કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩. બપોર

Revision as of 07:44, 3 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. બપોર|નલિન રાવળ}} <poem> ખડ ખડ હસતી ખડ ખડ બિહામણી આ ઊડે બપોર. મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩. બપોર

નલિન રાવળ

ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.

મસાણમાં ભડકે આળોટે
રાખ ધૂળના ભરે ફાકડા
વાંભ ઊછળે શીશ-ઝંટિયા.

ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.

ઊભેલ ઠૂંઠાં
ભૂત થયેલાં
વૃક્ષોએ ભેંકાર કારમી પાડી ચીસ
પ્હાડ તણાં હૈયાં હાલ્યાં ને પડઘાઓની ભીંસાભીંસ.

ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.

આભ ઊગેલાં વાદળ બાળ્યાં,
નદી, સરોવર, ખેતરનાં હૈયાં સળગાવ્યાં,
બાળ્યા પગ-રસ્તા,
બાળ્યા કોકિલના ટહુકા,
કવિઆંખની લોહ-કીકીઓ એક ન બાળી.

ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.
(અવકાશપંખી, પૃ. ૫)