કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો

Revision as of 11:37, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો|}} <poem> સરસ વાત કરવાનો મોકો મળ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર : હું છું વ્હેતો પવન,
બધાં ઘેર ફરવાનો મોકો મળ્યો.
હતાં ઝાંઝવાં એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.
થયું : હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
બચતમાં હતાં અશ્રુઓ એટલે
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.
મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું : છે આ ‘ઇર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
(ઇનાયત, પૃ. ૧૧)