કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨૫. ગાણું અધૂરું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 37: Line 37:
|next = ૨૬. કર્ણ-કૃષ્ણ
|next = ૨૬. કર્ણ-કૃષ્ણ
}}
}}
<br>

Latest revision as of 07:15, 17 December 2021

૨૫. ગાણું અધૂરું

ગાણું અધૂરું મેલ્ય મા,
                   ’લ્યા વાલમા,
          ગાણું અધૂરું મેલ મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
                   ’લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરુંo

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
                   ’લ્યા વાલમા,
ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરુંo

ઓરાં બોલાવી ધકેલ મા,
                   ’લ્યા વાલમા,
છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરુંo

છાતીથી છેટાં મેલ મા,
                   ’લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા. ગાણું અધૂરુંo

અરધે અધૂરું મેલ મા
                   ’લ્યા વાલમા,
હોઠે આયેલું પાછું ઠેલ મા.
                   ગાણું અધૂરું મેલ મા.

મુંબઈ, સપ્ટેમ્બર ૧૯૩૬
(સમગ્ર કવિતા, પૃ. ૨૫૦)