કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૬. ફૂલ હું તો ભૂલી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૬. ફૂલ હું તો ભૂલી|<br>(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)}} | {{Heading|૧૬. ફૂલ હું તો ભૂલી|ન્હાનાલાલ<br>(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)}} | ||
Latest revision as of 05:14, 20 June 2022
ન્હાનાલાલ
(ઢાળ : ઝાઝી જટા ને મહાદેવ રમે કોડે)
વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી;
ભૂલ્યું ભુલાય એમ કેમ ? અલબેલડી !
વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.
ઊગી આષાઢ કેરી વાદળી આકાશે;
દીઠો મહીં ભર્યો પ્રેમ અલબેલડી !
વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.
વાદળીમાં વીજળીની વેલડી ઝબૂકે;
દીઠી મહીં રસઆંખ, અલબેલડી !
વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.
વાડીમાં મોરલા કલા કરી રહ્યા’તા;
દીઠી મહીં રૂપપાંખ, અલબેલડી !
વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.
મીઠું શું આભની યે પાર કાં ગાજ્યું;
સૂણ્યા મહીં મુજ કાન્ત, અલબેલડી !
વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.
અંગુલિના સ્પર્શ સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી !
વેણી ગૂંથી, ને મહીં ફૂલ હું તો ભૂલી.
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૨૯૭)