કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૯. શતદલ પદ્મમાં પોઢેલો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯. શતદલ પદ્મમાં પોઢેલો|}} <poem> {{Space}}શતદલ પદ્મમાં પોઢેલો હો! પર...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩૯. શતદલ પદ્મમાં પોઢેલો|}}
{{Heading|૩૯. શતદલ પદ્મમાં પોઢેલો|ન્હાનાલાલ}}




Line 30: Line 30:
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨૬)|}}
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨૬)|}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૮. વિરાટનો હિન્ડોળો
|next = ૪૦. મહાસુદર્શન
}}

Latest revision as of 05:12, 21 June 2022

૩૯. શતદલ પદ્મમાં પોઢેલો

ન્હાનાલાલ


         શતદલ પદ્મમાં પોઢેલો
હો! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

શોધ્યાં સરોવર, શોધી ફૂલવાડીઓ,
          શોધી રસકુંજ જ્ય્હાં રમેલો;
શોધી આયુષ્યની મ્હોરી અમરાઈઓ :
          દીઠો ન દુનિયાફોરેલો;
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

ફૂલડે ફૂલડે વસંત શો વસેલો,
          પાંખડી પાંખડી પૂરેલો,
ભ્રમર ભ્રમર કીધ સંગીતસોહામણો,
          પંખીડે પંખીડે પઢેલો :

હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

અડઘેરી પાંદડીઓ વીણતાંમાં વેરી, ને
          આસવ ઢોળિયો અમોલો;
હૈયાના ધૂપ સમો ઊડતો બતાવો કોઈ
          જીવનપરાગ જગત્ ઘેલો,
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.

          શતદલ પદ્મમાં પોઢેલો
હો ! પરિમલ દાખવો હોય જો દીઠેલો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨૬)