કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૨.કળી જેમ...

From Ekatra Wiki
Revision as of 11:23, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨.કળી જેમ...| }} <poem> કળી જેમ ઊઘડી શકાતું નથી, સમયસર નિખાલસ થવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૨.કળી જેમ...

કળી જેમ ઊઘડી શકાતું નથી,
સમયસર નિખાલસ થવાતું નથી.
હશે આયનાની તરસ કેટલી ?
વિજન થાય ઘર એ ખમાતું નથી.
અલગ છે દરજ્જો, અલગ સ્થાન છે.
પવન જેમ ઘરઘર ફરાતું નથી.
નથી ઊર્ધ્વમાં કે ધરામાં નથી,
નથી ક્યાંય મૂળ ને ખસાતું નથી.
ન કાપો, ન છેદો, તપાવો મને,
બરફ છું છતાં પિગળાતું નથી.
દિશાહીન મનની દશા શી થઈ ?
હવે હોય એ પણ જણાતું નથી.
(અફવા, પૃ.૯૩)