કંકાવટી/​​જાઈ રૂડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|​​જાઈ રૂડી|}} {{Poem2Open}} વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) મ...")
 
(No difference)

Latest revision as of 10:28, 22 January 2022

​​જાઈ રૂડી

વ્રત-વરતોલાં કરનારી નાનકડી જાઈ (દીકરી) માબાપને ખોળે કેમ ઊછરતી? કેવી વહાલી હતી? દાદીમા એને કેવી કવિતાના લાડ લડાવતાં? દાદીમા નાની જાઈને હાથમાં હુલાવતાં-ઝુલાવતાં આમ બોલતાં:

જાઈ રૂડી રે જાઈ રૂડી!
જાઈને હાથે ચાર ચૂડી.
જાઈ રમે તો સૌ ગમે
આંગણે રમે આઈ[૧]ને ગમે
ફળિયે રમે ફઈને ગમે
જાઈ મરે તો ભીડ પડે
એની માનાં કહ્યાં કોણ કરે?

  • આઈ-મા