કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૬. ફૂલ હું તો ભૂલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૬. ફૂલ હું તો ભૂલી|<br>(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)}}
{{Heading|૧૬. ફૂલ હું તો ભૂલી|ન્હાનાલાલ<br>(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)}}





Latest revision as of 05:14, 20 June 2022

૧૬. ફૂલ હું તો ભૂલી

ન્હાનાલાલ
(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)


વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી;
ભૂલ્યું ભુલાય એમ કેમ ? અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

ઊગી આષાઢ કેરી વાદળી આકાશે;
દીઠો મહીં ભર્યો પ્રેમ અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાદળીમાં વીજળીની વેલડી ઝબૂકે;
દીઠી મહીં રસઆંખ, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાડીમાં મોરલા કલા કરી રહ્યા’તા;
દીઠી મહીં રૂપપાંખ, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

મીઠું શું આભની યે પાર કાં ગાજ્યું;
સૂણ્યા મહીં મુજ કાન્ત, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

અંગુલિના સ્પર્શ સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી !
          વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.

(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૯૭)