કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૫. ચાનક રાખું ને...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૨૧)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૨૧)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૪. ઉત્કંઠેશ્વરમાં |૪૪. ઉત્કંઠેશ્વરમાં ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૬. નથી જોઈતું — |૪૬. નથી જોઈતું — ]]
}}

Latest revision as of 12:28, 6 September 2021

૪૫. ચાનક રાખું ને...

જયન્ત પાઠક

ચાનક રાખું ને તોય ચૂકુંઃ

ગુરુજી, કેમ પગલું હું નિશ્ચેમાં મૂકું!
ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
દૂધનો દાઝેલ, છાશ ફૂંકું!                    ગુરુજીo

અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
લીલાને સળગાવે સૂકું!                    ગુરુજીo

છોડું છેડો તો એક, દૂજો વીંટાતો
આ પા ઉકેલું દોર એ પા ગૂંચાતો
પડઘા લાંબા ને વેણ ટૂંકું!                    ગુરુજીo

૪-૧૨-૧૯૮૭

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૨૧)