કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૪. કવિનો હાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. કવિનો હાથ|નલિન રાવળ}} <poem> કવિનો હાથ મારા હાથમાં છલકંત જા...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૭)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૩. વાર વાર|૧૩. વાર વાર]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૫. એક પડછાયો|૧૫. એક પડછાયો]]
}}

Latest revision as of 09:41, 18 September 2021


૧૪. કવિનો હાથ

નલિન રાવળ

કવિનો હાથ
મારા હાથમાં
છલકંત જાણે સૂર્યના સ્મિતથી સભર આકાશ
મારા હાથમાં
પમરે
કવિનો હાથ
મોહક પૃથ્વીનો જાણે વસંતલ અબ્ધિનો ઊછળંત લય

લય મહીં ગુંજે
ગ્રહો તારા નિહારિકા સતત ગુંજે
કવિનો હાથ
મારા હાથમાં
રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.
(અવકાશપંખી, પૃ. ૨૭)