કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૯.બંડ ખાતર બંડ જેવું...

Revision as of 11:18, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯.બંડ ખાતર બંડ જેવું...| }} <poem> બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૯.બંડ ખાતર બંડ જેવું...

બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બાદશા’;
હું મને આવી રીતે કાયમ ડરાવું બાદશા’.
તારી ઇચ્છાસર નદીનો નાશ કરવા જાઉં, પણ
શું થતું કે તટ ઉપર આંસુ વહાવું બાદશા’ ?
લાગણીભીના અવાજે કેમ બોલાવ્યો મને ?
શક્ય છે કે અશ્વને એડી લગાવું બાદશા’?
આ અરીસા મ્હેલમાં તેં કેદ રાખ્યો છે છતાં
હું ‘હુકમ, માલિક’ કહી ગરદન ઝુકાવું બાદશા’.
તૂટતા સંબંધ વચ્ચે જીવતા ‘ઇર્શાદ’ને
આપ ફાંસીનો હુકમ તો ઝટ બજાવું બાદશા’
(ઇર્શાદગઢ, પૃ.૬૦)