કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૮. અઘરું નચિકેત થવાનું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૫૭-૩૫૮)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૫૭-૩૫૮)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૭. વાર્ધક્ય વિશે ચાર રચનાઓ |૩૭. વાર્ધક્ય વિશે ચાર રચનાઓ ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૯. બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા—  એક અહેવાલ |૩૯. બચુભાઈનું સ્વર્ગારોહણ અને શોકસભા—  એક અહેવાલ ]]
}}

Latest revision as of 12:25, 6 September 2021

૩૮. અઘરું નચિકેત થવાનું

જયન્ત પાઠક

આમ
ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!
ગમતું તો નથી; પણ શું થાય?
સજ્જડ ઝાલ્યો મને
આ વેલીએ, આ હરણાએ
આ તરણાએ, આ ઝરણાએ
જીવનાશ્રમની સકલ વ્હાલપે, કરુણાએ
ખેંચી રાખ્યો સખત મને પાછળથી.
કોઈ બોલ્યું નહિ વિદાયવચનો — આશીર્વાદ;
અરે તિરસ્કારનો એક બોલ
એક હડસેલોય પૂરતો થાત.

હવે
આમ ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!
ખરેખર, કેટલું અઘરું છે નચિકેતા થવાનું!

૨-૨-૧૯૮૫

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૫૭-૩૫૮)