કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૮. વિરાટનો હિન્ડોળો
Jump to navigation
Jump to search
૩૮. વિરાટનો હિન્ડોળો
ન્હાનાલાલ
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યા દોર :
વિરાટનો હિંડોળો.
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિંડોળો,
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમંત્ર
ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ :
વિરાટનો હિંડોળો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)