કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 28: Line 28:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૩૫.ધબકવા ન દે..
|previous = ૩૫.ધબકવા ન દે...
|next = ૩૭.સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?
|next = ૩૭.સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?
}}
}}

Revision as of 08:02, 14 June 2022


૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર : હું છું વ્હેતો પવન,
બધાં ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવાં એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું : હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું : છે આ ‘ઇર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
(ઇનાયત, પૃ. ૧૧)