂણે, વિલપે વિજોગની પીડી રે; – જાગી ૩

કરે કાલાવાલા, મનોરથ ઠાલા, ઠણઠણતી દે સમ રે,
તમારે તો હસવું, મારે રોઈ મરવું, ધીરજ રાખું ક્યમ રે? – જાગી ૪

આપી સંજોગસુખ, ને દેવું દુઃખ, મારી કરમની રેખા રે,
અતિશે ના તાણો, દયા મન આણો, તમને બાપના સમ, દો દેખા રે. – જાગી ૫

જુઓ પ્રીત તપાસી, હું છું દાસી, દંડ દેવો તે શા સારુ?
કરો સ્નેહ, તજું છું દેહ, વહાલા! અતિઘણું નહિ વારુ રે; – જાગી ૬

મીટ માંડો ને ખટપટ છાંડો, ન બોલો તો કંઠ નાખું વાઢી રે,
બીડી માટે થયાં મન ખાટાં, કહો તો મુખનું તંબોલ[2] લઉં કાઢી રે; – જાગી ૭

અનેક ઉપાય કીધા કન્યાએ, ન બોલ્યો નાથ, ને આશા ભાગી રે,
વદે વિપ્ર પ્રેમાનંદ, ગતિ થઈ મંદ, પછે ઓખા રોવા લાગી રે. –
જાગી ૮

  1. વણસાડ્યું-બગાડ્યું
  2. તંબોલ-પાન