કાવ્યમંગલા/અલખ લખ કીજે

Revision as of 08:13, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અલખ લખ કીજે|}} <poem> અલખ લખ કીજે મુરતી તારી રામ, તુંહિ, તુંહિ, એ આશા જીવન પૂરતી રામ, તુંહિ, તુંહિ. વિધુતના ઝબકારા ઝગાવ્યા, વાયુવરુણને વશ વરતાવ્યા, પણ ચેતવવા ચેતન તણખો ફોગટ ફાંફ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અલખ લખ કીજે

અલખ લખ કીજે મુરતી તારી રામ, તુંહિ, તુંહિ,
એ આશા જીવન પૂરતી રામ, તુંહિ, તુંહિ.

વિધુતના ઝબકારા ઝગાવ્યા,
વાયુવરુણને વશ વરતાવ્યા,
પણ ચેતવવા ચેતન તણખો
ફોગટ ફાંફાં માર્યાં રામ, તુંહિ, તુંહિ.

ગ્રહતારકના પંથ નિહાળ્યા,
વિશ્વોનાં અસ્તોદય ભાળ્યા,
પણ તુજ પગલાં જગમાં જોવા
ફોગટ ફાંફાં માર્યાં રામ, તુંહિ, તુંહિ.

ગાગરમાં સાગરને ઘાલ્યા,
ગિરિવરને ઝોળીમાં ઝાલ્યા,
પણ નયનોમાં તુજને ભરવા
ફોગટ ફાંફાં માર્યાં રામ, તુંહિ, તુંહિ.

વિશ્વોના સૌ બાગ સુકાશે,
સૂર્યશશીના દીપ બુઝાશે,
પણ અંતરનાં વલખાં તારે
અરથે બંધ ન થાશે રામ, તુંહિ, તુંહિ.

(૮ મે, ૧૯૩૨)