કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૦.હું જાગું, તું ઊંઘતી...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૦.હું જાગું, તું ઊંઘતી...|}}
{{Heading|૨૦.હું જાગું, તું ઊંઘતી...|ચિનુ મોદી}}


<poem>
<poem>

Latest revision as of 11:28, 17 June 2022


૨૦.હું જાગું, તું ઊંઘતી...

ચિનુ મોદી

હું જાગું, તું ઊંઘતી, અવળાસવળા ઘાટ,
કેમ કરી ‘ઇર્શાદ’થી ખેલાશે ચોપાટ ?

ચળ કહેતાં ચાલે નહીં, સ્થળ કહેતાં નહીં ઠામ,
જળ આંસુનું નામ છે, પળ તરછોડી વાટ.

અડકો તો થડકો નડે, ઝાકળ જેવું કામ,
દર્પણ ક્યાંથી માંડશે; પડછાયાનાં હાટ ?

જૂના જિરણ પીપળે, કરવતનાં શાં કામ ?
પંખી બેસે પારકું, એ જ ઘડીની વાટ.

ગોફણમાં શું મૂકશો ? ઘરનું લેતાં નામ,
જીવણ, ક્યાંથી જાણશો, ખેતરના ગભરાટ ?

ક્યાં ચાલ્યા, શું ચાલશું ? કયું આવતું ગામ?
કડ કિચૂડ કટ ચાલતી, કહો, હિંડોળા-ખાટ,

કટ કિચૂડ કટ ચાલતી, કહો, હિંડોળા-ખાટ
કેમ કરી ‘ઇર્શાદ’થી ખેલાશે ચોપાટ ?
(ઇર્શાદગઢ, ૧૯૭૯, પૃ.૭)